ગુજરાતી એકાંકીસંપદા/માફ કરજો આ નાટક નહિ થાય!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|{{color|red|માફ કરજો આ નાટક નહિ થાય!}}<br>{{color|blue|પ્રબોધ જોષી}}}} {{center block|title='''...")
 
No edit summary
Line 9: Line 9:
'''આગંતુક – કુ. રમીલા શાહ'''
'''આગંતુક – કુ. રમીલા શાહ'''
}}
}}
(૧૯૫૩માં મુંબઈના ભારતીય વિદ્યાભવન તરફથી યોજાયેલી ‘આંતર કૉલેજ નાટ્ય હરીફાઈ’માં વિજયકળશ (ટ્રૉફી) જીત્યું. પહેલાં ભજવાયું ત્યારે રંજનની ભૂમિકા માટે શ્રી ભારતી શેઠને પ્રથમ ઇનામ મળેલું. ૧૯૫૪ના નવેમ્બરમાં ભરાયેલા ‘ઇન્ટર યુનિવર્સિટી ફેસ્ટિવલ’ વેળા જુદી જુદી ભાષાઓમાં લખાયેલાં ૨૬ નાટકોમાં બીજું આવ્યું. પહેલી વાર ભજવાયું ત્યારે આરૂઢ મહારાષ્ટ્રીય નાટ્યલેખક સ્વ. શ્રી મામા વરેરકર તરફથી લેખકને ચંદ્રક તેમજ અન્ય પારિતોષિક એનાયત કરવામાં આવેલાં.
પાત્રો
રંજન – કુ. ભારતી શેઠ
લતા – કુ. સરોજ શાહ
ગીતા – કુ. મંજુલા પટેલ
લીના – કુ. હંસા પારેખ
આગંતુક – કુ. રમીલા શાહ
ઉપર્યુક્ત પાંચ બહેનો, જેમણે નાટકને અપૂર્વ સફળતા અને સ્થાન અપાવ્યાં, તેમને અર્પણ.
(૧૯૬૩માં મુંબઈ વિદ્યાપીઠની સ્પર્ધામાં વિજયપદ્મ, મુંબઈ વિદ્યાપીઠ અને ભારતીય કલા કેન્દ્રની ૧૯૬૩ની સ્પર્ધામાં રંજનની ભૂમિકા માટે કુ. માલતી દોશીને બન્ને સ્પર્ધામાં વ્યક્તિગત પ્રથમ ઇનામ, લીના – કુ. રીટા દેસાઈ અને આગંતુક – અરવિંદ ઠક્કરને સર્ટિફિકેટ ઑફ મેરિટ. જયહિંદ કૉલેજની એ રજૂઆતની પાત્રસૂચિઃ
રંજન – માલતી દોશી
લતા – મોના શેઠ
ગીતા – નીના ઝવેરી
લીના – રીટા દેસાઈ
આગંતુક – અરવિંદ ઠક્કર)
(પડદો ખૂલતાં પહેલાં ઑડિયન્સમાં અંધકાર છવાઈ જાય છે. માઇક ઉપર જાહેરાત થાય છેઃ ‘હવે આપની સમક્ષ રજૂ કરીએ છીએ એક નાટિકા’ … થોડી વાર શાંતિ, કશું જ થતું નથી. પુનઃ એ જ જાહેરાત, છતાં પડદો ઊઘડતો નથી. વળી જાહેરાત અને તરત માઇક ઉપરથી ગીતા બોલે છેઃ ‘માફ કરજો, આ નાટક નહિ થાય.’ તરત જ, પડદો ખૂલી જાય છે.
પડદો ખૂલતાં સ્ટેજ ઉપર કંઈ જ વ્યવસ્થા નથી. કેટલીક વિંગો ઊંધીસીધી પડી છે. બેચાર ખુરશીઓ પડી છે. સમગ્ર સ્ટેજનો ઉપયોગ થાય છે. કેટલાંક લાઇટ્સ પડ્યાં છે. ખૂણામાં એક ટેબલ છે. તેની ઉપર હારમોનિયમ પડ્યું છે. રિહર્સલ ચાલે ત્યારે સ્ટેજ હોય છે તેવું જ વાતાવરણ છે. રંજન આમથી તેમ આંટા મારી રહી છે. રાજાની પાછળ કારભારી ચાલે તેમ લતા તેની પાછળપાછળ ચાલી રહી છે. પડદો ખૂલતાં રંજન અટકીને પૂછે છેઃ)
{{ps |રંજનઃ | કોણ બોલ્યું એ?
{{ps |લતાઃ | (ખૂણા તરફ આંગણી ચીંધી) આ ગીતા બોલી. (લતા જઈને ગીતાનો હાથ પકડી તેને સ્ટજ ઉપર લાવે છે.)
{{ps |રંજનઃ | કેમ ગીતા, એ શું બોલી?
{{ps |ગીતાઃ | કંઈ નહિ હવે, મેં તો એમ કહ્યું કે નાટક નહિ થાય. જવા દે ને રંજન, નાટક નહિ થાય. અને નાટક કરીનેયે શું કામ છે?
{{ps |રંજનઃ | વાહ! તો તો તને ખબર નથી કે જનતા આજે શું માંગે છે?
{{ps |ગીતાઃ | કેમ ખબર નથી વળી? આજે જનતા માંગે છે અનાજ અને કપડાં!
{{ps |રંજનઃ | એ તો છે જ. પણ જનતા બીજું શું માગે છે?
{{ps |ગીતાઃ | બીજું? બીજું તો… (જરા વિચાર કરીને) બીજું તો જનતા માગે છે સારા પગારની નોકરી અને સસ્તા ભાડાનાં મકાનો.
{{ps |રંજનઃ | ગીતા, હું તને ત્રીજો ચાન્સ આપું છું. બોલ, જનતા શું માગે છે?
{{ps |ગીતાઃ | આ બધું મળે, પછી જનતા માંગે છે સારી ફિલ્મો… (રંજન ખુશ થાય) અને પાડોશીઓનાં છાપાં…
{{ps |રંજનઃ | (સહેજ ખિજાઈને) ના, હવે. હવે હું તને છેલ્લો ચાન્સ આપું છું. બોલ, જનતા શું માગે છે?
{{ps |ગીતાઃ | હજુ જનતા માગે છે?
{{ps |રંજનઃ | હા, હા, હજુ જનતા માગે છે.
{{ps |ગીતાઃ | તો તો હદ કહેવાય! આ જનતા પણ કમાલ છે ને? સરકાર જેટલી ઝડપે ટૅક્સ વધારે છે તેનાથી બેવડી ઝડપે જનતા માગણીઓ વધારે છે.
{{ps |રંજનઃ | હવે દોઢડાહી થયા વિના કહે ને, કે તને ખબર છે કે જનતા શું માગે છે?
{{ps |ગીતાઃ | જી ના. હજુ પણ જો જનતા માગતી હોય તો આઈ રિઝાઇન. તું જ કહે ને કે જનતા શું માંગે છે?
{{ps |રંજનઃ | જનતા ‘નાટક’ માગે છે.
{{ps |ગીતાઃ | તો છો માગે. આપણે નાટક નથી કરવું, કારણ કે આપણાથી નાટક નહિ થાય.
{{ps |લતાઃ | કેમ નહિ થાય?
{{ps |ગીતાઃ | નહિ જ થાય. આપણે કયું નાટક કરીશું તે જ પ્રશ્ન છે.
{{ps |રંજનઃ | ઓહ ગીતા, તમે લોકો તદ્દન બીકણ છો. ગમે તે નાટક થશે. નાટકનો કંઈ દુકાળ નથી.
{{ps |લતાઃ | હાસ્તો, નાટક તો એક કહેતાં હજાર મળશે.
{{ps |ગીતાઃ | લતા, તું તો જાણે કોઈ સ્ત્રી નોકર કે રસોયાની શોધમાં નીકળી હોય અને તેને કોઈ કહે ને, તેવી વાત કરે છે.
{{ps |લતાઃ | એમ નહિ, પણ જેને નાટક કરવું જ છે તેને નાટકની શી ખોટ?
{{ps |રંજનઃ | ગીતા, લતા સાચું કહે છે. આપણી પાસે હિસ્ટરી અને માઇથોલજીનાં એટલાં બધાં લીજન્ડ્ઝ છે કે ના પૂછો વાત!
{{ps |ગીતાઃ | ના શું કરવા પૂછે? લે ને, હું જ તને પહેલી પૂછું. તું કયું નાટક કરી શકે?
{{ps |રંજનઃ | રામાયણમાંથી કોઈ સીન લઈએ.
{{ps |ગીતાઃ | તો પછી રામ અને લક્ષ્મણ ક્યાંથી લાવીશું?
{{ps |રંજનઃ | અરે પણ રામ અને લક્ષ્મણ એવો સીન જ શું કામ લઈએ? કૈકેયી અને મંથરાનો સીન જ ના કરીએ? અને પછી મંથરા તો હું જ બનીશ.
{{ps |ગીતાઃ | રંજન, તું ડોશી તરીકે સારી ન લાગે.
{{ps |રંજનઃ | ગીતા, અહીં અભિનય કરવાનો છે, સારું નથી લગાડવાનું.
{{ps |લતાઃ | બરાબર છે, રંજન. અને ગીતા, પછી કૈકેયી તો હું જ બનીશ.
{{ps |ગીતાઃ | રહેવા દે. કૈકેયી તો હું જ બનીશ. કારણ કે પછી હું રામને માટે કહું ને કે… (નરમ અવાજે) મંથરા, તું જાણીને ખુશ થશે કે… (આગળ શું બોલવું તે યાદ ન આવતાં વિચારમાં પડી જાય છે.)
{{ps |રંજનઃ | ના, ના એમ ના ચાલે, કૈકેયીમાં તો ખુમારી જોઈએ. જુઓ, (બીજાં બન્નેથી જુદી પડી, ખુમારી સાથે અભિનય કરી, કેડે હાથ દઈ મહારાણીની અદાથી બોલે છે.) મંથરા, કૈકેયીનાં નિશાન કદી ખાલી જતાં નથી. મહારાજને તેમનાં વચન પાળવા પડ્યાં. રામને વનવાસ મળ્યો અને હવે હું પણ જોઉં છું કે કૌશલ્યા કેટલા પાણીમાં છે? કૈકેયીને તું સમજે છે શું?
{{ps |લતાઃ | ના રે, બા. આવા અભિનય આપણને તો ના ફાવે.
{{ps |ગીતાઃ | તો રામાયણનો એકે સીન ચાલે નહિ. અને મહાભારતની તો વાત જ ન થાય. યુધિષ્ઠિરથી માંડીને નકુળ સુધીમાં જ પાંચ પુરુષપાત્રો જોઈએ.
{{ps |રંજનઃ | લોકો નથી કહેતા કે જમાનો બદલાઈ ગયો, તે આનું નામ. પહેલાં નાટકોમાં સ્ત્રીપાત્રોની માથાકૂટ રહેતી, આજે હવે પુરુષપાત્રોની મુશ્કેલી છે.
{{ps |ગીતાઃ | તેથી તો હું તને કહું છું કે પુરુષપાત્ર વિનાનું નાટક જ નહિ મળે.
{{ps |રંજનઃ | એ વાત જરા વિચારવા જેવી છે. નટીશૂન્ય નાટકો મળે છે, પણ નટશૂન્ય નાટકો તો હજુ ‘ન ભૂતો ન ભવિષ્યતિ’.
{{ps |લતાઃ | અરે રંજન, પણ તેનો ઇલાજ તો મેં તને બતાવી દીધો છે.
{{ps |રંજનઃ | હા. એ વિચાર મને ગમ્યો છે, કારણ કે અસલી નાટકોમાં…
{{ps |ગીતાઃ | એટલે શું, આજે બનાવટી થાય છે? (તરત આંગળાં મોંમાં નાખે.)
{{ps |રંજનઃ | તમે લોકો સમજતાં કેમ નથી? અસલી એટલે ‘સાચાં’ એ અર્થમાં નહિ, પણ અસલના વખતના ભૂતકાળનાં એ અર્થમાં.
{{ps |ગીતાઃ | ઓહ, સમજી… (પાછાં આંગળાં મોંમાં નાખે છે.)
{{ps |રંજનઃ | હાં, તો અસલનાં નાટકોમાં… ઓહ, ગીતા! તું મોંમાં આંગળાં ન નાખ. અભિનયશાસ્ત્રમાં એનો નિષેધ કર્યો છે.
{{ps |ગીતાઃ | સૉરી…
{{ps |રંજનઃ | હાં, તો અસલનાં નાટકોમાં સ્ત્રીપાત્ર પુરુષો ભજવતા તો…
{{ps |લતાઃ | તો આજે પુરુષપાત્ર શા માટે સ્ત્રીઓ ન કરે?
{{ps |ગીતાઃ | એ પૉસિબલ નથી. કારણ કે, આપણે રાજા બન્યાં હોઈએ તો પણ ટેવ મુજબ બોલી જઈએ કે હું જરા શિકારે ગઈ હતી!
{{ps |રંજનઃ | એવી ભૂલો તો સુધારી લેવાય.
{{ps |ગીતાઃ | નાટકમાં બોલી ગયા પછી પણ સુધારી લેવાય?
{{ps |રંજનઃ | હા હા, કેમ નહિ? નાટક અને સિનેમામાં એ જ તો ફેર છે. નાટકમાં ભૂલો થવાનો જેટલો સ્કોપ છે તેથી બેવડો તો તેને સુધારી લેવાનો છે. કેમ, લતા?
{{ps |લતાઃ | હા વળી.
{{ps |ગીતાઃ | રંજન, તું કેવી વાત કરે છે? આવી ભૂલો કેવી રીતે સુધરે?
{{ps |રંજનઃ | એ તો આવડત જોઈએ. અમે એક નાટક જોયું હતું એમાં એક છોકરો છોકરીનું પાત્ર કરતો હતો.
{{ps |ગીતાઃ | પણ?
{{ps |રંજનઃ | પછી તેને બીજી કૅરેક્ટરે પૂછ્યું કે ‘બહેન, તું ક્યાં ગઈ હતી?’ તો આણે તો મૂડમાં જ કહી દીધું કે ‘અમદાવાદ ગયો હતો.’
{{ps |ગીતાઃ | જો, મેં તને કહ્યું હતું ને કે આના જેવી ભૂલ તો થઈ જ જાય?
{{ps |લતાઃ | હા, પણ એ કેમ સુધારી એ તો સાંભળ.
{{ps |રંજનઃ | હા ગીતા, એ સાંભળવા જેવું છે. તેણે એમ કહ્યું એટલે જોડેનો આર્ટિસ્ટ ચમક્યો. પછી એણે તો ભૂલ વાળી લેતાં કહ્યું કે ‘હું મારા બાપની એકની એક દીકરી છું, એટલે તેઓ મને બેટા, ક્યાં ગયો? ક્યારે આવ્યો? એવી રીતે જ બોલાવે છે.’
{{ps |ગીતાઃ | આવી ભૂલો સુધારી લેવાય એ વાત માની લઈએ તો પણ આપણામાં પુરુષ-પાત્રો જેવી ખુમારી તો ન જ આવે ને?
{{ps |રંજનઃ | એ વાત ખોટી છે. તેં આજનાં નાટકો નહિ જોયાં હોય. એમાં તો રાજા પણ મેલેરિયા થયો હોય ને, તેમ બોલે છે.
{{ps |લતાઃ | રંજનની વાત સાચી છે. આજકાલનાં નાટકોમાં તો સ્ત્રી અને પુરુષના અવાજમાં બહુ ફેર પડતો નથી.
{{ps |રંજનઃ | મેં એવું નથી કહ્યું. મારા કહેવાનો અર્થ એમ છે કે જો અભિનય આવડતો હોય તો શું સ્ત્રી શું પુરુષ ગમે તે પાત્ર સારી રીતે કરી શકાય છે.
{{ps |ગીતાઃ | ઊંહું! આ બધું કંઈ ગળે નથી ઊતરતું. પહેલી વાત તો એ કે અસલમાં પુરુષો ભલે સ્ત્રીપાત્ર કરવા તૈયાર થયા, પણ આજે કોઈ છોકરી પુરુષપાત્ર કરવા તૈયાર નહિ થાય. અને ધારો કે થશે તો તેનું દિગ્દર્શન કોણ કરશે?
{{ps |લતાઃ | તો પછી રંજન અહીં શા માટે છે?
{{ps |ગીતાઃ | પુરુષપાત્રનું દિગ્દર્શન રંજન કરશે?
{{ps |રંજનઃ | વાહ રે અલી બાઈ, તું મને સમજે છે શું? ધાર કે આપણે એક સામાજિક નાટક ભજવીએ છીએ–
{{ps |ગીતાઃ | હં, તે તેનું શું છે?
{{ps |રંજનઃ | તે તું જો, પછી પૂછ. ચાલ લતા, આપણે પેલો પતિ-પત્નીનો સ્કિટ કરીએ એટલે ગીતાને ખાતરી થશે.
(લતા પાછળના ભાગમાં જાય. સ્ટેજના ડાબા ભાગમાં ખુરશી ઉપર પગ મૂકી રંજન બૂટની દોરી બાંધવાનો અભિનય કર્યો બાદ યુવાનની પેઠે ટાઈ પહેરવાનો, માથું ઓળવાનો અભિનય કરે.)
રમા!
{{ps |લતાઃ | શું છે?
{{ps |રંજનઃ | તું ક્યાં છે?
{{ps |લતાઃ | અહીં રસોડામાં; કેમ?
{{ps |રંજનઃ | જો, અહીં આવ તો. હું જરા બહાર જાઉં છું. મોડો આવીશ.
{{ps |લતાઃ | આવ્યા એવા જ બહાર ક્યાં જાઓ છો?
{{ps |રંજનઃ | ગમે ત્યાં જાઉં, તારે શી પંચાત?
{{ps |લતાઃ | (મોં બગાડી) ના રે. જાણે હું તો કંઈ તમારી ગણતરીમાં જ નથી ને?
{{ps |રંજનઃ | (ખિજાઈને) જો રમા, મને આ બધી લપછપ પસંદ નથી.
{{ps |લતાઃ | (રડતાં) ના રે, હું તો જાણે લપ જ છું ને? મારા ક્યાં ભોગ લાગ્યા કે હું તમારે પનારે પડી. (મોં સંતાડી રડે છે.)
{{ps |રંજનઃ | રમા, પ્લીઝ, ટ્રાય ટુ અન્ડરસ્ટૅન્ડ મી. (સહેજ વિચારી, પત્નીને બનાવવા, મનામણાનું નાટક કરતા પતિની પેઠે) રમા, (વહાલથી) રમા… (વધુ વહાલથી પાસે જઈ) ર…મા, હું ઑફિસના કામે જાઉં છું. હમણાં જ પાછો આવીશ.
{{ps |લતાઃ | (તેનો હાથ તરછોડીને ઊભી થતાં) તમે જાણો ને તમારું કામ જાણે, હું તો હવે તમને કશું પૂછવાની જ નથી. (પાછળના ભાગમાં જતી રહે).
{{ps |રંજનઃ | સિલી! શું બૈરું મળ્યું છે? એકે વાત સમજતું નથી. કહેનારાએ ખોટું નથી કહ્યું કે ન્યાયાધીશો, સેલ્સમૅનો અને બૈરાંઓ જોડે કદી દલીલ ના કરવી. અંહ્ આપણા પુરુષોની તે કંઈ જિંદગી છે? (પગ પછાડી ગુસ્સાની અદાથી ચાલી જાય.)
{{ps |લતાઃ | કેમ ગીતા, પર્ફેક્ટ છે ને?
