ગુજરાતી એકાંકીસંપદા/આંતર મનની આરપાર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 212: Line 212:
{{ps | સવિતા: | તે તને કોણે કહ્યું?}}
{{ps | સવિતા: | તે તને કોણે કહ્યું?}}
(જવાબ આપ્યા વગર મંજરી ઝાંપેથી બહાર ચાલી જાય છે. સામેથી વિઠ્ઠલ પ્રવેશે છે.)
(જવાબ આપ્યા વગર મંજરી ઝાંપેથી બહાર ચાલી જાય છે. સામેથી વિઠ્ઠલ પ્રવેશે છે.)
જોયું? જોયું ને, હાય હાય, અક્ષુના બાપુ (મોટેથી) સાંભળો છો તમે?}}
{{ps |
|જોયું? જોયું ને, હાય હાય, અક્ષુના બાપુ (મોટેથી) સાંભળો છો તમે?}}
{{ps | ત્રિભોવન: | (પ્રવેશીને) ધીમેથી બોલો.}}
{{ps | ત્રિભોવન: | (પ્રવેશીને) ધીમેથી બોલો.}}
{{ps | વિઠ્ઠલ: | હું પણ એ જ કહું છું.}}
{{ps | વિઠ્ઠલ: | હું પણ એ જ કહું છું.}}
Line 465: Line 466:
<center>(પડદો પડે છે.)</center>
<center>(પડદો પડે છે.)</center>
{{Right|(રંગપૂજા)}}
{{Right|(રંગપૂજા)}}
<br>
{{HeaderNav2
|previous = મશાલ
|next = ભૃગુસંહિતા
}}

Latest revision as of 12:47, 8 June 2022

આંતર મનની આરપાર
સતીશ દેસાઈ
પાત્રો

ત્રિભોવન આચાર્ય – રાષ્ટ્રપતિ એવૉર્ડ ધારક નિવૃત્ત શિક્ષક
સવિતા – ત્રિભોવનની પત્ની
નીરવ – ત્રિભોવનનો નાનો પુત્ર
અક્ષય – ત્રિભોવનનો મોટો પુત્ર જે મૃત્યુ પામ્યો છે. ઉંમર ૨૭ વર્ષ
વિઠ્ઠલકાકા – ત્રિભોવનના પાડોશી
ગગુબેન – વિઠ્ઠલકાકાની વિધવા દીકરી, ઉંમર ૨૪ વર્ષ
છોકરો – ગામનો છોકરો (સમાજનું પ્રતીક)
રત્નો – રબારીનો છોકરો, ઉંમર ૨૬થી ૨૮ વર્ષ
પત્રકાર – કોઈ પ્રેસના પત્રકાર
મંજરી વહુ – ત્રિભોવન આચાર્યની વિધવા પુત્રવધૂ, ઉંમર ૨૪ વર્ષ
મંજરીનું મન – મંજરીના મનને એક પાત્ર તરીકે રજૂ કરે છે તે.
દૃશ્ય–૧

(ત્રિભોવન આરામખુરશીમાં. બાજુમાં વિઠ્ઠલ. સેટી ઉપર સવિતા તથા નીરવ બેઠાં છે. નીરવ શૂન્યમનસ્ક છે. સવિતા ઊઠીને ઝાંપાની બાજુમાં જઈ પાછી સેટી ઉપર બેસે છે. ટેબલ ઉપર મૃત અક્ષયનો હાર ચઢાવેલો ફોટો. દીવો-અગરબત્તી સળગે છે.)

વિઠ્ઠલ: આ ભાણ ડૂબવા આવ્યો છતાં ઘોડાગાડી ન આવી.
ત્રિભોવન: સાડા આઠ ગાઉ હશે.

(ઝાંપે સાઇકલ મૂકી રત્નો પ્રવેશે છે.)

સવિતા: ગગુનો સંગાથ છે, બાકી મૈયરનો ઓટલો મૂકતા મંજરી વહુને…
નીરવ: બા…
સવિતા: મારા દીકરા ભેગી પિયર જતી તે રાણી જેવી મારી વઉ આજે ચૂડીચાંદલા વગરની… કેમ કરી પાછી વાળશે એની માડી…

(ડૂસકું)

વિઠ્ઠલ: એક મહિનાથી રડીએ છીએ, કાંઈ વળ્યું? ઊઠ, દૂધ લઈ લે.
રત્નો: ભલે રહ્યાં. વિઠ્ઠલ અદા, હું રહોડે મેલી આવું છું.