{{ps |ગીતાઃ | શું તારું કપાળ પર્ફેક્ટ છે? ઘરમાં ભાઈભાભીને જોયાં હશે બહેનબાએ, કે પછી પાડોશમાં જોયું હશે. સામાજિક નાટકો ગમે તે કરી શકે.
{{ps |રંજનઃ | તને એમ લાગે છે? તો ઐતિહાસિક નાટક કરી બતાવું: ‘તૈલપ-મુંજ’.
{{ps |ગીતાઃ | તમિલ છે કે તેલુગુ?
રજનઃ એમ કેમ પૂછે છે?
{{ps |ગીતાઃ | નામ એવું લાગે છે. તૈલાપ મુંજ…
{{ps |રંજનઃ | તૈલાપ મુંજ નહિ, તૈલપ મુંજ. અને તે બે રાજાઓનાં નામ છે. તેમાં તૈલપ અને તેની બહેન મૃણાલ વચ્ચે સંવાદ છે.
{{ps |ગીતાઃ | અચ્છા, તો તું માળવાના મુંજની વાત કરે છે?
{{ps |રંજનઃ | જી હા.
{{ps |ગીતાઃ | એ વાત તો મેં સાંભળી છે. હા, તે તેનો શો સંવાદ છે?
{{ps |રંજનઃ | તૈલપ સિંહાસન ઉપર બેઠો છે. (બાજુમાં એક ખુરશી ઉપર રાજાની અદાથી બેસે છે.) બાજુમાં સંગીત વાગે છે. લતા, મ્યુઝિક પ્લીઝ (લતા ઊભી થઈ હારમોનિયમ પાસે જાય છે.) ગીતા, આ તો જરા વાતાવરણ ઊભું કરું છું. (લતા હારમોનિયમ ઉપર ફિલ્મી ગીત વગાડે છે) એ લતા, ખાલી ‘સા’ આપ ને, અમે જાણીએ છીએ તને ફિલ્મનાં ગાયન વગડતાં આવડે છે તે; એમાં પ્રદર્શન શાની કરે છે?
{{ps |લતાઃ | સૉરી. (ખાલી ‘સા’ ચાલે છે.)
{{ps |ગીતાઃ | તું તારો સંવાદ ચલાવ ને.
{{ps |રંજનઃ | હેં! ઓ, હા. તો તૈલપ સિંહાસન ઉપર બેઠો છે. સંગીત ચાલે છે. ત્યાં મૃણાલ આવે છે. (ઊભી થઈને મૃણાલની અદાથી આવે છે, નાટકી ઢબે બોલે છે.) બંધ કરો આ સંગીત! સંગીતકારો, તમે જાઓ. મારે મહારાજા સાથે નેપથ્યમાં વાત કરવી છે. (પછી ખુરશી ઉપર બેસી તૈલપની અદાથી) જાઓ સાજિંદાઓ, બક્ષિસ લો અને વિદાય લો. (તેના હાથમાં પર્સ રાખ્યું છે તે ઑડિટોરિયમ તરફ ફેંકે છે. પર્સ સ્ટેજની બહાર ઑડિયન્સમાં પડે છે. સંગીત બંધ થાય છે.) મનોરંજન પછી થશે. મૃણાલબા વાત કરવા માગે છે. હાં, બહેન. શી વાત હતી? નેપથ્યમાં વાત કરવાની જરૂર? (ઊભી થઈ મૃણાલ તરીકે બોલે, સિંહાસન તરફ એટલે કે ખુરશી સામે જોયા વગર જૂની રીત મુજબ પ્રેક્ષકો તરફ મોં, માત્ર હાથ જ એના તરફ – જૂની રંગભૂમિની અદાથી.)
‘ભાઈ, પૂંજી છું હું સ્વર્ગસ્થ પિતાની.
એ વાત, ભૂલી જાય છે?
મારી સંભાળ અને આજ્ઞાપાલન,
એ છે તારી ફરજ,
એ વાત… ભૂલી જાય છે?
આપ્યું હતું વચન – મુંજને – છોડવાનું,
હવે શું… એ વા… ભૂલી જાય છે!
(તરત બેસી જઈ) અશક્ય! એ ન બને! (ઊભી થઈ, સામે મૃણાલ ઊભી છે એ ભ્રમ ઊભો કરી તૈલપની અદાથી)
બની ઊર્મિવશ મ્હાલતી સ્ત્રીઓ
અમારા કાવાદાવા શું સમજે?
અરે ખાખરાની ખિસકોલી,
સાકરનો સ્વાદ શું સમજે?
હરિણીઓમાં ફરનારી તું,
સિંહોની ગર્જના શું સમજે?
અરે, બીજાના સ્નેહમાં ભાન ભૂલનાર સ્ત્રી,
પિતાના અપમાનના વેરની વાતો –
શું સમજે?
{{ps |રંજનઃ | કેમ ગીતા, કેમ લાગે છે?
{{ps |ગીતાઃ | લવ્હલી! લવ્હલી!
{{ps |રંજનઃ | હવે તો નાટક થઈ શકશે?
{{ps |ગીતાઃ | આઈ શુડ સે સો.
{{ps |રંજનઃ | ચાલો, તો આપણે નાટક શરૂ કરીએ. લીનાએ એક સ્ત્રીપાત્રવાળું જ નાટક લખ્યું છે.
{{ps |ગીતાઃ | તે શું લીના લેખક છે?
{{ps |રંજનઃ | આપણે કહેવાનું કે લીના લેખક છે, બાકી મૂળ વાત તો એમ છે કે એક લેખકે પૈસા લઈને લીનાના નામ પર નાટક ચડાવી આપ્યું છે. આવી વાત હોય ને, ત્યારે આંખ આડા કાન કરવાના. આવું તો ચાલ્યા જ કરે.
{{ps |ગીતાઃ | એ નાટક તેં વાંચ્યું છે?
{{ps |રંજનઃ | ઉપરઉપરથી જોઈ ગઈ છું.
{{ps |ગીતાઃ | રૂપાંતર છે કે ચોખ્ખી તફડંચી?
{{ps |રંજનઃ | મૌલિક છે.
{{ps |ગીતાઃ | ગુડ. હિસ્ટૉરિકલ છે કે ધાર્મિક?
{{ps |રંજનઃ | સામાજિક છે.
{{ps |ગીતાઃ | વેરી ગુડ. કૉમેડી છે કે ફાર્સ?
{{ps |રંજનઃ | સીરિયસ છે!
{{ps |ગીતાઃ | વેરી બેડ; તો તો મઝા ન આવે.
{{ps |રંજનઃ | જો ગીતા, ગુજરાતમાં કૉમેડી લખાતી જ નથી.
{{ps |ગીતાઃ | તો પછી આ બધાં ભજવાય છે તે?
{{ps |રંજનઃ | એ બધાં જ અનુવાદો છે. તને ખબર છે ને કે બંગાળ અને મહારાષ્ટ્રમાંથી આપણે ત્યાં શું ઇમ્પૉર્ટ થાય છે!
{{ps |ગીતાઃ | હા.
{{ps |રંજનઃ | શું?
{{ps |ગીતાઃ | બંગાળમાંથી રસગુલ્લાં અને મહારાષ્ટ્રમાંથી પાતળભાજી.
{{ps |રંજનઃ | ખોટું. બંગાળમાંથી નવલકથા, અને મહારાષ્ટ્રમાંથી.
{{ps |લતાઃ | (રંજનની વાત સૂર પુરાવતાં, રંજન જોડે જ બોલે) નાટકો.
{{ps |ગીતાઃ | એ બધી અહીં કોને ખબર? સારું, હવે એ કહે કે આ નાટક સારું છે કે પછી બંડલ!
{{ps |રંજનઃ | ના ના; સારું છે, સામાજિક છે અને એમાં ચાર તો સ્ત્રીપાત્રો છે. અને એ નાટક લીના પાસે જ છે. લીના, તારું નાટક આપ તો. હેં? લીના ક્યાં ગઈ?
{{ps |લતાઃ | હેં! લીના ક્યાં ગઈ? હમણાં તો અહીં હતી. ક્યાં ગઈ? (શોધે છે.)
{{ps |રંજનઃ | (શોધે છે.) અંદર પણ નથી. વિંગમાં પણ નથી. ક્યાં ગઈ? લીના…
{{ps |લતાઃ | એ લીના…
{{ps |રંજનઃ | લીના, એ લીના! ક્યાં જતી રહી? લીના!
{{ps |લીનાઃ | (જે નાટક શરૂ થતાં પહેલાં પ્રેક્ષકગૃહમાં બેસી ગઈ છે તે પ્રેક્ષકગૃહમાંથી) શું છે?
{{ps |રંજનઃ | ક્યાંથી બોલી? ક્યાં છે?
{{ps |લીનાઃ | (ઊભી થઈ) શું છે?
{{ps |રંજનઃ | ઓત્તારી! તું તો ખરી છે! તું તો કંઈ ઑડિટોરિયમમાં બેસી ગઈ છે ને?
{{ps |લીનાઃ | ગીતાએ કહ્યું કે આ નાટક નહિ થાય એટલે હું ઑડિયોરિયમમાં આવીને બેસી ગઈ.
{{ps |રંજનઃ | ચાલ હવે, અહીં આવ.
{{ps |લીનાઃ | તમને હું ક્યારની જોઉં છું. તમે લોકો અહીંથી એવા ફની લાગો છો કે મને તો ખૂબ હસવું આવે છે.
{{ps |રંજનઃ | ચાલ, હવે ખોટી મશ્કરી ના કર!
{{ps |લીનાઃ | મશ્કરી નથી કરતી. પૂછી જો. (પ્રેક્ષકોને ગમે તેને પૂછે) કેમ? આ લોકો ફની લાગે છે ને હેં ને ભાઈ? કેમ બહેન?
{{ps |રંજનઃ | તું યે ભેજું છે. સ્ક્રિપ્ટ તારી પાસે છે ને? ચાલ, અહીં ઉપર આવ!
{{ps |લતાઃ | ચાલ એય હસવાવાળી, ઉપર આવ!
{{ps |ગીતાઃ | એઈ ડહાપણ, અહીં આવ, ચાલ.
{{ps |લીનાઃ | તમે લોકો આમ બોલશો તો હું ઉપર નહિ આવું.
{{ps |રંજનઃ | પગે લાગું લીના, તું ટાઇમ ન બગાડ. ઉપર આવ ને.
{{ps |લીનાઃ | આવું… (સ્ટેજ તરફ જાય. સ્ટેજ નાનું હોય તો સીડી ચડીને જ જાય, ઊંચું હોય તો ફરીને જાય. સ્ટેજ પાસે આવે ત્યાં–)
{{ps |રંજનઃ | સ્ક્રિપ્ટ આપ તો?
{{ps |લીનાઃ | આપું, લે. (લીના પ્રેક્ષકગૃહમાં ઊભી રહી રંજનને સ્ક્રિપ્ટ આપે.)
{{ps |રંજનઃ | અને પેલું પર્સ પણ લેતી આવજે. દોસ્ત! ભૂલથી ફેંકાઈ ગયું છે. થૅન્ક્સ…
(લીના પર્સ લઈ સ્ટેજ તરફ)
{{ps |રંજનઃ | હાં ગીતા, જો આ રહ્યું એ નાટક.
{{ps |ગીતાઃ | શું નામ છે નાટકનું?
{{ps |લતાઃ | સર આઈઝેક ન્યૂટન નથી કહી ગયા કે ‘વૉટ ઇઝ ધેર, ઇન આ નેઇમ?’
{{ps |ગીતાઃ | સર આઈઝેક ન્યૂટન નહિ, પણ શેક્સપીઅર કહી ગયો છે.
{{ps |લતાઃ | હવે રહેવા દે ને. જ્યાં નામનો જ કંઈ અર્થ નથી એ વાક્ય છે ત્યાં ન્યૂટન હોય, શેક્સપીઅર હોય કે સંત તુલસીદાસ હોય; શો ફેર પડે છે?
{{ps |ગીતાઃ | તો શું આ નામ વગરનું નાટક છે?
{{ps |રંજનઃ | ના રે, નાટકનું નામ છે, ‘ગામની પંચાત’.
{{ps |ગીતાઃ | ગામડાની પંચાયત રચવા માટેનું આ નાટક છે?
{{ps |રંજનઃ | ગામની પંચાત એટલે ગામડાની પંચાયત એવું તને કઈ સ્કૂલમાં શિખવાડ્યું છે? ગીતા, આ તો ‘કાજી દુબલે ક્યૂં તો કે સારે શહેર કી ફિકર…’
{{ps |ગીતાઃ | ઓહ! હું તો સમજી કે પાછી કંઈ પંચવર્ષીય યોજના કે રિલીફ ફંડ કે રૂરલ ડેવલપમેન્ટના ફાળાબાળાની વાત આવી.
{{ps |લીનાઃ | (જે અત્યાર સુધીમાં સ્ટેજ ઉપર પહોંચી ગઈ છે અને ગીતાની પાછળ ઊભી ઊભી સાંભળે છે) કેમ, તને એવાં નાટકો ગમે છે?
{{ps |રંજનઃ | ધાર કે ગમતાં હોય, તો શું છે?
{{ps |લીનાઃ | તો હું એવું નાટક લખાવી લાવું.
{{ps |ગીતાઃ | પણ લીના, આપણે તો કૉમેડી જોઈએ.
{{ps |લીનાઃ | તો તો ગીતા, તને ખબર નથી કે મને જે નાટકો લખી આપે છે ને, તેને શો અનુભવ થયો છે?
{{ps |લતાઃ | શો થયો છે?
{{ps |લીનાઃ | એ શ્રીમાન એક વખત દાન ઉઘરાવવા નીકળ્યા અને પહોંચ્યા એક શહેરના શ્રીમાનને મળવા!
{{ps |લતાઃ | પછી?
{{ps |લીનાઃ | પછી એમણે પેલાને કહ્યું કે ભૂમિદાન માટે આવ્યો છું તો કંઈ આપો. તો પેલાએ કહ્યું કે ભૂમિ તો છે નહિ, નહિ તો શહેરમાં શું કરવા આવત!
{{ps |લતાઃ | હવે એ તો છે જ ને! શહેરમાં ભૂમિદાન ક્યાં મળે?
{{ps |લીનાઃ | પણ પેલો કહે કે દાન વિના હું જઈશ નહિ. બુદ્ધિદાન આપો, પેલાએ પેલાને કહ્યું કે બુદ્ધિ નથી, નહિ તો ગરીબ ના રહેત, યુદ્ધમાં પૈસા ના બનાવત. પછી પેલાએ પેલાને કહ્યું દાન આપો નહિ તે કેમ બને? તો પેલાએ પેલાને પૂછ્યું કે –
{{ps |લતાઃ | શું પૂછ્યું?
{{ps |લીનાઃ | પેલાએ પેલાને પૂછ્યું કે ભાઈ, તમે ક્યાંના છો? તો પેલાએ કહ્યું કે અમદાવાદના. પેલાએ પૂછ્યું કે કઈ નાતના? તો પેલાએ કહ્યું કે બ્રાહ્મણ. પેલાએ પૂછ્યું કે ક્યાં સુધી ભણેલા છો? તો પેલાએ કહ્યું કે એમ.એ. છું. પછી પેલાએ પૂછ્યું કે ઉંમર શી? તો પેલાએ કહ્યું કે ૨૬ વર્ષ…
{{ps |રંજનઃ | પણ લીના, આ વાતને અને પેલી વાતને શો સંબંધ?
{{ps |લીનાઃ | તું સાંભળ તો ખરી. આ સાંભળીને પેલાએ કહ્યું કે ભાઈ, અમે પણ અમદાવાદના બ્રાહ્મણ છીએ અને મારી ૨૨ વર્ષની દીકરી છે જે બી.એ. છે. તો કહેતા હો તો ભૂમિદાનને બદલે કન્યાદાન આપું! તમને અને મને બંનેને રાહત થશે.
{{ps |ગીતાઃ | ઓહ, તો તો શ્રીમાન પરણી ગયા એમ જ ને?
{{ps |લીનાઃ | ના રે, એમણે તો ના પાડી.
{{ps |લતાઃ | તો પછી ખાલી હાથે પાછા આવ્યા એમ જ ને?
{{ps |લીનાઃ | ના રે, લેવા ગયા હતા ભૂમિદાન અને મળ્યું ગાલીપ્રદાન.
(બધાં હસે)
{{ps |લતાઃ | આ વિષય પણ ખોટો નથી.
{{ps |ગીતાઃ | તદ્દન ખોટો છે. આમાં તો બંને પુરુષપાત્રો જ છે અને થીમને ડેવેલપ કરવાનો સ્કોપ જ નથી.
{{ps |રંજનઃ | હવેનાં નાટકમાં થીમ જોઈએ, અભિનય જોઈએ એ બધું તો ભૂલી જાઓ. અર્વાચીન રંગભૂમિમાં તો માત્ર લાગવગ જોઈએ કાર્યક્રમમાં ભાગ લેનારને, અને કૉમ્પ્લિમેન્ટરી પાસ જોઈએ પ્રેક્ષકોને. બસ, પછી રંગભૂમિ દોડી જ સમજો.
{{ps |ગીતાઃ | બીજા શું કરે છે, તે આપણે નથી જોવાનું; આપણે તો આપણું ધોરણ સાચવવાનું છે.
{{ps |રંજનઃ | આ તારી ધોરણ સાચવવાની નીતિને લીધે જ તું ત્રણ વર્ષથી ઇન્ટર આર્ટ્સના ધોરણમાં રહી ગઈ છે.
{{ps |ગીતાઃ | જો રંજન, આપણને આવી પર્સનલ જોક જરા પણ પસંદ નથી. જો તું નાટક કરવા માંગતી જ હોય તો ‘ગામની પંચાત’ની જ વાત કરે ને?
{{ps |રંજનઃ | ઓકે.! જો ગીતા, આમાં ચાર સ્ત્રીપાત્રો છે. એક છે વઢકણી ડોશીનું, બીજું છે પોતાને ગંભીર માનતી પ્રૌઢાનું, ત્રીજું છે સમાજમાં કાર્યકર્તા બનીને ફરતી સ્ત્રીનું અને ચોથું છે એક અર્વાચીન યુવતીનું.
{{ps |ગીતાઃ | હવે આ પાત્રોની વહેંચણી કેમ કરીશું?
{{ps |રંજનઃ | વારાફરતી રીડિંગ કરીશું. જેને જે સ્યૂટ થશે તે કૅરેક્ટર આપીશું. પહેલાં ડોશીનું પાત્ર લઈએ. ચાલ લીના, તું સ્ક્રિપ્ટમાંથી ડોશીનો ડાયલૉગ વાંચ તો.
{{ps |લીનાઃ | (બેઠી છે. તે સ્ક્રિપ્ટમાંથી શોધીને પસંદ કરી વાંચવા માંડે છે. પરીક્ષાના સમયે મોટેથી ગોખનાર કેટલું યાદ છે તે જોવા જે ઝડપે વાંચે તે, કે આંક બોલતા બાળકની ઝડપે સડસડાટ વાંચે.) ના, તે એવું ના ચાલે. તમારે તમારાં છૈયાંને અમારે ત્યાં જમવા મોકલવાં જ પડે. આ અમારે ને નાથુભાઈને આમ, બીજી બાજુ તમારે ને દાસભાઈને આમ; પણ બોન, પાછું નાથુભાઈ અને દાસભાઈને ઘર જેવું હોં. ઓલા જીવણલાલના રમણના લગન ટાણે ચોરી-કંસારમાં ચંપકલાલે શાલનો ઝઘડો કર્યો ત્યારે નાથુભાઈએ દાસભાઈને સંગાથે રાખીને સમાધાન કરાવેલું. અલી બોન, નાત-જાતના ઝઘડામાં અમારે શું? ના ના, તમારે ત્યાં એવો તો કેવો મેહુલિયો વરસી ગયો છે તે અલી બોન ના પાડો છો?
{{ps |રંજનઃ | બસ, બસ. તું તો પરીક્ષા માટે છેલ્લે દિવસે વાંચતી હોય તેમ કડકડાટ વાંચે છે. મોંપાઠ જેવું લાગે છે. હાં લતા, હવે, તું આગળ વાંચ તો. (લીનાના હાથમાંથી સ્ક્રિપ્ટ લઈ લતાને આપે છે. લીના મોં બગાડે છે.)
{{ps |લતાઃ | (સોમવારના વ્રતની કથા કોઈ ડોશી ધીમે ધીમે કહે તેવી શૈલી અને રિધમથી) ના તો પડાય નહિ, પાડો તો મનાય નહિ, મનાય તો સમજાય નહિ. અને સમજાય તો સમજાવાય નહિ. પ્રસંગો તો રોજ આવે ને જાય, આજે અમારે ત્યાં છે, કાલે તમારે ત્યાં હોય. છોકરાં તો જમવા મોકલવાં જ પડે. મોકલો તો ય મોકલો અને ના મોકલો તો ય મોકલો. પણ ગમે તે કરો. પણ બસ મોકલો જ મોકલો.
{{ps |રંજનઃ | બસ ગોરાણીમા, બસ! લતા, આ સોમવારના વ્રતની કથા કહેનારી ડોશીનું પાત્ર નથી કે તું આમ બોલે છે. ચાલ ગીતા, તું વાંચ તો, (લતા પાસેથી સ્ક્રિપ્ટ લઈ લે છે, ગીતાને આપે છે. લતાના મુખ ઉપર રંજનને પોતાનું વાંચન ન ગમ્યું તે માટેની દિલગીરીના ભાવ.)
{{ps |ગીતાઃ | (સીધું જ, ભાવ, આરોહ અવરોહ વગર સરળ રીતે નરમ રીતે બોલે) બીજાના પ્રસંગો સાચવવા તેનું નામ જ સંબંધ. પછી સામો પક્ષ પીગળીને છોકરાંને મોકલવાની તૈયારી કરે તે જોતાં ડોશી પાસું બદલે. સારું ત્યારે ના મોકલશો. તમારે ત્યાં પણ ટાણા આવશે ને, એ પ્રસંગ આવશે ને, ના ના, જમણવાર આવશે ને ત્યારે અમે પણ નહિ મોકલીએ હા…
{{ps |રંજનઃ | ગીતા, આ સ્ટેજ-પ્લે છે, રેડિયો ઉપર ટૉક નથી આપવાની, સમજી? તમે કોઈ જ આ પાત્રને સમજ્યાં નથી. જુઓ હું હવે બોલવાની સાચી પદ્ધતિ બતાવું.
(સ્ક્રિપ્ટ લઈને જમીન ઉપર બેસે, માથે ઓઢે, લાજનો ભાગ આગળ કપાળ સુધી આવી જાય ને વિધવા ડોશીઓ ગોઠવે છે તેમ ખેંચીને બરાબર ગોઠવે અને સ્ક્રિપ્ટ બાજુમાં ખુલ્લી મૂકી અભિનય કરતી જાય, જોતી જાય અને ડોશીની પેઠે બોલતી જાય.)
(છીંકણીનો સડાકો લેતાં) ના તે બા! એવું નો ચાલે. તમારા છૈયાને, અમારે ત્યાં જમ્બા મોકલવાં જ પડે, આ તમારે અને નાથુભાઈને આમ, (‘આમ’ કહે ત્યારે દુશ્મનાવટ બતાવતા બે હાથની આંગળીઓ ક્રૉસ કરે) અને બીજી બાજુ અમારે ને દાસભાઈને આમ (દુશ્મનાવટ બતાવે, ફરી) પણ બોન! નાથુભાઈ અને દાસભાઈને પાછું ઘર જેવું, હોં! ઓલા જીવણલાલના રમણના લગન ટાણે ચોરી-કંસારમાં ચંપકલાલે શાલનો ઝઘડો ન્હોતો કર્યો? તૈંયાં નાથુભાઈએ વચ્ચે પડી…ને, દાસભાઈને હંગાથે રાખી..ને સમાધાન કરાયું’તું. અને અલી બોન, હાચું કે’જો, ના ના, નાતજાતના ઝઘડામાં અમ્મારે શું? ના ના, તમારે ત્યાં એવો તે કેવો મેહુલિયો વરસી ગયો છે, તે અલી બોન, ના પાડો છો? (ફરી છીંકણીનો ચપટો ભરીને એક સડાકો મારતાં) ના તો પડાય જ નહિ, (બીજો મારી) અને પાડો તો મનાય નહિ. (ત્રીજો મારતાં) અને ધારો કે મનાય તો હમજાય નહિ. (છીંકણીવાળી આંગળી હોય તેને સાલ્લે લૂછે; તેમ કરતાં) અને ધારો ને કે હમજાય, તો હમજાવાય તો નહિ જ. પ્રસંગો તો રોજ આવે ને જાય. આજ અમારે ત્યાં છે, કાલે તમારે ત્યાં હોય. છૈયાંને તો જમ્બા મોકલવાં જ પડે. (અહીં અભિનય બંધ કરી બીજાંને સમજાવતાં બોલે) અને સામો પક્ષ પીગળીને છોકરાંને મોકલવાની તૈયારી કરે તે જોતાં ડોશી પાસું બદલે. (અહીંથી પાછો અભિનય. લાંબા લાંબા હાથ કરીને, હાથના ટેકે ઊભી થઈ, જતી રહેતાં) હારું, તંઈયાં ના મોકલશો. તમારે તઈયાંયે ટાણાં આવશે ને? એં, પ્રસંગો આવશે ને? ના ના, તમારે તઈયાંયે જમણપ્રસંગો આવશે ને? તઈયાં અમે પણ નહિ મોકલીએ, હા આ…
{{ps |ગીતાઃ | અચ્છા, તો કૌંસમાં લખ્યું છે તે નથી બોલવાનું?
{{ps |રંજનઃ | જી ના.
{{ps |ગીતાઃ | ના રે; તેં જેવો અભિનય કર્યો તેવો આપણને નહિ ફાવે; માટે ડોશી તો તું જ બનજે.
{{ps |રંજનઃ | સારું. હવે પ્રૌઢાનું પાત્ર, બોલ તો લીના, ચાલ. (બાજુની ખુરશી ઉપર બેસીને વાંચવા લીનાને બોલાવે. લીના ઉત્સાહથી આવવા જાય ત્યાં) ના ના, લીના, તું રહેવા દે. ચાલ લતા, આવ. તું મારી અન્ડર સ્ટડી છે. એટલે પ્રૌઢાનું પાત્ર તો તું જ સારું કરી શકીશ.
{{ps |ગીતાઃ | (લીના નિરાશ થઈ પાછી બેસે, લતા ખુરશી ઉપર ગોઠવાય ત્યાં સુધીમાં) અન્ડર સ્ટડી! ઓત્તારી! તું તો જાણે કોઈ વિખ્યાત અભિનેત્રી!
{{ps |રંજનઃ | જો ગીતા, તું આ લાઇનમાં નવી છે. અહીં દરેક વ્યક્તિ એમ જ માને છે કે તે ન હોય તો ગુજરાતની રંગભૂમિ સોનાપુર, દૂધેશ્વર કે અશ્વિનીકુમાર ભેગી થઈ જ ના શકે. અહીં નાટકની દુનિયામાં વાસ્તવિક દુનિયા જેવા મહામંડળેશ્વરો, સંતો ને ભક્તો છે અને તેમના ભગતો પણ છે. અને આ ભક્તો અને ભગતોના વાડા પણ હોય છે. એ પ્રમાણે હું એક ભક્ત છું અને લતા મારી ભક્ત છે. ચાલ લતા, વાંચ તો.
{{ps |લતાઃ | (બરાબર પ્રૌઢાની પેઠે વાંચે. તેની પાછળ ઊભી રહી રંજન તે જ સંવાદોનો અભિનય કરે જાણે ડાયરેક્ટ કરતી હોય તેમ મૂડમાં આવીને) ચંપાબહેન, હું તમને શું કહું? મેં તો છોકરાંઓને કહ્યું કે ખાઓ સોનાનું, પણ નોકર જોડે છૂટ નહીં. આજે એક આનો છે, કાલ લાખ રૂપિયા હોય. નોકર એ ઉપાડે જ કેમ? મને ઘણી વાર થાય છે કે સાલાને છૂટો કરી દઉં, પણ પછી જીવ બળે છે કે મૂઓ છો રહ્યો ત્યારે. એનોય બાપડાનો મનખો છે ને! અને સાચી વાત કહું! ચંપાબહેન, મારો સ્વભાવ જરા દયાળુ ખરો. હું તો સવારથી સાંજ સુધી કામમાંથી ઊંચી જ ના આવું. ને મૂઆં છોકરાં તોફાન કરીકરીને નોકરને પજવે. અરે બહેન, આજકાલનાં છાકરાંઓની તે કંઈ આશા છે! આ અમારી રૂપા ખાસ્સી ચૌદ વર્ષની થઈ, પણ બહેન, નથી રાંધતાં આવડતું, નથી આવડતાં વાસણ-કપડાં! (નિસાસો નાંખીને) એને હું ક્યાં ઠેકાણે પાડીશ?
{{ps |ગીતાઃ | સોનાપુર કે દૂધેશ્વર મોકલી આપ.
રંજનાઃ ગીતા, જોક નહિ. (બધાં સાંભળે તેમ લતાને) ફાઇન! ફાઇન! (ધીમેથી કાનમાં) થોડી ભૂલો છે. એ તો હું દિગ્દર્શન કરીશ ત્યારે સુધારી લઈશ. (મોટેથી) હાં લીના. સમાજમાં કાર્યકર્તા બનીને ફરતી સ્ત્રીનું પાત્ર વાંચ.
{{ps |લીનાઃ | મને તો મોઢે છે! (ઊભી થઈને અભિયન સાથે) રામા! જલદી ચા મૂક; અને નાહવાનું પાણી કાઢ. કેટલી વાર! અને હા, જો, ‘સ્ત્રીઓ હંમેશાં વહેલી ઊઠે છે’ એ વિષય ઉપર નવ વાગ્યે તો મારે ભાષણ કરવા જવાનું છે અને સાડા આઠ તો થયા. તમારા લોકોનું તો કંઈ ઠેકાણું જ નથી… શું? શું? ફરીથી બોલ તો ખરો!… મોડી ઊઠું છું… હું કાંઈ તમારા જેવી નવરી નથી… મારે તો બહુ કામ રહે છે. અરે…અરે… પણ તમે ક્યાં નાહવા જાઓ છો? હું જાઉં છું… રામા, પાણી મૂક. ચાને કેટલી વાર?
{{ps |રંજનઃ | ચાલશે, જોકે સુધારવું તો પડશે જ. બસ. ગીતા, તું અર્વાચીન યુવતીનું વાંચ એટલે આપણે શરૂ કરીએ.
{{ps |ગીતાઃ | અર્વાચીન યુવતીનું પાત્ર છે ને? હું અર્વાચીન યુવતી તો છું જ એટલે હું કરી લઈશ. તું ચિંતા ના કર.
{{ps |રંજનઃ | અરે. ડિક્શન તો થવું જોઈએ ને?
{{ps |ગીતાઃ | જો; તું તો ડાયરેક્ટર છે; તો અભિનય જો. સંવાદને અને તારે શું લાગેવળગે?
{{ps |રંજનઃ | શા માટે નહિ? લેખકનું દિગ્દર્શક કેવું ઇન્ટરપ્રિટેશન કરે છે તેમાં જ તેની મહત્તા અંકાય છે.
{{ps |લતાઃ | હા વળી, ડાયરેક્ટરે તો બધું જ જોવાનું.
{{ps |ગીતાઃ | અચ્છા! ભક્તે ભગવાનની ચરણરજ પાછી લીધી?
{{ps |લતાઃ | બસ, હવે કકળાટ નહિ જોઈએ.
{{ps |રંજનઃ | ગીતા, તું સમજ તો ખરી; એક વાક્યનું ઇન્ટરપ્રિટેશન તો કરવા દે. ધાર કે એક વાક્ય છે કે ‘બસ, બસ, હવે બહુ થયું.’
{{ps |ગીતાઃ | તે એમાં શું છે? લેને હું જ બોલી બતાવું. ગુજરાતીમાં: બસ, બસ, હવે બહુ થયું; મરાઠીમાં: બસ કરા! આતા પુરે. હિંદીમાં: બસ. બહુત હુઆ. અંગ્રેજીમાં: ઓહ્, ઓહ્, ધેટ્સ ઇનફ!
{{ps |રંજનઃ | બસ, બસ, બસ! જ્યારે તું ટ્રાન્સ્લેશન અને ઇન્ટરપ્રિટેશનનો ફેર નથી સમજતી ત્યારે ઇન્ટરમાં કયા જન્મારે પાસ થવાની છે?
{{ps |ગીતાઃ | તો પછી તારે જોઈએ છે શું?
{{ps |રંજનઃ | જો આ, વાક્ય. ‘બસ બસ, હવે બહુ થયું.’ કેટલી રીતે બોલી શકાય તેમ છે તે બતાવું: (ખિજાઈને) બસ, બસ હવે બહુ થયું. (પત્ની પતિથી રિસાઈ હોય ત્યારે બોલે તેમ બસ, બસ, હવે બહુ થયું. (પતિ પત્નીને મનાવતો હોય ત્યારે બોલે તેમ) બસ, બસ, હવે બહુ થયું. (કોઈ સખત હસાવતું હોય અને વધારે હસી શકાય તેમ ન હોય ત્યારે તેને વધુ ન બોલવાનું કહીએ તેમ) બસ… બસ; હવે બહુ થયું. (એકદમ રડતાં રડતાં) બસ, બસ, હવે બહુ થયું…
{{ps |ગીતાઃ | ઓહ, હવે સમજી.
{{ps |રંજનઃ | તો લે, હવે વાંચ…
{{ps |ગીતાઃ | ના, તું પ્રોમ્પ્ટ કર. હું તે રિપીટ કરીશ.
{{ps |રંજનઃ | ઓકે. તું બોલ.
{{ps |ગીતાઃ | તું બોલ, પછી હું શરૂ કરું. (ગીતા આગળના ભાગમાં છે. રંજન ખુરશીની પાછળ ઊભી રહી. ખુરશી પર હાથ રાખી હાથમાં સ્ક્રિપ્ટ રાખી બોલે છે, ગીતા એને જોતી નથી.)
{{ps |રંજનઃ | ખિજાઈને “મમ્મી, તમને કહેવું પડે છે પણ તમે સમજતાં નથી.”
{{ps |ગીતાઃ | ખિજાઈને મમ્મી, તમને કહેવું પડે પણ તમે સમજતાં નથી.
{{ps |રંજનઃ | “મમ્મી, તમે ધારો છે તેવું કઈ નથી. એ મારા ફ્રૅન્ડ છે.” જરા મલકાઈને આગળ જઈને બોલ.
{{ps |ગીતાઃ | મમ્મી તમે ધારો છો તેવું કંઈ નથી. એ મારા ફ્રૅન્ડ છે. જરા મલકાઈને આગળ જઈને બોલ.
{{ps |રંજનઃ | “અમે કૉલેજમાં સાથે ભણીએ છીએ.” એને તું આ શું બફાટ કરે છે?
{{ps |રંજનઃ | (સ્ક્રિપ્ટમાં જરા પણ જોયા વિના ગીતાને ધમકાવતાં) તારાથી તો તોબા! તું તો સંવાદોની જોડે સૂચનો પણ બોલે છે!
{{ps |ગીતાઃ | તારાથી તો તોબા. સંવાદોની જોડે સૂચનો પણ બોલે છે?
{{ps |રંજનઃ | તને તે મારે શું કહેવું?
{{ps |ગીતાઃ | તને તે મારે શું કહેવું?
{{ps |રંજનઃ | અરે ગીતા, હું તને કહું છું.
{{ps |ગીતાઃ | અરે ગીતા હું તને – (પહેલી જ વાર રંજન તરફ ફરીને) અચ્છા, તો આમાં મારી મમ્મી બનનારનું નામ પણ ગીતા છે?
{{ps |રંજનઃ | ના, હવે ના. હું તને સંવાદોની સાથે સૂચના આપું છું તે શાની બોલે છે?
{{ps |ગીતાઃ | તે તું તો પ્રોમ્પ્ટ કરે છે કે મશ્કરી? પ્રૉમ્પ્ટર થઈને સૂચના શાની આપે છે? હાં, બાકી અભિનય બરાબર છે ને?
{{ps |રંજનઃ | ના, બરાબર નથી. જો હું બતાવું. લતા, તું પ્રોમ્પ્ટ કર.
{{ps |ગીતાઃ | જો લતા, તું જાન જાય તો યે સંવાદ સિવાય કશું બોલતી નહિ.
{{ps |લતાઃ | ઓકે. (સ્ક્રિપ્ટ લે છે. પાછળના ભાગમાં તે છે, આગળ રંજન છે.) હાં રંજન શરૂ કર. “મમ્મી, તમે ધારો છો તેવું કંઈ નથી.”
{{ps |રંજનઃ | (અભિનય સાથે) મમ્મી, તમે ધારો છો તેવું કંઈ નથી.
{{ps |લતાઃ | એ મારા ફ્રૅન્ડ છે.
{{ps |રંજનઃ | એ મારા ફ્રૅન્ડ છે. અમે કૉલેજમાં સાથે ભણીએ છીએ.
{{ps |લતાઃ | (એક પગ આગળ મૂકે ત્યાં ચંપલની ખીલી વાગે અને તે અટકી જાય અને નીચી વળે. ચંપલમાં એક હાથ, બીજો હાથ જેમાં સ્ક્રિપ્ટ છે તે કેડ પાછળ જાય.) એક દિવસ હું તેમના આવવાની.
{{ps |રંજનઃ | એક દિવસ હું તેમના આવવાની.
{{ps |લતાઃ | આવવાની–
{{ps |રંજનઃ | આવવાની.
{{ps |લતાઃ | આવવાની–
{{ps |રંજનઃ | આવવાની.
{{ps |લતાઃ | આવવાની–
{{ps |રંજનઃ | આવવાની.
{{ps |ગીતાઃ | લતા, આગળ બોલ ને?
{{ps |લતાઃ | પણ પગમાં ખીલી વાગે છે.
{{ps |રંજનઃ | તો કહેતાં શું જોર આવે છે?
{{ps |લતાઃ | ગીતાએ ના કહી હતી કે જાન જાય તો ય સંવાદ સિવાય બીજું કંઈ બોલતી નહિ.
{{ps |ગીતાઃ | રંજન, આ એક દુઃખ છે. પ્રૉમ્પ્ટરને આવું કંઈ થાય ને આર્ટિસ્ટ ડાયલૉગ ભૂલી જાય ને એની એ લાઇન રિપીટ કરે તો, મરી જઈએ…
{{ps |રંજનઃ | નાટકમાં કોઈ મરતું નથી. આવું થાય તો–
{{ps |લીનાઃ | રેડિયો-સ્ટેશન જેવું જ ના કરીએ?
{{ps |રંજનઃ | એ શું?