(રત્નો રસોડામાં જાય છે. છોકરો પ્રવેશે છે.)

છોકરો: સવિતાબા, ઘોડાગાડી ઉગમણે ટેકરેથી ઊતરી.

(સવિતા ઝાંપે જાય છે. વિઠ્ઠલ સ્ટૂલ પર બેસે છે. ત્રિભોવન ખુરશીમાંથી ઊભો થાય છે. ઘોડાગાડીનો અવાજ)

સવિતા: (બહાર જોઈને) સાંભળજે ગગુ!

(ગગુ મંજરી સાથે પ્રવેશે છે. મંજરી સવિતાને બાઝીને રડે છે.)

છોકરો: એ… રડ્યાં, ભાભી રડ્યાં.

(બોલતો બોલતો બહાર ભાગે છે.) (બધી સ્ત્રીઓ મંજરીના રૂમમાં, ત્રિભોવન પોતાના રૂમમાં અને રત્નો ઝાંપેથી બહાર જાય છે.)

નીરવ: (ખુરશીમાંથી ઊઠીને) વિઠ્ઠલકાકા, મારાં ભાભી રડ્યાં, અંતે રડી પડ્યાં મારાં ભાભી.
એમને રડતાં જોવાને તલપાપડ પેલી જમનાડોસી અને શારદાને કહી આવો કે મંજરીવહુ આખરે રડી. અરે, ૨૪ વર્ષની એક વિધવા પતિના સ્વર્ગવાસ પછી પહેલી વાર પિયર જતી હોય ત્યારે કેટકેટલી વેદનાઓના કેવડા મોટા પહાડને પોતાના અંતરમાં ઊંચકીને જતી હશે અને ત્યારે જ જમનાકાકી બાના કાનમાં ધીમેથી કહેતાં હોય કે વહુનો તો કાંઈ આંખનો આળિયો યે ભીંજાતો નથી ને?
વિઠ્ઠલ: જાણું છું ભાઈ.
નીરવ: અને તમે એ પણ જાણો છો કાકા કે તમારા ઘરના ઓટલે બેસીને બધાં પિયરથી આવીને વહુ રડશે કે નહીં તેની અટકળો કરતાં હતાં.
વિઠ્ઠલ: અરે હું તો એ પણ જાણું છું કે મંજરી વહુના રડવાની રાહ જોઈ રહેલાં એ બધાં વહુને જિંદગી આખી હસવા નથી દેવાનાં.
નીરવ: ગગુબેનની જેમ.
વિઠ્ઠલ: હા… ગગુની જેમ, મારી દીકરીની જેમ તારી ભાભીને પણ આ લોકો હસવા નહીં દે.
નીરવ: અને છતાં તમે ગગુબેનને આમ ઘરમાં ગોંધી રાખશો?
વિઠ્ઠલ: અરે ભાઈ, આને જ દુનિયાદારી કહેવાય.
નીરવ: ભાડમાં જાય તમારી દુનિયાદારી. તમે તો કેવા બાપ છો. કાકા?
વિઠ્ઠલ: તે તું શું કરી શકવાનો છે?
નીરવ: હું કરાવીશ…
વિઠ્ઠલ: શું?
નીરવ: ભાભીનાં લગ્ન.
વિઠ્ઠલ: હું તો આ ઘરનો એક હિસ્સો છું. તારા બાપ સાથે વિચારોના મતભેદ છતાં અમે લંગોટિયા મિત્ર. તારા બાપને પૂછ્યું?
નીરવ: પૂછીશ.
વિઠ્ઠલ: ફાડી ખાશે તારી મા તને. મેં મારી ગગુને પરણાવવાની વાત માંડેલી ત્યારે ગામ આખાને માથે લીધેલું. દીકરીને એક ભવમાં બીજો ભવ કરાવવા નીકળેલા નિર્દય બાપનો શિરપાવ મળેલો મને.