{{ps |લીનાઃ | કોઈ કૅરેક્ટર આવું કરે એટલે બીજો તેને વિંગમાં કાઢી મૂકે અને ઑડિયન્સને કહે કે ‘માફ કીજીયેગા, યહ આર્ટિસ્ટ જરા ખરાબ થા, સો આપ પૂરા ન સુન સકે…’
{{ps |ગીતાઃ | લીના, તું પૈસા ખર્ચી ખર્ચીને બી લેખકોની સાથે રહીને ઇન્ટેલિજન્ટ થતી જાય છે.
{{ps |લીનાઃ | હવે આપણે વખત ના બગાડીએ તો સારું; બહુ મોડું થશે નહિ તો.
{{ps |રંજનઃ | હા, આપણે શરૂ કરીએ. કેમ ગીતા?
{{ps |ગીતાઃ | મને વાંધો નથી; બાકી મેં ઘણી જગ્યાએ જોયું છે કે નાટકનાં રિહર્સલો તો થાય છે, પણ નાટક જ નથી થતું.
{{ps |રંજનઃ | આપણે ત્યાં એવું નહીં થાય. કેમ, લતા?
{{ps |લતાઃ | હા વળી. પહેલા જ પગલે નિરાશા આપણને શોભતી નથી.
{{ps |રંજનઃ | ચાલ લતા, તું સ્ક્રિપ્ટ લે. (ગીતા ખૂણાની ખુરશી પર છે; વચ્ચેના ભાગમાં લતા બેઠી છે. ડાબી બાજુ નીચે ખૂણામાં રંજન બેસે છે – ડોશી તરીકે. સૂપડાથી કંઈ ઝાટકતાં હોવાનો અભિનય કરે છે.)
{{ps |લતાઃ | ચાલો, શરૂઆતમાં ડોશીને મળવા કાર્યકર્તા સ્ત્રી આવે છે તે લો.
{{ps |લીનાઃ | મારા સંવાદ તો મને મોઢે છે.
{{ps |રંજનઃ | અને હું તો અનુભવી છું. થોડી સ્ક્રિપ્ટ પણ વાંચી છે.
{{ps |ગીતાઃ | તો પછી શરૂ કરો ને?
{{ps |લીનાઃ | (અંદરના ભાગમાંથી આવતાં) નમસ્તે માજી, આવું કે?
{{ps |રંજનઃ | કોણ છે’લી?
{{ps |લીનાઃ | માજી, હું કાન્તા! (ખુરશી પર બેસે.)
{{ps |રંજનઃ | (ઊભી થઈ ડોશીને પેઠે પાસેથી જોતાં) હેં. શાંતિલાલના છૈયાની છોડીને ’લી!
{{ps |લીનાઃ | હા માજી.
{{ps |રંજનઃ | મેર મૂઈ! તું તો મોટી હેડંબા જેવી થઈ ગઈને ઓળખાતી યે નથી. કેમ, ઘેર બધાં મઝામાં ને?
{{ps |લીનાઃ | હા માજી.
{{ps |રંજનઃ | માજી માજી શું કરે છે? મારું નામ નથી જાણતી.
{{ps |લીનાઃ | ના માજી, આપણે મળ્યાં હોઈએ તેવું મને યાદ નથી. આઈ ડૉન્ટ રિમેમ્બર.
{{ps |રંજનઃ | આવું બોલે છે તે જરાયે શોભતી નથી. શાંતિકાકા અને મારા બાપાને ઘર જેવો સંબંધ! અમે ધંધુકામાં પાસે પાસે રહીએ, આ તારી માને એમણે અમદાવાદ પયણાવી તેદુની તે બધીયું શેરની થઈયું. તું પયણી છો’લી છોડી?
{{ps |લીનાઃ | માજી, તમે કેવા વિચિત્ર સવાલો પૂછો છો?
{{ps |રંજનઃ | લે ત્યારે, તેં મને ઓળખી નહિ. હું તો તારી ગંગા માશી!
{{ps |લીનાઃ | ખાસ કંઈ યાદ આવતું નથી.
{{ps |રંજનઃ | તો તું મને ઓળખતી નથી, તો કોનું બોડાવા અહીં ટળી છો!
{{ps |લીનાઃ | મારે શાન્તાબહેનનું કામ હતું.
{{ps |રંજનઃ | એમ કહેને તઈયાં! તારે શાંતા વહુનું કામ છે. વહુ ઓ વહુ! અરે ઓ શાંતાવહુ!
{{ps |લીનાઃ | માજી!
{{ps |રંજનઃ | ગંગામાશી કહે, ગંગામાશી! અરે શાંતાવહુ ઓ બહાર આવો તો. શાંતિકાકાની છોડી ચંપાને અમદાવાદવાળા જયંતીલાલ જોડે નહોતી પયણાવી? હા…તે તેની ત્રીજી છોડી કાન્તા આવી છે… કેમ, એ ય, આગળ બોલને?
{{ps |લીનાઃ | હવે તો લતાએ બોલવાનું છે.
{{ps |લતાઃ | અરે હા. હું તો તમારું જોવામાં ને જોવામાં સ્ક્રિપ્ટ જોવાનું જ ભૂલી ગઈ.
{{ps |રંજનઃ | પણ અમે ક્યાં અહીં સ્ક્રિપ્ટમાંથી બોલીએ છીએ? તારે પણ અમારી પેઠે મગજમાંથી જ કાઢીને બોલવા માંડવાનું.
{{ps |ગીતાઃ | (ઊભી થઈને) હા, લતા! આ તો સરઘસ જેવું છે. ઘણા લોકોને ટેવ નથી હોતી કે ગમે તેનું સરઘસ જતું હોય તેમાં જોડાઈ જવાનું અને ફાવે તે બૂમો પાડવાની! (સરઘસમાં નારા બોલાવનારની જેમ) મુંબઈ કોણાચી? (સરઘસના માણસો બોલે તેમ, હાથ ઊંચા કરી કરીને સ્ટેજના આગળના ભાગમાં આવીને) અમારું છે! અમારું છે!
{{ps |લીનાઃ | ગીતા, નાટક જામે છે!
{{ps |ગીતાઃ | આટલામાં શું ખબર પડે? પણ હા, એક વાત છે. જો આ રીતે જ થીમ આગળ વધવાની હોય તો આ નાટક કોઈ મરી જાય તેના ઉઠમણા જેવું લાગે.
{{ps |રંજનઃ | જા જા, હવે.
{{ps |ગીતાઃ | જાય ક્યાં! સાચું કહું છું. ડોશી અને પ્રૌઢાનાં પાત્રોવાળું નાટક ઉઠમણા જેવું ના લાગે તો શું પ્રેમકથા લાગે?
{{ps |રંજનઃ | તો પછી કરવું શું?
{{ps |લીનાઃ | તમે ગભરાઓ છો કેમ? મારા નાટકમાં આગળ જતાં સરસ જમાવટ થાય છે. ચંપાની છોકરી નાસી જાય છે ત્યારે રડે છે એને લોકો હસે છે.
{{ps |ગીતાઃ | કોઈ રડે અને કઈ હસે તે કેવી રીતે બને?
{{ps |રંજનઃ | કેમ ના બને?
{{ps |ગીતાઃ | ના જ બને. તું રડે અને લોકો હસે તેથી તને હસવું આવે તો?
{{ps |રંજનઃ | ના, હાસ્ય અને રુદન એ નાટ્યશાસ્ત્રના એવા રસ હોય છે કે જે પાત્ર ધારે તેટલું પીરસી શકે.
{{ps |લીનાઃ | તારી આ વાત ખોટી છે. રડતાં રડતાં તરત હસવું અને હસતાં હસતાં તરત રડવું એ કેમ બને?
{{ps |રંજનઃ | જો. મેં અને લતાએ એક નાટક જોયું હતું. તેમાં હીરોઇન તેના પુત્રની વર્ષગાંઠ ઊજવે છે. અને હસતી હસતી કહે છે કે (અભિનય સાથે – સ્ટેજના આગળના ભાગમાં આખું સ્ટેજ કવર થાય તેમ) આજે મારા જેવું સુખી કોણ હશે? મારા બાળકની આજે વર્ષગાંઠ! કેટકેટલી આશા અને અરમાનોનું સાફલ્ય!
{{ps |લીનાઃ | પછી?
{{ps |લતાઃ | પછી કોઈ આવીને કહે છે કે બાળક મોટર નીચે આવીને કચડાઈ ગયું–
{{ps |રંજનઃ | (હાસ્ય ને એકદમ ગંભીરતામાં પલટી એકદમ આંખમાં આંસુ લાવી રડતાં) ઓ ઈશ્વર! તેં આ શું કર્યું ઓ વિધિ, તારી લીલા! પ્રભુ, તેં મને કયા પાપની આ સજા આપી! ઓ મારું બાળક રે… (ધ્રુસકે ધ્રુસકે રડે, બેસી જાય.)
{{ps |લીનાઃ | પછી?
{{ps |લતાઃ | પછી બાળકનો બાપ આવીને કહે કે આપણું બાળક તો નીચે રમે છે. આ તો બીજાનું બાળક કચડાઈ ગયું છે.
{{ps |રંજનઃ | (મોં ઊંચું કરે – આંખમાં આંસુ છે તે આનંદનાં આંસુ બને – રુદનનું સ્થાન મલકાટ લે) શું? મારું બાળક જીવે છે! મારાં પુણ્ય આજે ઊગી નીકળ્યાં! વાહ, ઈશ્વર વાહ! વાહ નિરાકાર! વાહ નિરંજન!
{{ps |ગીતાઃ | (તાળી પાડી) વાહ રંજન, વાહ!
{{ps |રંજનઃ | ગીતા, તો હવે આપણે આ નાટક કરીશું ને?
{{ps |લીનાઃ | હા, પછી માત્ર સ્ત્રીપાત્રોવાળું નાટક નહિ મળે.
{{ps |ગીતાઃ | બસ, મને એક જ બીક છે. આવા નટશૂન્ય નાટકમાં સ્ત્રીપ્રેક્ષકોની કંગાળ હાજરી રહેશે.
{{ps |રંજનઃ | તારું નામ ગીતા.. અને તું જ ગીતાના બેઝિક સિદ્ધાન્તને ભૂલી જાય કે, ‘કર્મેણ્યેવાધિકરસ્તે મા ફલેષુ કદાચન’ તે પણ બને?
{{ps |ગીતાઃ | તો પછી આપણે નાટક શાને માટે કરીએ છીએ?
{{ps |રંજનઃ | એ તો ખબર નથી. પણ નાટકો પ્રેક્ષકો માટે કે રંગભૂમિના ઉદ્ધાર માટે નથી થતાં. નાટક એ એક જ એવી કલા છે કે ‘આર્ટ ફૉર આર્ટસ સેઇક’ની જેમ નાટકને ખાતર જ નાટક થાય છે, અને નાટકો તો પ્રેસના પ્રતિનિધિઓ માટે થાય છે ને?
{{ps |ગીતાઃ | તારી વાત કંઈ સમજાઈ નહિ.
{{ps |રંજનઃ | જો ગીતા, છાપાંવાળા નાટક ઉપર લખવાનું બંધ કરે તો પ્રેક્ષકોને તો બાજુએ મૂક, કલાકારોની ખુદની હાજરી કંગાલ થઈ જાય.
{{ps |ગીતાઃ | મને લાગે છે કે હું જો તારી જોડે વધારે રહીશ તો મારું ભેજું ખસી જશે.
{{ps |રંજનઃ | અરે, પણ તને વાંધો શો છે?
{{ps |લતાઃ | રંજન, આ ગીતાને એક જ વાંધો છે કે પુરુષપાત્ર તો જોઈએ જ. પછી ભલે ને કોઈ ટપાલીનું હોય કે ઊંઘતા નોકરનું હોય.
{{ps |ગીતાઃ | આટલા બધા વખત પછી મારી વાત જો કોઈ સમજતું હોય તો તે લતા જ.
{{ps |લીનાઃ | એમ તો મારા નાટકમાં એક નોકરની કૅરેક્ટર આવે છે.
{{ps |રંજનઃ | હેં! એને સંવાદ બોલવાના છે?
{{ps |લીનાઃ | નાનો સરખો છે. કાન્તા તેના નોકરને કહે છે કે તારે આ ઘરમાં રહેવું હોય તો મારું કહ્યું કરવાનું. હું ઊઠું તે પહેલાં ઊઠવાનું. હું સૂઈ જાઉં પછી જ સૂવાનું. ચા બહુ પીવાની નહિ, બીડીનું તો નામ જ નહિ લેવાનું. ફિલ્મ હું કહું એ જોવાની. મને પૂછ્યા વગર બહાર નહિ જવાનું અને હું કહું તેની સાથે જ સંબંધ રાખવાનો.
{{ps |રંજનઃ | નોકરનો સંવાદ બોલ ને?
{{ps |લીનાઃ | તે એના પર તો આવું છું. આ બધું સાંભળી નોકર એક જ વાક્ય બોલે છે કે, ‘બહેન, આ હિસાબે તમારે નોકર નહિ, પણ વરની જરૂર છે.’
(બધાં હસે છે; હસી રહ્યા પછી ગંભીર થઈ જાય છે.)
{{ps |રંજનઃ | આ સંવાદ તો કટ કરવો પડશે કારણ કે આ કૅરેક્ટર નહિ મળે.
{{ps |લીનાઃ | વાહ, નાની નાની કૅરેક્ટરો તો જોઈશે જ.
{{ps |રંજનઃ | લીના, તું તો ખરી છે. આપણી પાસે પુરુષપાત્ર જ નથી, માટે તો તારું નાટક કરવું પડે છે.
{{ps |ગીતાઃ | તમે લોકો મને નથી માનતાં, પણ પુરુષપાત્ર વગર નાટક સંભવિત જ નથી.
{{ps |લીનાઃ | તમે લોકો વાતો જ કરશો કે પછી રિહર્સલ કરશો!
{{ps |ગીતાઃ | પણ તારું નાટક ન ભજવવું એ તો આપણે ક્યારનું નક્કી કર્યું છે.
{{ps |લીનાઃ | તમને ખબર છે, આ નાટક લખવા પાછળ મને કેટલી મહેનત પડી છે?
{{ps |રંજનઃ | મહેનત શબ્દ ખોટો છે, મહેનતાણું કહે.
{{ps |લીનાઃ | એમ માનો તો એમ. પણ આ નાટક પાછળ મારે ૩૦ રૂપિયાનો ખર્ચો થયો છે.
{{ps |રંજનઃ | તો તો તું મુંડાઈ જ ગઈ. એ લેખકે એમ ને એમ છપાવ્યું હોત તો તેને ૧૦ રૂપરડીથી વધુ ના મળત: અને ભજવાવ્યું હોત તો બહુ બહુ તો નાટક જોવાનો પાસ મળત.
{{ps |ગીતાઃ | હશે; સો વાતની એક વાત, કે પુરુષપાત્ર મળે નહિ ત્યાં સુધી આ નાટક નહિ થાય. (આગંતુક પ્રવેશે છે.)
{{ps |ગીતાઃ | રંજન, કોઈ આવ્યું.
{{ps |રંજનઃ | કોણ છે?
આગંતુકઃ હું છું.
{{ps |રંજનઃ | તમે કોણ છો?
આગંતુકઃ આમ ખિજાઓ છો કેમ?
{{ps |રંજનઃ | અમે આમ ડિસ્કસ કરતાં હોઈએ ત્યારે પૂછ્યાગાછ્યા વગર ઘૂસી આવતાં શરમાતાં નથી?
આગંતુકઃ તમે લોકો તો ખરાં છો! સમજતાં જ નથી. હું તો એમ કહેવા આવી હતી કે તમે કલાકથી સ્ટેજ પચાવી પાડ્યું છે.
{{ps |ગીતાઃ | પચાવી પાડ્યું છે, એમ?
{{ps |લતાઃ | જાઓ, જાઓ હવે. અમે ગમે તે કરીએ, તમારે શું?
{{ps |રંજનઃ | હા વળી, બધાને અર્ધો કલાક સ્ટેજ વાપરવાનો હક છે.
{{ps |લીનાઃ | પછી અમે નાટક કરીએ કે સિક્સ્ટીન એમ.એમ.ની ફિલ્મ બતાવીએ.
{{ps |ગીતાઃ | કે પછી મુશાયરો કરીએ! ના, ના, તમારે શું?
આગંતુકઃ તમે લોકો મને બોલવા દેશો?
{{ps |ગીતાઃ | તે તને બાંધી કોણે રાખી છે?
આગંતુકઃ તમે ધાર્યા કરતાં વધુ સમય લીધો છે. તમારા પછી અમે સ્ટેજ બુક કરાવ્યું છે. જો તમે સ્ટેજ ખાલી કરો તો અમે રિહર્સલ શરૂ કરીએ.
{{ps |રંજનઃ | ઓહ! સૉરી! જસ્ટ આ ફ્યુ મિનિટ્સ પ્લીઝ.
આગંતુકઃ જલદી કરો.
{{ps |રંજનઃ | માફ કરજો, તમને ઓળખ્યાં નહિ હોં.
આગંતુકઃ ઓકે. મેઇક ઇટ સ્નૅપી, સિસ્ટર્સ!
{{ps |રંજનઃ | અમે હમણાં જ પતાવીએ છીએ.
(આગંતુક જાય છે.)
{{ps |ગીતાઃ | કોણ હતી આ?
{{ps |રંજનઃ | હશે આપણા જેવી કોઈ.
{{ps |લતાઃ | લીના, તને શું થયું?
{{ps |લીનાઃ | થયું મારું કપાળ! મને નથી લાગતું કે તમે મારું નાટક કરો. મને તો હતું કે આ નાટકથી તો મને ખ્યાતિ મળશે.
ચાલ ગીતા, તો જાઉં છું. આપણો અહીં કંઈ પત્તો ખાય એમ નથી લાગતું.
{{ps |ગીતાઃ | ઊભી રહે, લીના. હું પણ આવું. આવા પુરુષપાત્ર વિનાના નાટકમાં આપણને રસ નથી. રંજન અને લતા કરશે જે કરવું હશે તે.
{{ps |લીનાઃ | (સ્ક્રિપ્ટ ફાડતાં) આ મારા ૩૦ રૂપિયા!
{{ps |ગીતાઃ | અરેરે, આટલામાં તો તું અઢી રૂપિયામાં બાર પિક્ચરો જોઈ શકી હોત. ચાલ લીના, આ લોકો એક પુરુષપાત્ર પણ મેળવી શકતાં નથી.
(હસતાં હસતાં જાય છે.)
{{ps |લતાઃ | તમે લોકો હસો છો, પણ બિચારી રંજનનું શું? એ તેની જે શક્તિઓ છે તે કેવી રીતે દેખાડશે?
{{ps |રંજનઃ | હું ગમે તે કરીશ.
{{ps |લતાઃ | પણ રંજન, મને એક જ દુઃખ થાય છે કે બીજાં બધાં સાધનો હોવા છતાં પણ આપણે નાટક નહિ કરી શકીએ. આપણે નાટક નહિ કરીએ તો લોકો શું કહેશે?
{{ps |રંજનઃ | લોકો? લોકો શું કહેશે? આપણે લોકોને કહીશું કે –
(સ્ટેજના વચ્ચેના ભાગમાં આવી આગળ આવે. ઑડિયન્સને શું કહેશે તે કહેતી હોય તેમ બોલે)
આજે જનતા નાટક માગે છે. અમે તે આપી શકીએ તેમ છીએ. અમારી પાસે અભિનય છે, શક્તિઓ છે. પણ જનતા જે સારાં કે ખરાબ ગમે તેવાં પણ નાટકો માગે છે તેમ અમે જનતા પાસે પુરુષપાત્ર – સારા કે ખરાબ ગમે તેવાં – માત્ર પુરુષપાત્ર માગીએ છીએ.
અમારી મશ્કેલી પુરુષપાત્રોની હતી, છે અને રહેશે. આજે તો અમે તમને એટલું જ કહીશું કે પુરુષપાત્રોના અભાવે અમને – માફ કરજો, આ નાટક નહિ થાય…
(પડદો)
(પ્રબોધ જોશીનાં એકાંકી સંગ્રહ)

Revision as of 12:45, 31 May 2022

માફ કરજો આ નાટક નહિ થાય!
પ્રબોધ જોષી
પાત્રો

રંજન – કુ. ભારતી શેઠ
લતા – કુ. સરોજ શાહ
ગીતા – કુ. મંજુલા પટેલ
લીના – કુ. હંસા પારેખ
આગંતુક – કુ. રમીલા શાહ

(૧૯૫૩માં મુંબઈના ભારતીય વિદ્યાભવન તરફથી યોજાયેલી ‘આંતર કૉલેજ નાટ્ય હરીફાઈ’માં વિજયકળશ (ટ્રૉફી) જીત્યું. પહેલાં ભજવાયું ત્યારે રંજનની ભૂમિકા માટે શ્રી ભારતી શેઠને પ્રથમ ઇનામ મળેલું. ૧૯૫૪ના નવેમ્બરમાં ભરાયેલા ‘ઇન્ટર યુનિવર્સિટી ફેસ્ટિવલ’ વેળા જુદી જુદી ભાષાઓમાં લખાયેલાં ૨૬ નાટકોમાં બીજું આવ્યું. પહેલી વાર ભજવાયું ત્યારે આરૂઢ મહારાષ્ટ્રીય નાટ્યલેખક સ્વ. શ્રી મામા વરેરકર તરફથી લેખકને ચંદ્રક તેમજ અન્ય પારિતોષિક એનાયત કરવામાં આવેલાં. પાત્રો રંજન – કુ. ભારતી શેઠ લતા – કુ. સરોજ શાહ ગીતા – કુ. મંજુલા પટેલ લીના – કુ. હંસા પારેખ આગંતુક – કુ. રમીલા શાહ ઉપર્યુક્ત પાંચ બહેનો, જેમણે નાટકને અપૂર્વ સફળતા અને સ્થાન અપાવ્યાં, તેમને અર્પણ. (૧૯૬૩માં મુંબઈ વિદ્યાપીઠની સ્પર્ધામાં વિજયપદ્મ, મુંબઈ વિદ્યાપીઠ અને ભારતીય કલા કેન્દ્રની ૧૯૬૩ની સ્પર્ધામાં રંજનની ભૂમિકા માટે કુ. માલતી દોશીને બન્ને સ્પર્ધામાં વ્યક્તિગત પ્રથમ ઇનામ, લીના – કુ. રીટા દેસાઈ અને આગંતુક – અરવિંદ ઠક્કરને સર્ટિફિકેટ ઑફ મેરિટ. જયહિંદ કૉલેજની એ રજૂઆતની પાત્રસૂચિઃ રંજન – માલતી દોશી લતા – મોના શેઠ ગીતા – નીના ઝવેરી લીના – રીટા દેસાઈ આગંતુક – અરવિંદ ઠક્કર) (પડદો ખૂલતાં પહેલાં ઑડિયન્સમાં અંધકાર છવાઈ જાય છે. માઇક ઉપર જાહેરાત થાય છેઃ ‘હવે આપની સમક્ષ રજૂ કરીએ છીએ એક નાટિકા’ … થોડી વાર શાંતિ, કશું જ થતું નથી. પુનઃ એ જ જાહેરાત, છતાં પડદો ઊઘડતો નથી. વળી જાહેરાત અને તરત માઇક ઉપરથી ગીતા બોલે છેઃ ‘માફ કરજો, આ નાટક નહિ થાય.’ તરત જ, પડદો ખૂલી જાય છે. પડદો ખૂલતાં સ્ટેજ ઉપર કંઈ જ વ્યવસ્થા નથી. કેટલીક વિંગો ઊંધીસીધી પડી છે. બેચાર ખુરશીઓ પડી છે. સમગ્ર સ્ટેજનો ઉપયોગ થાય છે. કેટલાંક લાઇટ્સ પડ્યાં છે. ખૂણામાં એક ટેબલ છે. તેની ઉપર હારમોનિયમ પડ્યું છે. રિહર્સલ ચાલે ત્યારે સ્ટેજ હોય છે તેવું જ વાતાવરણ છે. રંજન આમથી તેમ આંટા મારી રહી છે. રાજાની પાછળ કારભારી ચાલે તેમ લતા તેની પાછળપાછળ ચાલી રહી છે. પડદો ખૂલતાં રંજન અટકીને પૂછે છેઃ) {{ps |રંજનઃ | કોણ બોલ્યું એ? {{ps |લતાઃ | (ખૂણા તરફ આંગણી ચીંધી) આ ગીતા બોલી. (લતા જઈને ગીતાનો હાથ પકડી તેને સ્ટજ ઉપર લાવે છે.) {{ps |રંજનઃ | કેમ ગીતા, એ શું બોલી? {{ps |ગીતાઃ | કંઈ નહિ હવે, મેં તો એમ કહ્યું કે નાટક નહિ થાય. જવા દે ને રંજન, નાટક નહિ થાય. અને નાટક કરીનેયે શું કામ છે? {{ps |રંજનઃ | વાહ! તો તો તને ખબર નથી કે જનતા આજે શું માંગે છે? {{ps |ગીતાઃ | કેમ ખબર નથી વળી? આજે જનતા માંગે છે અનાજ અને કપડાં! {{ps |રંજનઃ | એ તો છે જ. પણ જનતા બીજું શું માગે છે? {{ps |ગીતાઃ | બીજું? બીજું તો… (જરા વિચાર કરીને) બીજું તો જનતા માગે છે સારા પગારની નોકરી અને સસ્તા ભાડાનાં મકાનો. {{ps |રંજનઃ | ગીતા, હું તને ત્રીજો ચાન્સ આપું છું. બોલ, જનતા શું માગે છે? {{ps |ગીતાઃ | આ બધું મળે, પછી જનતા માંગે છે સારી ફિલ્મો… (રંજન ખુશ થાય) અને પાડોશીઓનાં છાપાં… {{ps |રંજનઃ | (સહેજ ખિજાઈને) ના, હવે. હવે હું તને છેલ્લો ચાન્સ આપું છું. બોલ, જનતા શું માગે છે? {{ps |ગીતાઃ | હજુ જનતા માગે છે? {{ps |રંજનઃ | હા, હા, હજુ જનતા માગે છે. {{ps |ગીતાઃ | તો તો હદ કહેવાય! આ જનતા પણ કમાલ છે ને? સરકાર જેટલી ઝડપે ટૅક્સ વધારે છે તેનાથી બેવડી ઝડપે જનતા માગણીઓ વધારે છે. {{ps |રંજનઃ | હવે દોઢડાહી થયા વિના કહે ને, કે તને ખબર છે કે જનતા શું માગે છે? {{ps |ગીતાઃ | જી ના. હજુ પણ જો જનતા માગતી હોય તો આઈ રિઝાઇન. તું જ કહે ને કે જનતા શું માંગે છે? {{ps |રંજનઃ | જનતા ‘નાટક’ માગે છે. {{ps |ગીતાઃ | તો છો માગે. આપણે નાટક નથી કરવું, કારણ કે આપણાથી નાટક નહિ થાય. {{ps |લતાઃ | કેમ નહિ થાય? {{ps |ગીતાઃ | નહિ જ થાય. આપણે કયું નાટક કરીશું તે જ પ્રશ્ન છે. {{ps |રંજનઃ | ઓહ ગીતા, તમે લોકો તદ્દન બીકણ છો. ગમે તે નાટક થશે. નાટકનો કંઈ દુકાળ નથી. {{ps |લતાઃ | હાસ્તો, નાટક તો એક કહેતાં હજાર મળશે. {{ps |ગીતાઃ | લતા, તું તો જાણે કોઈ સ્ત્રી નોકર કે રસોયાની શોધમાં નીકળી હોય અને તેને કોઈ કહે ને, તેવી વાત કરે છે. {{ps |લતાઃ | એમ નહિ, પણ જેને નાટક કરવું જ છે તેને નાટકની શી ખોટ? {{ps |રંજનઃ | ગીતા, લતા સાચું કહે છે. આપણી પાસે હિસ્ટરી અને માઇથોલજીનાં એટલાં બધાં લીજન્ડ્ઝ છે કે ના પૂછો વાત! {{ps |ગીતાઃ | ના શું કરવા પૂછે? લે ને, હું જ તને પહેલી પૂછું. તું કયું નાટક કરી શકે? {{ps |રંજનઃ | રામાયણમાંથી કોઈ સીન લઈએ. {{ps |ગીતાઃ | તો પછી રામ અને લક્ષ્મણ ક્યાંથી લાવીશું? {{ps |રંજનઃ | અરે પણ રામ અને લક્ષ્મણ એવો સીન જ શું કામ લઈએ? કૈકેયી અને મંથરાનો સીન જ ના કરીએ? અને પછી મંથરા તો હું જ બનીશ. {{ps |ગીતાઃ | રંજન, તું ડોશી તરીકે સારી ન લાગે. {{ps |રંજનઃ | ગીતા, અહીં અભિનય કરવાનો છે, સારું નથી લગાડવાનું. {{ps |લતાઃ | બરાબર છે, રંજન. અને ગીતા, પછી કૈકેયી તો હું જ બનીશ. {{ps |ગીતાઃ | રહેવા દે. કૈકેયી તો હું જ બનીશ. કારણ કે પછી હું રામને માટે કહું ને કે… (નરમ અવાજે) મંથરા, તું જાણીને ખુશ થશે કે… (આગળ શું બોલવું તે યાદ ન આવતાં વિચારમાં પડી જાય છે.) {{ps |રંજનઃ | ના, ના એમ ના ચાલે, કૈકેયીમાં તો ખુમારી જોઈએ. જુઓ, (બીજાં બન્નેથી જુદી પડી, ખુમારી સાથે અભિનય કરી, કેડે હાથ દઈ મહારાણીની અદાથી બોલે છે.) મંથરા, કૈકેયીનાં નિશાન કદી ખાલી જતાં નથી. મહારાજને તેમનાં વચન પાળવા પડ્યાં. રામને વનવાસ મળ્યો અને હવે હું પણ જોઉં છું કે કૌશલ્યા કેટલા પાણીમાં છે? કૈકેયીને તું સમજે છે શું? {{ps |લતાઃ | ના રે, બા. આવા અભિનય આપણને તો ના ફાવે. {{ps |ગીતાઃ | તો રામાયણનો એકે સીન ચાલે નહિ. અને મહાભારતની તો વાત જ ન થાય. યુધિષ્ઠિરથી માંડીને નકુળ સુધીમાં જ પાંચ પુરુષપાત્રો જોઈએ. {{ps |રંજનઃ | લોકો નથી કહેતા કે જમાનો બદલાઈ ગયો, તે આનું નામ. પહેલાં નાટકોમાં સ્ત્રીપાત્રોની માથાકૂટ રહેતી, આજે હવે પુરુષપાત્રોની મુશ્કેલી છે. {{ps |ગીતાઃ | તેથી તો હું તને કહું છું કે પુરુષપાત્ર વિનાનું નાટક જ નહિ મળે. {{ps |રંજનઃ | એ વાત જરા વિચારવા જેવી છે. નટીશૂન્ય નાટકો મળે છે, પણ નટશૂન્ય નાટકો તો હજુ ‘ન ભૂતો ન ભવિષ્યતિ’. {{ps |લતાઃ | અરે રંજન, પણ તેનો ઇલાજ તો મેં તને બતાવી દીધો છે. {{ps |રંજનઃ | હા. એ વિચાર મને ગમ્યો છે, કારણ કે અસલી નાટકોમાં… {{ps |ગીતાઃ | એટલે શું, આજે બનાવટી થાય છે? (તરત આંગળાં મોંમાં નાખે.) {{ps |રંજનઃ | તમે લોકો સમજતાં કેમ નથી? અસલી એટલે ‘સાચાં’ એ અર્થમાં નહિ, પણ અસલના વખતના ભૂતકાળનાં એ અર્થમાં. {{ps |ગીતાઃ | ઓહ, સમજી… (પાછાં આંગળાં મોંમાં નાખે છે.) {{ps |રંજનઃ | હાં, તો અસલનાં નાટકોમાં… ઓહ, ગીતા! તું મોંમાં આંગળાં ન નાખ. અભિનયશાસ્ત્રમાં એનો નિષેધ કર્યો છે. {{ps |ગીતાઃ | સૉરી… {{ps |રંજનઃ | હાં, તો અસલનાં નાટકોમાં સ્ત્રીપાત્ર પુરુષો ભજવતા તો… {{ps |લતાઃ | તો આજે પુરુષપાત્ર શા માટે સ્ત્રીઓ ન કરે? {{ps |ગીતાઃ | એ પૉસિબલ નથી. કારણ કે, આપણે રાજા બન્યાં હોઈએ તો પણ ટેવ મુજબ બોલી જઈએ કે હું જરા શિકારે ગઈ હતી! {{ps |રંજનઃ | એવી ભૂલો તો સુધારી લેવાય. {{ps |ગીતાઃ | નાટકમાં બોલી ગયા પછી પણ સુધારી લેવાય? {{ps |રંજનઃ | હા હા, કેમ નહિ? નાટક અને સિનેમામાં એ જ તો ફેર છે. નાટકમાં ભૂલો થવાનો જેટલો સ્કોપ છે તેથી બેવડો તો તેને સુધારી લેવાનો છે. કેમ, લતા? {{ps |લતાઃ | હા વળી. {{ps |ગીતાઃ | રંજન, તું કેવી વાત કરે છે? આવી ભૂલો કેવી રીતે સુધરે? {{ps |રંજનઃ | એ તો આવડત જોઈએ. અમે એક નાટક જોયું હતું એમાં એક છોકરો છોકરીનું પાત્ર કરતો હતો. {{ps |ગીતાઃ | પણ? {{ps |રંજનઃ | પછી તેને બીજી કૅરેક્ટરે પૂછ્યું કે ‘બહેન, તું ક્યાં ગઈ હતી?’ તો આણે તો મૂડમાં જ કહી દીધું કે ‘અમદાવાદ ગયો હતો.’ {{ps |ગીતાઃ | જો, મેં તને કહ્યું હતું ને કે આના જેવી ભૂલ તો થઈ જ જાય? {{ps |લતાઃ | હા, પણ એ કેમ સુધારી એ તો સાંભળ. {{ps |રંજનઃ | હા ગીતા, એ સાંભળવા જેવું છે. તેણે એમ કહ્યું એટલે જોડેનો આર્ટિસ્ટ ચમક્યો. પછી એણે તો ભૂલ વાળી લેતાં કહ્યું કે ‘હું મારા બાપની એકની એક દીકરી છું, એટલે તેઓ મને બેટા, ક્યાં ગયો? ક્યારે આવ્યો? એવી રીતે જ બોલાવે છે.’ {{ps |ગીતાઃ | આવી ભૂલો સુધારી લેવાય એ વાત માની લઈએ તો પણ આપણામાં પુરુષ-પાત્રો જેવી ખુમારી તો ન જ આવે ને? {{ps |રંજનઃ | એ વાત ખોટી છે. તેં આજનાં નાટકો નહિ જોયાં હોય. એમાં તો રાજા પણ મેલેરિયા થયો હોય ને, તેમ બોલે છે. {{ps |લતાઃ | રંજનની વાત સાચી છે. આજકાલનાં નાટકોમાં તો સ્ત્રી અને પુરુષના અવાજમાં બહુ ફેર પડતો નથી. {{ps |રંજનઃ | મેં એવું નથી કહ્યું. મારા કહેવાનો અર્થ એમ છે કે જો અભિનય આવડતો હોય તો શું સ્ત્રી શું પુરુષ ગમે તે પાત્ર સારી રીતે કરી શકાય છે. {{ps |ગીતાઃ | ઊંહું! આ બધું કંઈ ગળે નથી ઊતરતું. પહેલી વાત તો એ કે અસલમાં પુરુષો ભલે સ્ત્રીપાત્ર કરવા તૈયાર થયા, પણ આજે કોઈ છોકરી પુરુષપાત્ર કરવા તૈયાર નહિ થાય. અને ધારો કે થશે તો તેનું દિગ્દર્શન કોણ કરશે? {{ps |લતાઃ | તો પછી રંજન અહીં શા માટે છે? {{ps |ગીતાઃ | પુરુષપાત્રનું દિગ્દર્શન રંજન કરશે? {{ps |રંજનઃ | વાહ રે અલી બાઈ, તું મને સમજે છે શું? ધાર કે આપણે એક સામાજિક નાટક ભજવીએ છીએ– {{ps |ગીતાઃ | હં, તે તેનું શું છે? {{ps |રંજનઃ | તે તું જો, પછી પૂછ. ચાલ લતા, આપણે પેલો પતિ-પત્નીનો સ્કિટ કરીએ એટલે ગીતાને ખાતરી થશે. (લતા પાછળના ભાગમાં જાય. સ્ટેજના ડાબા ભાગમાં ખુરશી ઉપર પગ મૂકી રંજન બૂટની દોરી બાંધવાનો અભિનય કર્યો બાદ યુવાનની પેઠે ટાઈ પહેરવાનો, માથું ઓળવાનો અભિનય કરે.)

રમા!