(મંજરીના રૂમની બહાર ગગુનો પ્રવેશ)

નીરવ: એટલે ડરી જઈને તમે એક લાચાર છોકરીને ઘરમાં ગોંધી રાખી?
વિઠ્ઠલ: જે સમાજમાં જીવતા હોઈએ એ સમાજનો ડર તો રાખવો જ પડે.
નીરવ: સમાજ એટલે શું? હું તમારા માટે સમાજ અને તમે મારા માટે. આપણે જ બનાવેલા નિયમોમાંથી આપણે મુક્ત ન થઈ શકીએ?
ગગુબેન: નીરવભાઈ, ઘર બહાર સર્જાતી ઘટનાઓ માટે આપણા વિચારો મસમોટી ફિલૉસૉફી બની જાય છે. વિધવા મંજરીભાભીને પિયર લઈને હું ગયેલી. હું ગગુ બી.એ. વિથ ઇંગ્લિશ, જમનાકાકી નહીં. કેમ કે એક વિધવા સાથે હું વિધવા જ શોભું. હું… આ બધાં સમાજનાં બંધનો છે જે દરેક ડગલે મને અને ભાભીને યાદ કરાવતાં રહેશે કે અમે વિધવા છીએ.
તમે તો ભાવિના ડૉક્ટર, સાઇકાટ્રિસ્ટ. થોડા દિવસમાં તમારે તો હૉસ્ટેલમાં જવાનું થશે પણ અમારો તો અહીં જ જીવવાનું, આ સમાજની વચ્ચે જ્યાં બીજાની સમસ્યા માટે પોતાના વિચારો ફિલૉસૉફી બની જાય છે.
નીરવ: વિઠ્ઠલકાકા, મારા વિચારો ફિલૉસૉફી નથી.
ગગુબેન: તો શું છે?
નીરવ: હકીકત છે.
ગગુબેન: મારી સાથે લગ્ન કરશો?

(નીરવ નીચું જોઈ જાય છે.)

વિઠ્ઠલ: નાલાયક, શરમ નથી આવતી આવું બોલતા?
ગગુબેન: આવે છે, બાપુ, મને શરમ આવે છે. પરંતુ રાષ્ટ્રપતિ એવૉર્ડ ધારક ત્રિભોવનકાકા સંયમના ઢોલ વગાડવાની વાત કરતા હોય અને આ નીરવભાઈ સુધારાવાદીની અદાથી ફિલૉસૉફી હાંકતા હોય ત્યારે આપણા જ માણસોની આવી પોકળ વાતો મને ગૂંગળાવી મૂકે છે. હું થાકી ગઈ છું, કંટાળી ગઈ છું. જુઠ્ઠાં અને પોલાં સલાહ-સાંત્વનોથી. બિચારાં મંજરીભાભી, એમના પર પણ આ જ બધું વીતવાનું છે જે છેલ્લાં બે વર્ષથી હું ભોગવી રહી છું અને આ જ વિચારે મારાથી આક્રોશ થઈ ગયો. આઈ એમ સૉરી, મને માફ કરી દેજો નીરવભાઈ.

(ગગુબેન અને વિઠ્ઠલકાકા બહાર જવા પગ ઉપાડે છે અને મુઠ્ઠી વાળી ઝનૂન સાથે પોતાની હથેળીમાં ઠોકતો નીરવ ચિત્કારી ઊઠે છે.) બાપુ… (અંધકાર. પ્રથમ દૃશ્ય સમાપ્ત)

દૃશ્ય બીજું

(ત્રિભોવન આરામખુરશીમાં ‘અખંડ-આનંદ’ વાંચે છે. સવિતા સેટીની નીચે બેસીને ચોખા વીણે છે. અક્ષયનો ફોટો. દીવો, અગરબત્તી વગેરે નથી.)

સવિતા: (ચોખાની થાળી મૂકતાં મંજરીવહુને બોલાવે છે) મંજરી વઉ, મંજરી વઉ, દીવેટનો રૂ લાવો.
મંજરી: (પ્રવેશી) દીવેટ તો બનાવી બા.
સવિતા: ભલે, લ્યો ચોખા, ખીચડીનું આંધણ મૂકો.
મંજરી: પણ… આજે તો મંગળવાર.
સવિતા: ભલે રહ્યો એ વાર.

(મંજરી ચોખાની થાળી લઈને જાય છે.)

ત્રિભોવન: મંગળવારે ખીચડી કરશો?
સવિતા: મંગળ અને ગુરુ, વહુ જોયાં શુકન–અપશુકન અને છતાં શું રહ્યું હાથમાં?
ત્રિભોવન: તમે વર્ષોથી માનતાં આવ્યાં છો કે રવિ અને મંગળવારે ખીચડી ન થાય. અક્ષયના અકસ્માત અને નીરવના ગયા પછી તમારી આ માન્યતામાં ફરક પડ્યો. ન પડવો જોઈએ અક્ષયનાં બા. લાગણીના પ્રવાહમાં તણાવા કરતાં જાત ઉપર સંયમ કેળવો અને પછી વિચારો કે રવિ કે મંગળવારે ખીચડી થવી જોઈએ કે નહીં?
સવિતા: સલાહ આપવી સહેલી છે પણ પચાવવી…
ત્રિભોવન: હું ક્યારેય સંયમ ચૂક્યો નથી.
સવિતા: જરા જેટલો જાત ઉપર કાબૂ કર્યો હોત તો નીરવ…
ત્રિભોવન: ચાલ્યો ન ગયો હોત એમ જ ને? આઠ-આઠ મહિનાથી હીજરાઈ રહી છો એ નપાવટ વગર. અરે, કુળની આબરૂનું લિલામ કરવા માગતો હતો એ નાલાયક.
સવિતા: એની ક્યાં ના પાડું છું? પણ તમે ધીરજથી ન વર્તી શક્યા હોત? પ્રેમથી…
ત્રિભોવન: પ્રેમથી વર્તું એટલે? પરણાવી દઉં મારી વિધવા વહુને મારા દીકરા સાથે? કેવી વાત કરો છો? અને જતાં જતાં મને ધમકી આપતો ગયો એ કપાતર.

(નેપથ્યમાં નીરવનો અવાજ) હું પરણીશ તો વિધવા સાથે, નહીં તો આજીવન કુંવારો રહીશ.}}

સવિતા: એક ગુમાવ્યો અને બીજો ચાલ્યો ગયો.

(સવિતા ગળગળી થાય છે. મંજરીનો પ્રવેશ.)

ત્રિભોવન: ત્રીજો હોત તો એને પણ ફૂંકી માર્યો હોત જો એણે મારા સિદ્ધાંત અને સમાજના નિયમ વિરુદ્ધની વાત કરી હોત.
સવિતા: તમે તો નિષ્ઠુર બાપ છો. અને હું મા છું મા. એક જનેતા.

(ડૂસકું)

ત્રિભોવન: એટલે જ તો પત્ર લખ્યો છે તમારા કુંવરને કે તારી બાને ખાતર આવજે.

(ત્રિભોવન એના રૂમમાં જાય છે. સવિતાના રડમશ ચહેરા પર સ્મિત દેખાય છે. મંજરી સવિતાની નજીક જતાં)

મંજરી: બા, મારા કારણે ઝઘડો થયો એટલે મને ઓશિયાળું લાગે છે.
સવિતા: તેમાં હું શું કરું?

(ઝાંપેથી ગગુબેનનો પ્રવેશ.)

મંજરી: તમારી અનુમતિ હોય તો નીરવભાઈને લઈ આવું.
સવિતા: (ગગુબેનને) લે સાંભળ. તારો બાપ તને જ લઈ ગયો હોત તો આવા બધા સવાલો જ ક્યાં હતા?
ગગુબેન: (અધિકારથી. ગુસ્સા સાથે) કાકી!
સવિતા: વિઠ્ઠલભાઈ લઈ જ આવેલા તને.
ગગુબેન: બા બોલાવે છે. ઘરે મહારાજ આવ્યા છે.
સવિતા: (બહાર જતાં જતાં) આમેય આ ઘર મને ખાવા ધાય છે. કપાળમાં લખાયેલું મિથ્યા નથી થતું – બધું અહીંનું અહીં જ ભોગવવું પડે છે.

(જાય છે.)

ગગુબેન: (મંજરીની નજીક જતાં) રડતાં નહીં ભાભી.
મંજરી: બાપુજી લેવા આવેલા ત્યારે આ ડેલીની જાહોજલાલીને ધક્કો લાગેલો અને બા હવે આમ…
ગગુબેન: બોલે, છો ને બોલ્યા કરે ભાભી. આવા બોલ સારા, મહેણાંટોણાય સારાં, પણ હું અહીં પિયરમાં પડેલી કેવી ઓશિયાળી છું મને પૂછો. તમે સ્વમાનભેર છો સાસરામાં અને પિયરમાં હું…
મંજરી: કેમ અટકી ગયાં ગગુબેન?
ગગુબેન: મારી જાત સાથે વાતો કરતી હતી. ઘણી વાર મને મારું મન પૂછે છે…
મંજરી: શું પૂછે છે?
ગગુબેન: તું સુખી હોવાનો દંભ નથી કરતી?
મંજરી: મને પણ મારું મન…
ગગુબેન: શું પૂછે છે ભાભી?