{{ps |લતાઃ | શું છે? {{ps |રંજનઃ | તું ક્યાં છે? {{ps |લતાઃ | અહીં રસોડામાં; કેમ? {{ps |રંજનઃ | જો, અહીં આવ તો. હું જરા બહાર જાઉં છું. મોડો આવીશ. {{ps |લતાઃ | આવ્યા એવા જ બહાર ક્યાં જાઓ છો? {{ps |રંજનઃ | ગમે ત્યાં જાઉં, તારે શી પંચાત? {{ps |લતાઃ | (મોં બગાડી) ના રે. જાણે હું તો કંઈ તમારી ગણતરીમાં જ નથી ને? {{ps |રંજનઃ | (ખિજાઈને) જો રમા, મને આ બધી લપછપ પસંદ નથી. {{ps |લતાઃ | (રડતાં) ના રે, હું તો જાણે લપ જ છું ને? મારા ક્યાં ભોગ લાગ્યા કે હું તમારે પનારે પડી. (મોં સંતાડી રડે છે.) {{ps |રંજનઃ | રમા, પ્લીઝ, ટ્રાય ટુ અન્ડરસ્ટૅન્ડ મી. (સહેજ વિચારી, પત્નીને બનાવવા, મનામણાનું નાટક કરતા પતિની પેઠે) રમા, (વહાલથી) રમા… (વધુ વહાલથી પાસે જઈ) ર…મા, હું ઑફિસના કામે જાઉં છું. હમણાં જ પાછો આવીશ. {{ps |લતાઃ | (તેનો હાથ તરછોડીને ઊભી થતાં) તમે જાણો ને તમારું કામ જાણે, હું તો હવે તમને કશું પૂછવાની જ નથી. (પાછળના ભાગમાં જતી રહે). {{ps |રંજનઃ | સિલી! શું બૈરું મળ્યું છે? એકે વાત સમજતું નથી. કહેનારાએ ખોટું નથી કહ્યું કે ન્યાયાધીશો, સેલ્સમૅનો અને બૈરાંઓ જોડે કદી દલીલ ના કરવી. અંહ્ આપણા પુરુષોની તે કંઈ જિંદગી છે? (પગ પછાડી ગુસ્સાની અદાથી ચાલી જાય.) {{ps |લતાઃ | કેમ ગીતા, પર્ફેક્ટ છે ને? {{ps |ગીતાઃ | શું તારું કપાળ પર્ફેક્ટ છે? ઘરમાં ભાઈભાભીને જોયાં હશે બહેનબાએ, કે પછી પાડોશમાં જોયું હશે. સામાજિક નાટકો ગમે તે કરી શકે. {{ps |રંજનઃ | તને એમ લાગે છે? તો ઐતિહાસિક નાટક કરી બતાવું: ‘તૈલપ-મુંજ’. {{ps |ગીતાઃ | તમિલ છે કે તેલુગુ? રજનઃ એમ કેમ પૂછે છે? {{ps |ગીતાઃ | નામ એવું લાગે છે. તૈલાપ મુંજ… {{ps |રંજનઃ | તૈલાપ મુંજ નહિ, તૈલપ મુંજ. અને તે બે રાજાઓનાં નામ છે. તેમાં તૈલપ અને તેની બહેન મૃણાલ વચ્ચે સંવાદ છે. {{ps |ગીતાઃ | અચ્છા, તો તું માળવાના મુંજની વાત કરે છે? {{ps |રંજનઃ | જી હા. {{ps |ગીતાઃ | એ વાત તો મેં સાંભળી છે. હા, તે તેનો શો સંવાદ છે? {{ps |રંજનઃ | તૈલપ સિંહાસન ઉપર બેઠો છે. (બાજુમાં એક ખુરશી ઉપર રાજાની અદાથી બેસે છે.) બાજુમાં સંગીત વાગે છે. લતા, મ્યુઝિક પ્લીઝ (લતા ઊભી થઈ હારમોનિયમ પાસે જાય છે.) ગીતા, આ તો જરા વાતાવરણ ઊભું કરું છું. (લતા હારમોનિયમ ઉપર ફિલ્મી ગીત વગાડે છે) એ લતા, ખાલી ‘સા’ આપ ને, અમે જાણીએ છીએ તને ફિલ્મનાં ગાયન વગડતાં આવડે છે તે; એમાં પ્રદર્શન શાની કરે છે? {{ps |લતાઃ | સૉરી. (ખાલી ‘સા’ ચાલે છે.) {{ps |ગીતાઃ | તું તારો સંવાદ ચલાવ ને. {{ps |રંજનઃ | હેં! ઓ, હા. તો તૈલપ સિંહાસન ઉપર બેઠો છે. સંગીત ચાલે છે. ત્યાં મૃણાલ આવે છે. (ઊભી થઈને મૃણાલની અદાથી આવે છે, નાટકી ઢબે બોલે છે.) બંધ કરો આ સંગીત! સંગીતકારો, તમે જાઓ. મારે મહારાજા સાથે નેપથ્યમાં વાત કરવી છે. (પછી ખુરશી ઉપર બેસી તૈલપની અદાથી) જાઓ સાજિંદાઓ, બક્ષિસ લો અને વિદાય લો. (તેના હાથમાં પર્સ રાખ્યું છે તે ઑડિટોરિયમ તરફ ફેંકે છે. પર્સ સ્ટેજની બહાર ઑડિયન્સમાં પડે છે. સંગીત બંધ થાય છે.) મનોરંજન પછી થશે. મૃણાલબા વાત કરવા માગે છે. હાં, બહેન. શી વાત હતી? નેપથ્યમાં વાત કરવાની જરૂર? (ઊભી થઈ મૃણાલ તરીકે બોલે, સિંહાસન તરફ એટલે કે ખુરશી સામે જોયા વગર જૂની રીત મુજબ પ્રેક્ષકો તરફ મોં, માત્ર હાથ જ એના તરફ – જૂની રંગભૂમિની અદાથી.)

‘ભાઈ, પૂંજી છું હું સ્વર્ગસ્થ પિતાની.
એ વાત, ભૂલી જાય છે?
મારી સંભાળ અને આજ્ઞાપાલન,
એ છે તારી ફરજ, 
એ વાત… ભૂલી જાય છે?
આપ્યું હતું વચન – મુંજને – છોડવાનું,
હવે શું… એ વા… ભૂલી જાય છે!
(તરત બેસી જઈ) અશક્ય! એ ન બને! (ઊભી થઈ, સામે મૃણાલ ઊભી છે એ ભ્રમ ઊભો કરી તૈલપની અદાથી)
બની ઊર્મિવશ મ્હાલતી સ્ત્રીઓ
અમારા કાવાદાવા શું સમજે?
અરે ખાખરાની ખિસકોલી,
સાકરનો સ્વાદ શું સમજે?
હરિણીઓમાં ફરનારી તું,
સિંહોની ગર્જના શું સમજે?
અરે, બીજાના સ્નેહમાં ભાન ભૂલનાર સ્ત્રી,
પિતાના અપમાનના વેરની વાતો –
શું સમજે?

{{ps |રંજનઃ | કેમ ગીતા, કેમ લાગે છે? {{ps |ગીતાઃ | લવ્હલી! લવ્હલી! {{ps |રંજનઃ | હવે તો નાટક થઈ શકશે? {{ps |ગીતાઃ | આઈ શુડ સે સો. {{ps |રંજનઃ | ચાલો, તો આપણે નાટક શરૂ કરીએ. લીનાએ એક સ્ત્રીપાત્રવાળું જ નાટક લખ્યું છે. {{ps |ગીતાઃ | તે શું લીના લેખક છે? {{ps |રંજનઃ | આપણે કહેવાનું કે લીના લેખક છે, બાકી મૂળ વાત તો એમ છે કે એક લેખકે પૈસા લઈને લીનાના નામ પર નાટક ચડાવી આપ્યું છે. આવી વાત હોય ને, ત્યારે આંખ આડા કાન કરવાના. આવું તો ચાલ્યા જ કરે. {{ps |ગીતાઃ | એ નાટક તેં વાંચ્યું છે? {{ps |રંજનઃ | ઉપરઉપરથી જોઈ ગઈ છું. {{ps |ગીતાઃ | રૂપાંતર છે કે ચોખ્ખી તફડંચી? {{ps |રંજનઃ | મૌલિક છે. {{ps |ગીતાઃ | ગુડ. હિસ્ટૉરિકલ છે કે ધાર્મિક? {{ps |રંજનઃ | સામાજિક છે. {{ps |ગીતાઃ | વેરી ગુડ. કૉમેડી છે કે ફાર્સ? {{ps |રંજનઃ | સીરિયસ છે! {{ps |ગીતાઃ | વેરી બેડ; તો તો મઝા ન આવે. {{ps |રંજનઃ | જો ગીતા, ગુજરાતમાં કૉમેડી લખાતી જ નથી. {{ps |ગીતાઃ | તો પછી આ બધાં ભજવાય છે તે? {{ps |રંજનઃ | એ બધાં જ અનુવાદો છે. તને ખબર છે ને કે બંગાળ અને મહારાષ્ટ્રમાંથી આપણે ત્યાં શું ઇમ્પૉર્ટ થાય છે! {{ps |ગીતાઃ | હા. {{ps |રંજનઃ | શું? {{ps |ગીતાઃ | બંગાળમાંથી રસગુલ્લાં અને મહારાષ્ટ્રમાંથી પાતળભાજી. {{ps |રંજનઃ | ખોટું. બંગાળમાંથી નવલકથા, અને મહારાષ્ટ્રમાંથી. {{ps |લતાઃ | (રંજનની વાત સૂર પુરાવતાં, રંજન જોડે જ બોલે) નાટકો. {{ps |ગીતાઃ | એ બધી અહીં કોને ખબર? સારું, હવે એ કહે કે આ નાટક સારું છે કે પછી બંડલ! {{ps |રંજનઃ | ના ના; સારું છે, સામાજિક છે અને એમાં ચાર તો સ્ત્રીપાત્રો છે. અને એ નાટક લીના પાસે જ છે. લીના, તારું નાટક આપ તો. હેં? લીના ક્યાં ગઈ? {{ps |લતાઃ | હેં! લીના ક્યાં ગઈ? હમણાં તો અહીં હતી. ક્યાં ગઈ? (શોધે છે.) {{ps |રંજનઃ | (શોધે છે.) અંદર પણ નથી. વિંગમાં પણ નથી. ક્યાં ગઈ? લીના… {{ps |લતાઃ | એ લીના… {{ps |રંજનઃ | લીના, એ લીના! ક્યાં જતી રહી? લીના! {{ps |લીનાઃ | (જે નાટક શરૂ થતાં પહેલાં પ્રેક્ષકગૃહમાં બેસી ગઈ છે તે પ્રેક્ષકગૃહમાંથી) શું છે? {{ps |રંજનઃ | ક્યાંથી બોલી? ક્યાં છે? {{ps |લીનાઃ | (ઊભી થઈ) શું છે? {{ps |રંજનઃ | ઓત્તારી! તું તો ખરી છે! તું તો કંઈ ઑડિટોરિયમમાં બેસી ગઈ છે ને? {{ps |લીનાઃ | ગીતાએ કહ્યું કે આ નાટક નહિ થાય એટલે હું ઑડિયોરિયમમાં આવીને બેસી ગઈ. {{ps |રંજનઃ | ચાલ હવે, અહીં આવ. {{ps |લીનાઃ | તમને હું ક્યારની જોઉં છું. તમે લોકો અહીંથી એવા ફની લાગો છો કે મને તો ખૂબ હસવું આવે છે. {{ps |રંજનઃ | ચાલ, હવે ખોટી મશ્કરી ના કર! {{ps |લીનાઃ | મશ્કરી નથી કરતી. પૂછી જો. (પ્રેક્ષકોને ગમે તેને પૂછે) કેમ? આ લોકો ફની લાગે છે ને હેં ને ભાઈ? કેમ બહેન? {{ps |રંજનઃ | તું યે ભેજું છે. સ્ક્રિપ્ટ તારી પાસે છે ને? ચાલ, અહીં ઉપર આવ! {{ps |લતાઃ | ચાલ એય હસવાવાળી, ઉપર આવ! {{ps |ગીતાઃ | એઈ ડહાપણ, અહીં આવ, ચાલ. {{ps |લીનાઃ | તમે લોકો આમ બોલશો તો હું ઉપર નહિ આવું. {{ps |રંજનઃ | પગે લાગું લીના, તું ટાઇમ ન બગાડ. ઉપર આવ ને. {{ps |લીનાઃ | આવું… (સ્ટેજ તરફ જાય. સ્ટેજ નાનું હોય તો સીડી ચડીને જ જાય, ઊંચું હોય તો ફરીને જાય. સ્ટેજ પાસે આવે ત્યાં–) {{ps |રંજનઃ | સ્ક્રિપ્ટ આપ તો? {{ps |લીનાઃ | આપું, લે. (લીના પ્રેક્ષકગૃહમાં ઊભી રહી રંજનને સ્ક્રિપ્ટ આપે.) {{ps |રંજનઃ | અને પેલું પર્સ પણ લેતી આવજે. દોસ્ત! ભૂલથી ફેંકાઈ ગયું છે. થૅન્ક્સ… (લીના પર્સ લઈ સ્ટેજ તરફ) {{ps |રંજનઃ | હાં ગીતા, જો આ રહ્યું એ નાટક. {{ps |ગીતાઃ | શું નામ છે નાટકનું? {{ps |લતાઃ | સર આઈઝેક ન્યૂટન નથી કહી ગયા કે ‘વૉટ ઇઝ ધેર, ઇન આ નેઇમ?’ {{ps |ગીતાઃ | સર આઈઝેક ન્યૂટન નહિ, પણ શેક્સપીઅર કહી ગયો છે. {{ps |લતાઃ | હવે રહેવા દે ને. જ્યાં નામનો જ કંઈ અર્થ નથી એ વાક્ય છે ત્યાં ન્યૂટન હોય, શેક્સપીઅર હોય કે સંત તુલસીદાસ હોય; શો ફેર પડે છે? {{ps |ગીતાઃ | તો શું આ નામ વગરનું નાટક છે? {{ps |રંજનઃ | ના રે, નાટકનું નામ છે, ‘ગામની પંચાત’. {{ps |ગીતાઃ | ગામડાની પંચાયત રચવા માટેનું આ નાટક છે? {{ps |રંજનઃ | ગામની પંચાત એટલે ગામડાની પંચાયત એવું તને કઈ સ્કૂલમાં શિખવાડ્યું છે? ગીતા, આ તો ‘કાજી દુબલે ક્યૂં તો કે સારે શહેર કી ફિકર…’ {{ps |ગીતાઃ | ઓહ! હું તો સમજી કે પાછી કંઈ પંચવર્ષીય યોજના કે રિલીફ ફંડ કે રૂરલ ડેવલપમેન્ટના ફાળાબાળાની વાત આવી. {{ps |લીનાઃ | (જે અત્યાર સુધીમાં સ્ટેજ ઉપર પહોંચી ગઈ છે અને ગીતાની પાછળ ઊભી ઊભી સાંભળે છે) કેમ, તને એવાં નાટકો ગમે છે? {{ps |રંજનઃ | ધાર કે ગમતાં હોય, તો શું છે? {{ps |લીનાઃ | તો હું એવું નાટક લખાવી લાવું. {{ps |ગીતાઃ | પણ લીના, આપણે તો કૉમેડી જોઈએ. {{ps |લીનાઃ | તો તો ગીતા, તને ખબર નથી કે મને જે નાટકો લખી આપે છે ને, તેને શો અનુભવ થયો છે? {{ps |લતાઃ | શો થયો છે? {{ps |લીનાઃ | એ શ્રીમાન એક વખત દાન ઉઘરાવવા નીકળ્યા અને પહોંચ્યા એક શહેરના શ્રીમાનને મળવા! {{ps |લતાઃ | પછી? {{ps |લીનાઃ | પછી એમણે પેલાને કહ્યું કે ભૂમિદાન માટે આવ્યો છું તો કંઈ આપો. તો પેલાએ કહ્યું કે ભૂમિ તો છે નહિ, નહિ તો શહેરમાં શું કરવા આવત! {{ps |લતાઃ | હવે એ તો છે જ ને! શહેરમાં ભૂમિદાન ક્યાં મળે? {{ps |લીનાઃ | પણ પેલો કહે કે દાન વિના હું જઈશ નહિ. બુદ્ધિદાન આપો, પેલાએ પેલાને કહ્યું કે બુદ્ધિ નથી, નહિ તો ગરીબ ના રહેત, યુદ્ધમાં પૈસા ના બનાવત. પછી પેલાએ પેલાને કહ્યું દાન આપો નહિ તે કેમ બને? તો પેલાએ પેલાને પૂછ્યું કે – {{ps |લતાઃ | શું પૂછ્યું? {{ps |લીનાઃ | પેલાએ પેલાને પૂછ્યું કે ભાઈ, તમે ક્યાંના છો? તો પેલાએ કહ્યું કે અમદાવાદના. પેલાએ પૂછ્યું કે કઈ નાતના? તો પેલાએ કહ્યું કે બ્રાહ્મણ. પેલાએ પૂછ્યું કે ક્યાં સુધી ભણેલા છો? તો પેલાએ કહ્યું કે એમ.એ. છું. પછી પેલાએ પૂછ્યું કે ઉંમર શી? તો પેલાએ કહ્યું કે ૨૬ વર્ષ… {{ps |રંજનઃ | પણ લીના, આ વાતને અને પેલી વાતને શો સંબંધ? {{ps |લીનાઃ | તું સાંભળ તો ખરી. આ સાંભળીને પેલાએ કહ્યું કે ભાઈ, અમે પણ અમદાવાદના બ્રાહ્મણ છીએ અને મારી ૨૨ વર્ષની દીકરી છે જે બી.