(મંજરી વિચારમાં ખોવાઈ જાય છે.)

મંજરીનું મન: (જમણી બાજુથી પ્રવેશી) તું દેખાડો કરે છે. વિધવા હોવાનો બાકી…
ગગુબેન: જવા દો ભાભી. ઘણું બધું કહેવું છે. હું પછી આવીશ.

(ગગુબેન જાય છે. મંજરીનું મન ગગુબેન પાછળ ઝાંપા સુધી જઈ, પાસે ઊભા રહી)

મંજરીનું મન: સાચી વાત છે, ગગુબેન તમારી વાત સાવ સાચી છે. આઠ મહિના પહેલાંની હું હવે હું નથી રહી.
મંજરી: તો?
મંજરીનું મન: કાચની બંગડીનો રણકાર તને ગમવા લાગ્યો છે ને?
મંજરી: નથી ગમતો.
મંજરીનું મન: ગગુબેન કહી ગયાં તે આ જ દંભ છે. તું ડોળ કરે છે કે આવું જીવન તેં પ્રેમથી સ્વીકારી લીધું છે બાકી…
મંજરી: બાકી શું?
મંજરીનું મન: તારે પણ રંગીન સાડી પહેરવી છે, મેળે મહાલવું છે, હોઠ રંગવા છે અને મન ભરીને મલકવું છે.
મંજરી: મલકાટ તો હવે ભૂતકાળ થઈ ગયો.
મંજરીનું મન: એને વર્તમાનમાં ખેંચી લાવવાની તને ઇચ્છા નથી થતી?
મંજરી: ના.
મંજરીનું મન: થાય છે, ઘણું બધું થાય છે. તારા શરીર પરનાં વસ્ત્રોને ખેંચી કાઢું?
મંજરી: હાય, હાય…
મંજરીનું મન: જો કોઈ ખેંચી કાઢે તો? અને પછી ચામડીની નીચેના એક-એક આવરણને તળિયે જઈ આવે તો?
મંજરી: કંઈ નથી ત્યાં.
મંજરીનું મન: છે. ઘણું બધું છે, જેને સંકોરવાની તારી ઇચ્છા સામે લોકો ડોળા ફાડીને ઊભા છે એટલે તું…
મંજરી: શું?
મંજરીનું મન: તું શાંત અને સમજુ હોવાનો ડોળ કરે છે. સ્થિતપ્રજ્ઞતાનો આડંબર કેવળ. ફાટુંફાટું થઈ રહેલા તારી અંદરના જ્વાળામુખીની ટોચ પર બેઠેલી તું ત્યાંથી ગબડી પડવાની તારી ઇચ્છાને તારા જ હાથો વતી તંગ રીતે પકડી રહી છો. બાકી કામનાઓના જ્વાળામુખીને તારે ફોડવો છે તારા જ હાથે.

ઇચ્છાઓના ગરમ ગરમ લાવારસમાં તારે તરબોળ થઈને નહાવું છે. (મુક્ત હાસ્ય કરે છે.) તારી અંદર ખોવાઈ ગયેલો અક્ષય તને ઠરવા નથી દેતો ને?

(એક સ્પૉટમાં અક્ષય. બીજા સ્પૉટમાં મંજરી. પહેલાં મંજરીનો સ્પૉટ.)

મંજરી: અક્ષય, મારા અક્ષય.

(અક્ષયના સ્પૉટમાં જતાં કપાળમાં ચાંદલો ચોઢી દેવો)

અક્ષય: (સ્પૉટમાં) વાહ ભાઈ, તું તો વિધવાના સ્વાંગમાં પણ સુંદર લાગે છે ને કાંઈ?
મંજરી: આવું અમંગળ શું બોલતા હશો?
અક્ષય: અરે પણ ભૂલ્યો. એવું થાય તો તું કંઈ અહીંયાં થોડી રહેવાની હતી, મારા ઘરમાં?
મંજરી: તો ક્યાં જવાની?
અક્ષય: એટલે જિંદગી આખી મારી યાદમાં અહીં જ વિતાવી દઈશ એમ?
મંજરી: સફેદ સાડી પહેરીને. પણ ધારો કે તમે વિધુર થયા તો?
અક્ષય: પરણી જઈશ બિન્દાસ.
મંજરી: બસ મારી આટલી જ વૅલ્યૂ?
અક્ષય: યાદ કરીશ ને ક્યારેક ક્યારેક.

(બન્ને હસે છે. અક્ષય ગંભીર થઈને) મંજુ! વિઠ્ઠલકાકાની ગગુ વિધવા થઈને પહેલી વાર ગામમાં આવેલી ત્યારે હું આ જ વરંડામાં બેસીને રડેલો. બિચારીની લાઇફ કેમ જશે?

મંજરી: સાચું છે.
અક્ષય: યુવાન વિધવાઓને સફેદ સાડીમાં ગોંધી રાખવા કરતાં એમના લગ્ન કરી દેવા જોઈએ.
મંજરી: એને લગ્ન ન કહેવાય.
અક્ષય: તો?
મંજરી: નાતરું કહેવાય. સમાજમાં નાતરે જનાર અને મોકલનાર બંને આજે થૂ થૂ થાય છે.

(અક્ષય સ્પૉટમાં)

અક્ષય: એ થૂંકનારાઓએ પોતાના આંતરમનને ઢંઢોળ્યું નથી ને એટલે થૂંકે છે. (દરમ્યાન મંજરી બીજા સ્પૉટમાં ચાંદલા વગર માથું ઓઢીને) બાકી વિધવાઓના મનનું એકાન્ત…
મંજરી: સાચી વાત છે. તમારી વાત સાવ સાચી છે અક્ષય. આ એકાકી જિંદગીના એક એકાન્ત ખૂણામાં હું ટૂંટિયું વળી ગઈ છું. સહેજ સળવળું છું તો મને તમે દેખાવ છો. તમારો આભાસ થાય છે. એ જાણવા છતાં કે તમે ક્યારેય પાછા આવવાના નથી.

અને કાળની ગતિના આક્રમણે હું તમને ભૂલવા લાગી છું. તમને ભૂલી જવાનું મને ગમવા લાગ્યું છે.

(પૂર્ણ પ્રકાશ)

મંજરીનું મન: ભૂલી જાય છે ને તું અક્ષયને?
મંજરી: હું… ના, ના હું…
મંજરીનું મન: અક્ષયનો તને હવે બોજ લાગે છે.
મંજરી: આ સાચું નથી.
મંજરીનું મન: આ પાપ છે એવું વિચારીને તું ના પાડે છે. બાકી તારે બધું જ ભૂલી જવું છે, અક્ષયને, એની લાગણીને, એના દેહને, એની યાદને બધું જ, અને…
મંજરી: અને શું? બોલ ને!
મંજરીનું મન: અને એ આભાસી જિંદગીથી કંટાળેલી તું કોઈની આંખોમાં મેઘધનુષ રચવાને ઝંખી રહી છો.
મંજરી: હાય હાય…
મંજરીનું મન: સવારમાં અને સાંજના પાંચના ટકોરે ઉંબર ઉપર પગ અટકી નથી જતા તારા?
મંજરી: કેમ?
મંજરીનું મન: પેલી સાઇકલની ઘંટડીનો રણકાર સાંભળવા.

(સાઇકલની ઘંટડી સંભળાય છે. ઝાંપામાં રત્નો ઊભો છે. મંજરીનું મન સાઇકલ તરફ જાય છે. મંજરી અટકીને રસોડામાં જાય છે.)

રત્નો: (દૂધના કેન સાથે પ્રવેશતાં) એ સવિતાબા, નકરું રગડા જેવું લાયો સું. (મંજરી તપેલી સાથે રસોડાને ઉંબરેથી પ્રવેશે છે.) તે ભાભુઝી, આઝનું દૂધ ઝોઈ લેઝો હાં, ઝાઝુ મેરવણ મેલીને મધલીને બાપાએ દોહી દીધી સે. તે બાને દેખાડઝો હાં, ઇ નકર પાણી નાખ્યાનું આળ મેલશે.
મંજરી: તમારા ઉપર આળ ન મુકાય.

(મંજરીનું મન રત્નાને ટીકીને જોઈ રહે છે.)