એ. છે. તો કહેતા હો તો ભૂમિદાનને બદલે કન્યાદાન આપું! તમને અને મને બંનેને રાહત થશે. {{ps |ગીતાઃ | ઓહ, તો તો શ્રીમાન પરણી ગયા એમ જ ને? {{ps |લીનાઃ | ના રે, એમણે તો ના પાડી. {{ps |લતાઃ | તો પછી ખાલી હાથે પાછા આવ્યા એમ જ ને? {{ps |લીનાઃ | ના રે, લેવા ગયા હતા ભૂમિદાન અને મળ્યું ગાલીપ્રદાન. (બધાં હસે) {{ps |લતાઃ | આ વિષય પણ ખોટો નથી. {{ps |ગીતાઃ | તદ્દન ખોટો છે. આમાં તો બંને પુરુષપાત્રો જ છે અને થીમને ડેવેલપ કરવાનો સ્કોપ જ નથી. {{ps |રંજનઃ | હવેનાં નાટકમાં થીમ જોઈએ, અભિનય જોઈએ એ બધું તો ભૂલી જાઓ. અર્વાચીન રંગભૂમિમાં તો માત્ર લાગવગ જોઈએ કાર્યક્રમમાં ભાગ લેનારને, અને કૉમ્પ્લિમેન્ટરી પાસ જોઈએ પ્રેક્ષકોને. બસ, પછી રંગભૂમિ દોડી જ સમજો. {{ps |ગીતાઃ | બીજા શું કરે છે, તે આપણે નથી જોવાનું; આપણે તો આપણું ધોરણ સાચવવાનું છે. {{ps |રંજનઃ | આ તારી ધોરણ સાચવવાની નીતિને લીધે જ તું ત્રણ વર્ષથી ઇન્ટર આર્ટ્સના ધોરણમાં રહી ગઈ છે. {{ps |ગીતાઃ | જો રંજન, આપણને આવી પર્સનલ જોક જરા પણ પસંદ નથી. જો તું નાટક કરવા માંગતી જ હોય તો ‘ગામની પંચાત’ની જ વાત કરે ને? {{ps |રંજનઃ | ઓકે.! જો ગીતા, આમાં ચાર સ્ત્રીપાત્રો છે. એક છે વઢકણી ડોશીનું, બીજું છે પોતાને ગંભીર માનતી પ્રૌઢાનું, ત્રીજું છે સમાજમાં કાર્યકર્તા બનીને ફરતી સ્ત્રીનું અને ચોથું છે એક અર્વાચીન યુવતીનું. {{ps |ગીતાઃ | હવે આ પાત્રોની વહેંચણી કેમ કરીશું? {{ps |રંજનઃ | વારાફરતી રીડિંગ કરીશું. જેને જે સ્યૂટ થશે તે કૅરેક્ટર આપીશું. પહેલાં ડોશીનું પાત્ર લઈએ. ચાલ લીના, તું સ્ક્રિપ્ટમાંથી ડોશીનો ડાયલૉગ વાંચ તો. {{ps |લીનાઃ | (બેઠી છે. તે સ્ક્રિપ્ટમાંથી શોધીને પસંદ કરી વાંચવા માંડે છે. પરીક્ષાના સમયે મોટેથી ગોખનાર કેટલું યાદ છે તે જોવા જે ઝડપે વાંચે તે, કે આંક બોલતા બાળકની ઝડપે સડસડાટ વાંચે.) ના, તે એવું ના ચાલે. તમારે તમારાં છૈયાંને અમારે ત્યાં જમવા મોકલવાં જ પડે. આ અમારે ને નાથુભાઈને આમ, બીજી બાજુ તમારે ને દાસભાઈને આમ; પણ બોન, પાછું નાથુભાઈ અને દાસભાઈને ઘર જેવું હોં. ઓલા જીવણલાલના રમણના લગન ટાણે ચોરી-કંસારમાં ચંપકલાલે શાલનો ઝઘડો કર્યો ત્યારે નાથુભાઈએ દાસભાઈને સંગાથે રાખીને સમાધાન કરાવેલું. અલી બોન, નાત-જાતના ઝઘડામાં અમારે શું? ના ના, તમારે ત્યાં એવો તો કેવો મેહુલિયો વરસી ગયો છે તે અલી બોન ના પાડો છો? {{ps |રંજનઃ | બસ, બસ. તું તો પરીક્ષા માટે છેલ્લે દિવસે વાંચતી હોય તેમ કડકડાટ વાંચે છે. મોંપાઠ જેવું લાગે છે. હાં લતા, હવે, તું આગળ વાંચ તો. (લીનાના હાથમાંથી સ્ક્રિપ્ટ લઈ લતાને આપે છે. લીના મોં બગાડે છે.) {{ps |લતાઃ | (સોમવારના વ્રતની કથા કોઈ ડોશી ધીમે ધીમે કહે તેવી શૈલી અને રિધમથી) ના તો પડાય નહિ, પાડો તો મનાય નહિ, મનાય તો સમજાય નહિ. અને સમજાય તો સમજાવાય નહિ. પ્રસંગો તો રોજ આવે ને જાય, આજે અમારે ત્યાં છે, કાલે તમારે ત્યાં હોય. છોકરાં તો જમવા મોકલવાં જ પડે. મોકલો તો ય મોકલો અને ના મોકલો તો ય મોકલો. પણ ગમે તે કરો. પણ બસ મોકલો જ મોકલો. {{ps |રંજનઃ | બસ ગોરાણીમા, બસ! લતા, આ સોમવારના વ્રતની કથા કહેનારી ડોશીનું પાત્ર નથી કે તું આમ બોલે છે. ચાલ ગીતા, તું વાંચ તો, (લતા પાસેથી સ્ક્રિપ્ટ લઈ લે છે, ગીતાને આપે છે. લતાના મુખ ઉપર રંજનને પોતાનું વાંચન ન ગમ્યું તે માટેની દિલગીરીના ભાવ.) {{ps |ગીતાઃ | (સીધું જ, ભાવ, આરોહ અવરોહ વગર સરળ રીતે નરમ રીતે બોલે) બીજાના પ્રસંગો સાચવવા તેનું નામ જ સંબંધ. પછી સામો પક્ષ પીગળીને છોકરાંને મોકલવાની તૈયારી કરે તે જોતાં ડોશી પાસું બદલે. સારું ત્યારે ના મોકલશો. તમારે ત્યાં પણ ટાણા આવશે ને, એ પ્રસંગ આવશે ને, ના ના, જમણવાર આવશે ને ત્યારે અમે પણ નહિ મોકલીએ હા… {{ps |રંજનઃ | ગીતા, આ સ્ટેજ-પ્લે છે, રેડિયો ઉપર ટૉક નથી આપવાની, સમજી? તમે કોઈ જ આ પાત્રને સમજ્યાં નથી. જુઓ હું હવે બોલવાની સાચી પદ્ધતિ બતાવું. (સ્ક્રિપ્ટ લઈને જમીન ઉપર બેસે, માથે ઓઢે, લાજનો ભાગ આગળ કપાળ સુધી આવી જાય ને વિધવા ડોશીઓ ગોઠવે છે તેમ ખેંચીને બરાબર ગોઠવે અને સ્ક્રિપ્ટ બાજુમાં ખુલ્લી મૂકી અભિનય કરતી જાય, જોતી જાય અને ડોશીની પેઠે બોલતી જાય.) (છીંકણીનો સડાકો લેતાં) ના તે બા! એવું નો ચાલે. તમારા છૈયાને, અમારે ત્યાં જમ્બા મોકલવાં જ પડે, આ તમારે અને નાથુભાઈને આમ, (‘આમ’ કહે ત્યારે દુશ્મનાવટ બતાવતા બે હાથની આંગળીઓ ક્રૉસ કરે) અને બીજી બાજુ અમારે ને દાસભાઈને આમ (દુશ્મનાવટ બતાવે, ફરી) પણ બોન! નાથુભાઈ અને દાસભાઈને પાછું ઘર જેવું, હોં! ઓલા જીવણલાલના રમણના લગન ટાણે ચોરી-કંસારમાં ચંપકલાલે શાલનો ઝઘડો ન્હોતો કર્યો? તૈંયાં નાથુભાઈએ વચ્ચે પડી…ને, દાસભાઈને હંગાથે રાખી..ને સમાધાન કરાયું’તું. અને અલી બોન, હાચું કે’જો, ના ના, નાતજાતના ઝઘડામાં અમ્મારે શું? ના ના, તમારે ત્યાં એવો તે કેવો મેહુલિયો વરસી ગયો છે, તે અલી બોન, ના પાડો છો? (ફરી છીંકણીનો ચપટો ભરીને એક સડાકો મારતાં) ના તો પડાય જ નહિ, (બીજો મારી) અને પાડો તો મનાય નહિ. (ત્રીજો મારતાં) અને ધારો કે મનાય તો હમજાય નહિ. (છીંકણીવાળી આંગળી હોય તેને સાલ્લે લૂછે; તેમ કરતાં) અને ધારો ને કે હમજાય, તો હમજાવાય તો નહિ જ. પ્રસંગો તો રોજ આવે ને જાય. આજ અમારે ત્યાં છે, કાલે તમારે ત્યાં હોય. છૈયાંને તો જમ્બા મોકલવાં જ પડે. (અહીં અભિનય બંધ કરી બીજાંને સમજાવતાં બોલે) અને સામો પક્ષ પીગળીને છોકરાંને મોકલવાની તૈયારી કરે તે જોતાં ડોશી પાસું બદલે. (અહીંથી પાછો અભિનય. લાંબા લાંબા હાથ કરીને, હાથના ટેકે ઊભી થઈ, જતી રહેતાં) હારું, તંઈયાં ના મોકલશો. તમારે તઈયાંયે ટાણાં આવશે ને? એં, પ્રસંગો આવશે ને? ના ના, તમારે તઈયાંયે જમણપ્રસંગો આવશે ને? તઈયાં અમે પણ નહિ મોકલીએ, હા આ… {{ps |ગીતાઃ | અચ્છા, તો કૌંસમાં લખ્યું છે તે નથી બોલવાનું? {{ps |રંજનઃ | જી ના. {{ps |ગીતાઃ | ના રે; તેં જેવો અભિનય કર્યો તેવો આપણને નહિ ફાવે; માટે ડોશી તો તું જ બનજે. {{ps |રંજનઃ | સારું. હવે પ્રૌઢાનું પાત્ર, બોલ તો લીના, ચાલ. (બાજુની ખુરશી ઉપર બેસીને વાંચવા લીનાને બોલાવે. લીના ઉત્સાહથી આવવા જાય ત્યાં) ના ના, લીના, તું રહેવા દે. ચાલ લતા, આવ. તું મારી અન્ડર સ્ટડી છે. એટલે પ્રૌઢાનું પાત્ર તો તું જ સારું કરી શકીશ. {{ps |ગીતાઃ | (લીના નિરાશ થઈ પાછી બેસે, લતા ખુરશી ઉપર ગોઠવાય ત્યાં સુધીમાં) અન્ડર સ્ટડી! ઓત્તારી! તું તો જાણે કોઈ વિખ્યાત અભિનેત્રી! {{ps |રંજનઃ | જો ગીતા, તું આ લાઇનમાં નવી છે. અહીં દરેક વ્યક્તિ એમ જ માને છે કે તે ન હોય તો ગુજરાતની રંગભૂમિ સોનાપુર, દૂધેશ્વર કે અશ્વિનીકુમાર ભેગી થઈ જ ના શકે. અહીં નાટકની દુનિયામાં વાસ્તવિક દુનિયા જેવા મહામંડળેશ્વરો, સંતો ને ભક્તો છે અને તેમના ભગતો પણ છે. અને આ ભક્તો અને ભગતોના વાડા પણ હોય છે. એ પ્રમાણે હું એક ભક્ત છું અને લતા મારી ભક્ત છે. ચાલ લતા, વાંચ તો. {{ps |લતાઃ | (બરાબર પ્રૌઢાની પેઠે વાંચે. તેની પાછળ ઊભી રહી રંજન તે જ સંવાદોનો અભિનય કરે જાણે ડાયરેક્ટ કરતી હોય તેમ મૂડમાં આવીને) ચંપાબહેન, હું તમને શું કહું? મેં તો છોકરાંઓને કહ્યું કે ખાઓ સોનાનું, પણ નોકર જોડે છૂટ નહીં. આજે એક આનો છે, કાલ લાખ રૂપિયા હોય. નોકર એ ઉપાડે જ કેમ? મને ઘણી વાર થાય છે કે સાલાને છૂટો કરી દઉં, પણ પછી જીવ બળે છે કે મૂઓ છો રહ્યો ત્યારે. એનોય બાપડાનો મનખો છે ને! અને સાચી વાત કહું! ચંપાબહેન, મારો સ્વભાવ જરા દયાળુ ખરો. હું તો સવારથી સાંજ સુધી કામમાંથી ઊંચી જ ના આવું. ને મૂઆં છોકરાં તોફાન કરીકરીને નોકરને પજવે. અરે બહેન, આજકાલનાં છાકરાંઓની તે કંઈ આશા છે! આ અમારી રૂપા ખાસ્સી ચૌદ વર્ષની થઈ, પણ બહેન, નથી રાંધતાં આવડતું, નથી આવડતાં વાસણ-કપડાં! (નિસાસો નાંખીને) એને હું ક્યાં ઠેકાણે પાડીશ? {{ps |ગીતાઃ | સોનાપુર કે દૂધેશ્વર મોકલી આપ. રંજનાઃ ગીતા, જોક નહિ. (બધાં સાંભળે તેમ લતાને) ફાઇન! ફાઇન! (ધીમેથી કાનમાં) થોડી ભૂલો છે. એ તો હું દિગ્દર્શન કરીશ ત્યારે સુધારી લઈશ. (મોટેથી) હાં લીના. સમાજમાં કાર્યકર્તા બનીને ફરતી સ્ત્રીનું પાત્ર વાંચ. {{ps |લીનાઃ | મને તો મોઢે છે! (ઊભી થઈને અભિયન સાથે) રામા! જલદી ચા મૂક; અને નાહવાનું પાણી કાઢ. કેટલી વાર! અને હા, જો, ‘સ્ત્રીઓ હંમેશાં વહેલી ઊઠે છે’ એ વિષય ઉપર નવ વાગ્યે તો મારે ભાષણ કરવા જવાનું છે અને સાડા આઠ તો થયા. તમારા લોકોનું તો કંઈ ઠેકાણું જ નથી… શું? શું? ફરીથી બોલ તો ખરો!… મોડી ઊઠું છું… હું કાંઈ તમારા જેવી નવરી નથી… મારે તો બહુ કામ રહે છે. અરે…અરે… પણ તમે ક્યાં નાહવા જાઓ છો? હું જાઉં છું… રામા, પાણી મૂક. ચાને કેટલી વાર? {{ps |રંજનઃ | ચાલશે, જોકે સુધારવું તો પડશે જ. બસ. ગીતા, તું અર્વાચીન યુવતીનું વાંચ એટલે આપણે શરૂ કરીએ. {{ps |ગીતાઃ | અર્વાચીન યુવતીનું પાત્ર છે ને? હું અર્વાચીન યુવતી તો છું જ એટલે હું કરી લઈશ. તું ચિંતા ના કર. {{ps |રંજનઃ | અરે. ડિક્શન તો થવું જોઈએ ને? {{ps |ગીતાઃ | જો; તું તો ડાયરેક્ટર છે; તો અભિનય જો. સંવાદને અને તારે શું લાગેવળગે? {{ps |રંજનઃ | શા માટે નહિ? લેખકનું દિગ્દર્શક કેવું ઇન્ટરપ્રિટેશન કરે છે તેમાં જ તેની મહત્તા અંકાય છે. {{ps |લતાઃ | હા વળી, ડાયરેક્ટરે તો બધું જ જોવાનું. {{ps |ગીતાઃ | અચ્છા! ભક્તે ભગવાનની ચરણરજ પાછી લીધી? {{ps |લતાઃ | બસ, હવે કકળાટ નહિ જોઈએ. {{ps |રંજનઃ | ગીતા, તું સમજ તો ખરી; એક વાક્યનું ઇન્ટરપ્રિટેશન તો કરવા દે. ધાર કે એક વાક્ય છે કે ‘બસ, બસ, હવે બહુ થયું.’ {{ps |ગીતાઃ | તે એમાં શું છે? લેને હું જ બોલી બતાવું. ગુજરાતીમાં: બસ, બસ, હવે બહુ થયું; મરાઠીમાં: બસ કરા! આતા પુરે. હિંદીમાં: બસ. બહુત હુઆ. અંગ્રેજીમાં: ઓહ્, ઓહ્, ધેટ્સ ઇનફ! {{ps |રંજનઃ | બસ, બસ, બસ! જ્યારે તું ટ્રાન્સ્લેશન અને ઇન્ટરપ્રિટેશનનો ફેર નથી સમજતી ત્યારે ઇન્ટરમાં કયા જન્મારે પાસ થવાની છે? {{ps |ગીતાઃ | તો પછી તારે જોઈએ છે શું? {{ps |રંજનઃ | જો આ, વાક્ય. ‘બસ બસ, હવે બહુ થયું.’ કેટલી રીતે બોલી શકાય તેમ છે તે બતાવું: (ખિજાઈને) બસ, બસ હવે બહુ થયું. (પત્ની પતિથી રિસાઈ હોય ત્યારે બોલે તેમ બસ, બસ, હવે બહુ થયું. (પતિ પત્નીને મનાવતો હોય ત્યારે બોલે તેમ) બસ, બસ, હવે બહુ થયું. (કોઈ સખત હસાવતું હોય અને વધારે હસી શકાય તેમ ન હોય ત્યારે તેને વધુ ન બોલવાનું કહીએ તેમ) બસ… બસ; હવે બહુ થયું. (એકદમ રડતાં રડતાં) બસ, બસ, હવે બહુ થયું… {{ps |ગીતાઃ | ઓહ, હવે સમજી. {{ps |રંજનઃ | તો લે, હવે વાંચ… {{ps |ગીતાઃ | ના, તું પ્રોમ્પ્ટ કર. હું તે રિપીટ કરીશ. {{ps |રંજનઃ | ઓકે. તું બોલ. {{ps |ગીતાઃ | તું બોલ, પછી હું શરૂ કરું. (ગીતા આગળના ભાગમાં છે. રંજન ખુરશીની પાછળ ઊભી રહી. ખુરશી પર હાથ રાખી હાથમાં સ્ક્રિપ્ટ રાખી બોલે છે, ગીતા એને જોતી નથી.) {{ps |રંજનઃ | ખિજાઈને “મમ્મી, તમને કહેવું પડે છે પણ તમે સમજતાં નથી.” {{ps |ગીતાઃ | ખિજાઈને મમ્મી, તમને કહેવું પડે પણ તમે સમજતાં નથી. {{ps |રંજનઃ | “મમ્મી, તમે ધારો છે તેવું કઈ નથી. એ મારા ફ્રૅન્ડ છે.” જરા મલકાઈને આગળ જઈને બોલ. {{ps |ગીતાઃ | મમ્મી તમે ધારો છો તેવું કંઈ નથી. એ મારા ફ્રૅન્ડ છે. જરા મલકાઈને આગળ જઈને બોલ. {{ps |રંજનઃ | “અમે કૉલેજમાં સાથે ભણીએ છીએ.” એને તું આ શું બફાટ કરે છે? {{ps |રંજનઃ | (સ્ક્રિપ્ટમાં જરા પણ જોયા વિના ગીતાને ધમકાવતાં) તારાથી તો તોબા! તું તો સંવાદોની જોડે સૂચનો પણ બોલે છે! {{ps |ગીતાઃ | તારાથી તો તોબા. સંવાદોની જોડે સૂચનો પણ બોલે છે? {{ps |રંજનઃ | તને તે મારે શું કહેવું? {{ps |ગીતાઃ | તને તે મારે શું કહેવું? {{ps |રંજનઃ | અરે ગીતા, હું તને કહું છું. {{ps |ગીતાઃ | અરે ગીતા હું તને – (પહેલી જ વાર રંજન તરફ ફરીને) અચ્છા, તો આમાં મારી મમ્મી બનનારનું નામ પણ ગીતા છે? {{ps |રંજનઃ | ના, હવે ના. હું તને સંવાદોની સાથે સૂચના આપું છું તે શાની બોલે છે? {{ps |ગીતાઃ | તે તું તો પ્રોમ્પ્ટ કરે છે કે મશ્કરી? પ્રૉમ્પ્ટર થઈને સૂચના શાની આપે છે? હાં, બાકી અભિનય બરાબર છે ને? {{ps |રંજનઃ | ના, બરાબર નથી. જો હું બતાવું. લતા, તું પ્રોમ્પ્ટ કર. {{ps |ગીતાઃ | જો લતા, તું જાન જાય તો યે સંવાદ સિવાય કશું બોલતી નહિ. {{ps |લતાઃ | ઓકે. (સ્ક્રિપ્ટ લે છે. પાછળના ભાગમાં તે છે, આગળ રંજન છે.) હાં રંજન શરૂ કર. “મમ્મી, તમે ધારો છો તેવું કંઈ નથી.” {{ps |રંજનઃ | (અભિનય સાથે) મમ્મી, તમે ધારો છો તેવું કંઈ નથી. {{ps |લતાઃ | એ મારા ફ્રૅન્ડ છે. {{ps |રંજનઃ | એ મારા ફ્રૅન્ડ છે. અમે કૉલેજમાં સાથે ભણીએ છીએ. {{ps |લતાઃ | (એક પગ આગળ મૂકે ત્યાં ચંપલની ખીલી વાગે અને તે અટકી જાય અને નીચી વળે. ચંપલમાં એક હાથ, બીજો હાથ જેમાં સ્ક્રિપ્ટ છે તે કેડ પાછળ જાય.) એક દિવસ હું તેમના આવવાની. {{ps |રંજનઃ | એક દિવસ હું તેમના આવવાની. {{ps |લતાઃ | આવવાની– {{ps |રંજનઃ | આવવાની. {{ps |લતાઃ | આવવાની– {{ps |રંજનઃ | આવવાની. {{ps |લતાઃ | આવવાની– {{ps |રંજનઃ | આવવાની. {{ps |ગીતાઃ | લતા, આગળ બોલ ને? {{ps |લતાઃ | પણ પગમાં ખીલી વાગે છે. {{ps |રંજનઃ | તો કહેતાં શું જોર આવે છે? {{ps |લતાઃ | ગીતાએ ના કહી હતી કે જાન જાય તો ય સંવાદ સિવાય બીજું કંઈ બોલતી નહિ. {{ps |ગીતાઃ | રંજન, આ એક દુઃખ છે. પ્રૉમ્પ્ટરને આવું કંઈ થાય ને આર્ટિસ્ટ ડાયલૉગ ભૂલી જાય ને એની એ લાઇન રિપીટ કરે તો, મરી જઈએ… {{ps |રંજનઃ | નાટકમાં કોઈ મરતું નથી. આવું થાય તો– {{ps |લીનાઃ | રેડિયો-સ્ટેશન જેવું જ ના કરીએ? {{ps |રંજનઃ | એ શું? {{ps |લીનાઃ | કોઈ કૅરેક્ટર આવું કરે એટલે બીજો તેને વિંગમાં કાઢી મૂકે અને ઑડિયન્સને કહે કે ‘માફ કીજીયેગા, યહ આર્ટિસ્ટ જરા ખરાબ થા, સો આપ પૂરા ન સુન સકે…’ {{ps |ગીતાઃ | લીના, તું પૈસા ખર્ચી ખર્ચીને બી લેખકોની સાથે રહીને ઇન્ટેલિજન્ટ થતી જાય છે. {{ps |લીનાઃ | હવે આપણે વખત ના બગાડીએ તો સારું; બહુ મોડું થશે નહિ તો. {{ps |રંજનઃ | હા, આપણે શરૂ કરીએ. કેમ ગીતા? {{ps |ગીતાઃ | મને વાંધો નથી; બાકી મેં ઘણી જગ્યાએ જોયું છે કે નાટકનાં રિહર્સલો તો થાય છે, પણ નાટક જ નથી થતું. {{ps |રંજનઃ | આપણે ત્યાં એવું નહીં થાય. કેમ, લતા? {{ps |લતાઃ | હા વળી. પહેલા જ પગલે નિરાશા આપણને શોભતી નથી. {{ps |રંજનઃ | ચાલ લતા, તું સ્ક્રિપ્ટ લે. (ગીતા ખૂણાની ખુરશી પર છે; વચ્ચેના ભાગમાં લતા બેઠી છે. ડાબી બાજુ નીચે ખૂણામાં રંજન બેસે છે – ડોશી તરીકે. સૂપડાથી કંઈ ઝાટકતાં હોવાનો અભિનય કરે છે.) {{ps |લતાઃ | ચાલો, શરૂઆતમાં ડોશીને મળવા કાર્યકર્તા સ્ત્રી આવે છે તે લો. {{ps |લીનાઃ | મારા સંવાદ તો મને મોઢે છે. {{ps |રંજનઃ | અને હું તો અનુભવી છું. થોડી સ્ક્રિપ્ટ પણ વાંચી છે. {{ps |ગીતાઃ | તો પછી શરૂ કરો ને? {{ps |લીનાઃ | (અંદરના ભાગમાંથી આવતાં) નમસ્તે માજી, આવું કે? {{ps |રંજનઃ | કોણ છે’લી? {{ps |લીનાઃ | માજી, હું કાન્તા! (ખુરશી પર બેસે.) {{ps |રંજનઃ | (ઊભી થઈ ડોશીને પેઠે પાસેથી જોતાં) હેં. શાંતિલાલના છૈયાની છોડીને ’લી! {{ps |લીનાઃ | હા માજી. {{ps |રંજનઃ | મેર મૂઈ! તું તો મોટી હેડંબા જેવી થઈ ગઈને ઓળખાતી યે નથી. કેમ, ઘેર બધાં મઝામાં ને? {{ps |લીનાઃ | હા માજી. {{ps |રંજનઃ | માજી માજી શું કરે છે? મારું નામ નથી જાણતી. {{ps |લીનાઃ | ના માજી, આપણે મળ્યાં હોઈએ તેવું મને યાદ નથી. આઈ ડૉન્ટ રિમેમ્બર. {{ps |રંજનઃ | આવું બોલે છે તે જરાયે શોભતી નથી. શાંતિકાકા અને મારા બાપાને ઘર જેવો સંબંધ! અમે ધંધુકામાં પાસે પાસે રહીએ, આ તારી માને એમણે અમદાવાદ પયણાવી તેદુની તે બધીયું શેરની થઈયું. તું પયણી છો’લી છોડી? {{ps |લીનાઃ | માજી, તમે કેવા વિચિત્ર સવાલો પૂછો છો? {{ps |રંજનઃ | લે ત્યારે, તેં મને ઓળખી નહિ. હું તો તારી ગંગા માશી! {{ps |લીનાઃ | ખાસ કંઈ યાદ આવતું નથી. {{ps |રંજનઃ | તો તું મને ઓળખતી નથી, તો કોનું બોડાવા અહીં ટળી છો! {{ps |લીનાઃ | મારે શાન્તાબહેનનું કામ હતું. {{ps |રંજનઃ | એમ કહેને તઈયાં! તારે શાંતા વહુનું કામ છે. વહુ ઓ વહુ! અરે ઓ શાંતાવહુ! {{ps |લીનાઃ | માજી! {{ps |રંજનઃ | ગંગામાશી કહે, ગંગામાશી! અરે શાંતાવહુ ઓ બહાર આવો તો. શાંતિકાકાની છોડી ચંપાને અમદાવાદવાળા જયંતીલાલ જોડે નહોતી પયણાવી? હા…તે તેની ત્રીજી છોડી કાન્તા આવી છે… કેમ, એ ય, આગળ બોલને? {{ps |લીનાઃ | હવે તો લતાએ બોલવાનું છે. {{ps |લતાઃ | અરે હા. હું તો તમારું જોવામાં ને જોવામાં સ્ક્રિપ્ટ જોવાનું જ ભૂલી ગઈ. {{ps |રંજનઃ | પણ અમે ક્યાં અહીં સ્ક્રિપ્ટમાંથી બોલીએ છીએ? તારે પણ અમારી પેઠે મગજમાંથી જ કાઢીને બોલવા માંડવાનું. {{ps |ગીતાઃ | (ઊભી થઈને) હા, લતા! આ તો સરઘસ જેવું છે. ઘણા લોકોને ટેવ નથી હોતી કે ગમે તેનું સરઘસ જતું હોય તેમાં જોડાઈ જવાનું અને ફાવે તે બૂમો પાડવાની! (સરઘસમાં નારા બોલાવનારની જેમ) મુંબઈ કોણાચી? (સરઘસના માણસો બોલે તેમ, હાથ ઊંચા કરી કરીને સ્ટેજના આગળના ભાગમાં આવીને) અમારું છે! અમારું છે! {{ps |લીનાઃ | ગીતા, નાટક જામે છે! {{ps |ગીતાઃ | આટલામાં શું ખબર પડે? પણ હા, એક વાત છે. જો આ રીતે જ થીમ આગળ વધવાની હોય તો આ નાટક કોઈ મરી જાય તેના ઉઠમણા જેવું લાગે. {{ps |રંજનઃ | જા જા, હવે. {{ps |ગીતાઃ | જાય ક્યાં! સાચું કહું છું. ડોશી અને પ્રૌઢાનાં પાત્રોવાળું નાટક ઉઠમણા જેવું ના લાગે તો શું પ્રેમકથા લાગે? {{ps |રંજનઃ | તો પછી કરવું શું? {{ps |લીનાઃ | તમે ગભરાઓ છો કેમ? મારા નાટકમાં આગળ જતાં સરસ જમાવટ થાય છે. ચંપાની છોકરી નાસી જાય છે ત્યારે રડે છે એને લોકો હસે છે. {{ps |ગીતાઃ | કોઈ રડે અને કઈ હસે તે કેવી રીતે બને? {{ps |રંજનઃ | કેમ ના બને? {{ps |ગીતાઃ | ના જ બને. તું રડે અને લોકો હસે તેથી તને હસવું આવે તો? {{ps |રંજનઃ | ના, હાસ્ય અને રુદન એ નાટ્યશાસ્ત્રના એવા રસ હોય છે કે જે પાત્ર ધારે તેટલું પીરસી શકે. {{ps |લીનાઃ | તારી આ વાત ખોટી છે. રડતાં રડતાં તરત હસવું અને હસતાં હસતાં તરત રડવું એ કેમ બને? {{ps |રંજનઃ | જો. મેં અને લતાએ એક નાટક જોયું હતું. તેમાં હીરોઇન તેના પુત્રની વર્ષગાંઠ ઊજવે છે. અને હસતી હસતી કહે છે કે (અભિનય સાથે – સ્ટેજના આગળના ભાગમાં આખું સ્ટેજ કવર થાય તેમ) આજે મારા જેવું સુખી કોણ હશે? મારા બાળકની આજે વર્ષગાંઠ! કેટકેટલી આશા અને અરમાનોનું સાફલ્ય! {{ps |લીનાઃ | પછી? {{ps |લતાઃ | પછી કોઈ આવીને કહે છે કે બાળક મોટર નીચે આવીને કચડાઈ ગયું– {{ps |રંજનઃ | (હાસ્ય ને એકદમ ગંભીરતામાં પલટી એકદમ આંખમાં આંસુ લાવી રડતાં) ઓ ઈશ્વર! તેં આ શું કર્યું ઓ વિધિ, તારી લીલા! પ્રભુ, તેં મને કયા પાપની આ સજા આપી! ઓ મારું બાળક રે… (ધ્રુસકે ધ્રુસકે રડે, બેસી જાય.) {{ps |લીનાઃ | પછી? {{ps |લતાઃ | પછી બાળકનો બાપ આવીને કહે કે આપણું બાળક તો નીચે રમે છે. આ તો બીજાનું બાળક કચડાઈ ગયું છે. {{ps |રંજનઃ | (મોં ઊંચું કરે – આંખમાં આંસુ છે તે આનંદનાં આંસુ બને – રુદનનું સ્થાન મલકાટ લે) શું? મારું બાળક જીવે છે! મારાં પુણ્ય આજે ઊગી નીકળ્યાં! વાહ, ઈશ્વર વાહ! વાહ નિરાકાર! વાહ નિરંજન! {{ps |ગીતાઃ | (તાળી પાડી) વાહ રંજન, વાહ! {{ps |રંજનઃ | ગીતા, તો હવે આપણે આ નાટક કરીશું ને? {{ps |લીનાઃ | હા, પછી માત્ર સ્ત્રીપાત્રોવાળું નાટક નહિ મળે. {{ps |ગીતાઃ | બસ, મને એક જ બીક છે. આવા નટશૂન્ય નાટકમાં સ્ત્રીપ્રેક્ષકોની કંગાળ હાજરી રહેશે. {{ps |રંજનઃ | તારું નામ ગીતા.. અને તું જ ગીતાના બેઝિક સિદ્ધાન્તને ભૂલી જાય કે, ‘કર્મેણ્યેવાધિકરસ્તે મા ફલેષુ કદાચન’ તે પણ બને? {{ps |ગીતાઃ | તો પછી આપણે નાટક શાને માટે કરીએ છીએ? {{ps |રંજનઃ | એ તો ખબર નથી. પણ નાટકો પ્રેક્ષકો માટે કે રંગભૂમિના ઉદ્ધાર માટે નથી થતાં. નાટક એ એક જ એવી કલા છે કે ‘આર્ટ ફૉર આર્ટસ સેઇક’ની જેમ નાટકને ખાતર જ નાટક થાય છે, અને નાટકો તો પ્રેસના પ્રતિનિધિઓ માટે થાય છે ને? {{ps |ગીતાઃ | તારી વાત કંઈ સમજાઈ નહિ. {{ps |રંજનઃ | જો ગીતા, છાપાંવાળા નાટક ઉપર લખવાનું બંધ કરે તો પ્રેક્ષકોને તો બાજુએ મૂક, કલાકારોની ખુદની હાજરી કંગાલ થઈ જાય. {{ps |ગીતાઃ | મને લાગે છે કે હું જો તારી જોડે વધારે રહીશ તો મારું ભેજું ખસી જશે. {{ps |રંજનઃ | અરે, પણ તને વાંધો શો છે? {{ps |લતાઃ | રંજન, આ ગીતાને એક જ વાંધો છે કે પુરુષપાત્ર તો જોઈએ જ. પછી ભલે ને કોઈ ટપાલીનું હોય કે ઊંઘતા નોકરનું હોય. {{ps |ગીતાઃ | આટલા બધા વખત પછી મારી વાત જો કોઈ સમજતું હોય તો તે લતા જ. {{ps |લીનાઃ | એમ તો મારા નાટકમાં એક નોકરની કૅરેક્ટર આવે છે. {{ps |રંજનઃ | હેં! એને સંવાદ બોલવાના છે? {{ps |લીનાઃ | નાનો સરખો છે. કાન્તા તેના નોકરને કહે છે કે તારે આ ઘરમાં રહેવું હોય તો મારું કહ્યું કરવાનું. હું ઊઠું તે પહેલાં ઊઠવાનું. હું સૂઈ જાઉં પછી જ સૂવાનું. ચા બહુ પીવાની નહિ, બીડીનું તો નામ જ નહિ લેવાનું. ફિલ્મ હું કહું એ જોવાની. મને પૂછ્યા વગર બહાર નહિ જવાનું અને હું કહું તેની સાથે જ સંબંધ રાખવાનો. {{ps |રંજનઃ | નોકરનો સંવાદ બોલ ને? {{ps |લીનાઃ | તે એના પર તો આવું છું. આ બધું સાંભળી નોકર એક જ વાક્ય બોલે છે કે, ‘બહેન, આ હિસાબે તમારે નોકર નહિ, પણ વરની જરૂર છે.’ (બધાં હસે છે; હસી રહ્યા પછી ગંભીર થઈ જાય છે.) {{ps |રંજનઃ | આ સંવાદ તો કટ કરવો પડશે કારણ કે આ કૅરેક્ટર નહિ મળે. {{ps |લીનાઃ | વાહ, નાની નાની કૅરેક્ટરો તો જોઈશે જ. {{ps |રંજનઃ | લીના, તું તો ખરી છે. આપણી પાસે પુરુષપાત્ર જ નથી, માટે તો તારું નાટક કરવું પડે છે. {{ps |ગીતાઃ | તમે લોકો મને નથી માનતાં, પણ પુરુષપાત્ર વગર નાટક સંભવિત જ નથી. {{ps |લીનાઃ | તમે લોકો વાતો જ કરશો કે પછી રિહર્સલ કરશો! {{ps |ગીતાઃ | પણ તારું નાટક ન ભજવવું એ તો આપણે ક્યારનું નક્કી કર્યું છે. {{ps |લીનાઃ | તમને ખબર છે, આ નાટક લખવા પાછળ મને કેટલી મહેનત પડી છે? {{ps |રંજનઃ | મહેનત શબ્દ ખોટો છે, મહેનતાણું કહે. {{ps |લીનાઃ | એમ માનો તો એમ. પણ આ નાટક પાછળ મારે ૩૦ રૂપિયાનો ખર્ચો થયો છે. {{ps |રંજનઃ | તો તો તું મુંડાઈ જ ગઈ. એ લેખકે એમ ને એમ છપાવ્યું હોત તો તેને ૧૦ રૂપરડીથી વધુ ના મળત: અને ભજવાવ્યું હોત તો બહુ બહુ તો નાટક જોવાનો પાસ મળત. {{ps |ગીતાઃ | હશે; સો વાતની એક વાત, કે પુરુષપાત્ર મળે નહિ ત્યાં સુધી આ નાટક નહિ થાય. (આગંતુક પ્રવેશે છે.) {{ps |ગીતાઃ | રંજન, કોઈ આવ્યું. {{ps |રંજનઃ | કોણ છે? આગંતુકઃ હું છું. {{ps |રંજનઃ | તમે કોણ છો? આગંતુકઃ આમ ખિજાઓ છો કેમ? {{ps |રંજનઃ | અમે આમ ડિસ્કસ કરતાં હોઈએ ત્યારે પૂછ્યાગાછ્યા વગર ઘૂસી આવતાં શરમાતાં નથી? આગંતુકઃ તમે લોકો તો ખરાં છો! સમજતાં જ નથી. હું તો એમ કહેવા આવી હતી કે તમે કલાકથી સ્ટેજ પચાવી પાડ્યું છે. {{ps |ગીતાઃ | પચાવી પાડ્યું છે, એમ? {{ps |લતાઃ | જાઓ, જાઓ હવે. અમે ગમે તે કરીએ, તમારે શું? {{ps |રંજનઃ | હા વળી, બધાને અર્ધો કલાક સ્ટેજ વાપરવાનો હક છે. {{ps |લીનાઃ | પછી અમે નાટક કરીએ કે સિક્સ્ટીન એમ.એમ.ની ફિલ્મ બતાવીએ. {{ps |ગીતાઃ | કે પછી મુશાયરો કરીએ! ના, ના, તમારે શું? આગંતુકઃ તમે લોકો મને બોલવા દેશો? {{ps |ગીતાઃ | તે તને બાંધી કોણે રાખી છે? આગંતુકઃ તમે ધાર્યા કરતાં વધુ સમય લીધો છે. તમારા પછી અમે સ્ટેજ બુક કરાવ્યું છે. જો તમે સ્ટેજ ખાલી કરો તો અમે રિહર્સલ શરૂ કરીએ. {{ps |રંજનઃ | ઓહ! સૉરી! જસ્ટ આ ફ્યુ મિનિટ્સ પ્લીઝ. આગંતુકઃ જલદી કરો. {{ps |રંજનઃ | માફ કરજો, તમને ઓળખ્યાં નહિ હોં. આગંતુકઃ ઓકે. મેઇક ઇટ સ્નૅપી, સિસ્ટર્સ! {{ps |રંજનઃ | અમે હમણાં જ પતાવીએ છીએ. (આગંતુક જાય છે.) {{ps |ગીતાઃ | કોણ હતી આ? {{ps |રંજનઃ | હશે આપણા જેવી કોઈ. {{ps |લતાઃ | લીના, તને શું થયું? {{ps |લીનાઃ | થયું મારું કપાળ! મને નથી લાગતું કે તમે મારું નાટક કરો. મને તો હતું કે આ નાટકથી તો મને ખ્યાતિ મળશે.

ચાલ ગીતા, તો જાઉં છું. આપણો અહીં કંઈ પત્તો ખાય એમ નથી લાગતું.

{{ps |ગીતાઃ | ઊભી રહે, લીના. હું પણ આવું. આવા પુરુષપાત્ર વિનાના નાટકમાં આપણને રસ નથી. રંજન અને લતા કરશે જે કરવું હશે તે. {{ps |લીનાઃ | (સ્ક્રિપ્ટ ફાડતાં) આ મારા ૩૦ રૂપિયા! {{ps |ગીતાઃ | અરેરે, આટલામાં તો તું અઢી રૂપિયામાં બાર પિક્ચરો જોઈ શકી હોત. ચાલ લીના, આ લોકો એક પુરુષપાત્ર પણ મેળવી શકતાં નથી. (હસતાં હસતાં જાય છે.) {{ps |લતાઃ | તમે લોકો હસો છો, પણ બિચારી રંજનનું શું? એ તેની જે શક્તિઓ છે તે કેવી રીતે દેખાડશે? {{ps |રંજનઃ | હું ગમે તે કરીશ. {{ps |લતાઃ | પણ રંજન, મને એક જ દુઃખ થાય છે કે બીજાં બધાં સાધનો હોવા છતાં પણ આપણે નાટક નહિ કરી શકીએ. આપણે નાટક નહિ કરીએ તો લોકો શું કહેશે? {{ps |રંજનઃ | લોકો? લોકો શું કહેશે? આપણે લોકોને કહીશું કે – (સ્ટેજના વચ્ચેના ભાગમાં આવી આગળ આવે. ઑડિયન્સને શું કહેશે તે કહેતી હોય તેમ બોલે)

આજે જનતા નાટક માગે છે. અમે તે આપી શકીએ તેમ છીએ. અમારી પાસે અભિનય છે, શક્તિઓ છે. પણ જનતા જે સારાં કે ખરાબ ગમે તેવાં પણ નાટકો માગે છે તેમ અમે જનતા પાસે પુરુષપાત્ર – સારા કે ખરાબ ગમે તેવાં – માત્ર પુરુષપાત્ર માગીએ છીએ.
અમારી મશ્કેલી પુરુષપાત્રોની હતી, છે અને રહેશે. આજે તો અમે તમને એટલું જ કહીશું કે પુરુષપાત્રોના અભાવે અમને – માફ કરજો, આ નાટક નહિ થાય…

(પડદો) (પ્રબોધ જોશીનાં એકાંકી સંગ્રહ)