રત્નો: તે લ્યો, હું ઇવો ઇ કાંઈ દેરામાંનો દેવ શું?
મંજરીનું મન: દેવ બેવ તો રામ જાણે પણ…
રત્નો: કાં બોલ્યા નૈ ભાભુઝી?
મંજરી: આળ મૂકવા જેવું માણસ નથી તમે.
રત્નો: ઇ ભાભુઝી, ખોટ્ટે ખોટ્ટા ભરમમાં નો રે’તા હા, કોક દી પસ્તાવું પડશે.
મંજરી: એટલે?
રત્નો: દૂધમાં પાણી ભરીને લૈ આઈશ.
મંજરીનું મન: હત્તારીની.
મંજરી: મેં તો ધારેલું…
રત્નો: હું ધારેલું તમે?
મંજરીનું મન: મારું બાવડું પકડીને મને અરણ્યમાં ઢસડી જવાની તું વાત કરશે. કોલાહલથી છલોછલ ભરાયેલા મારી અંદરના એકાંતમાં તું મોરલો બનીને ટહુકવાની ચેષ્ટા કરશે. તારા લોખંડી પંજામાં મને કચડી નાખવાની મીઠાશને તું નોતરશે. રત્ના, રત્ના, રત્ના, રત્ના, રત્ના.

(વિંગમાં નીકળી જાય છે.)

રત્નો: કીયો તો ખરાં ભાભુઝી કે તમે હું ધારેલું?
મંજરી: (સ્મિત સાથે) કંઈ નહીં.

(તપેલી લઈને રસોડામાં જાય છે. રત્નો બહાર જવા જાય ત્યાં ઝાંપેથી ગગુબેન પ્રવેશે છે.)

રત્નો: ગગુબેન, ભાભુઝીને હું થૈ ગ્યું? ઠામુકા બોલતા ઝ થંભી ગ્યા, રામનુંય કાળજુ કઠણ ખરું બાપલા, છ-આઠ મહિને પે’લી ફેર હસતા ભાળ્યા, રામ રામ રામ…
ગગુબેન: (સ્વગત) સ્મશાનવૈરાગ્યમાંથી છૂટી છે ને એટલે…
રત્નો: હું બબડ્યાં ગગુબેન?
ગગુબેન: કંઈ નહીં, તું જા. (રત્નો જાય છે ત્રિભોવનની રૂમ તરફ જોઈ પછી રસોડા તરફ જોઈ) ભાભી! અરે ઓ ભાભી!

(મંજરી બૅગ સાથે પ્રવેશે છે.)

મંજરી: આવો, ઘણું બધું કહેવા આવ્યા છો ને?
ગગુબેન: પહેલાં એ કહો કે તમને શું થયું?
મંજરી: લ્યો. મને વળી શું થવાનું હતું?
ગગુબેન: રત્નો કહી ગયો ને?…

(મંજરી વિચારમાં ખોવાઈ જાય છે.)

ગગુબેન: બોલો ને ભાભી.
મંજરી: મને પણ તમારી જેમ મારી જાત સાથે વાતો કરતાં આવડી ગયું છે.
ગગુબેન: એ તો એક પીડા છે. પણ ભાભી, પ્રત્યેક પીડાનું મારણ હોય છે. લ્યો આ વાંચો.

(મંજરીના હાથમાં એક પત્ર મૂકી ગંગુબેન સ્મિત સાથે જાય છે. મંજરી પત્ર વાંચે છે. ખુશ થાય છે. એકદમ કાળઝાળ ગુસ્સામાં સવિતા ઝાંપેથી પ્રવેશે છે. મંજરી બેડું લઈને બહાર જતાં અટકીને)

મંજરી: બા, આવતા ગુરુવારે નીરવભાઈ આવવાના છે.
સવિતા: તે તને કોણે કહ્યું?

(જવાબ આપ્યા વગર મંજરી ઝાંપેથી બહાર ચાલી જાય છે. સામેથી વિઠ્ઠલ પ્રવેશે છે.)

જોયું? જોયું ને, હાય હાય, અક્ષુના બાપુ (મોટેથી) સાંભળો છો તમે?
ત્રિભોવન: (પ્રવેશીને) ધીમેથી બોલો.
વિઠ્ઠલ: હું પણ એ જ કહું છું.
સવિતા: આ કુલાંગાર પાણી જાતાં (છાતી બતાવી) અહીં પાણી મૂકતી ગઈ અને તમે કો’ છો ધીમેથી બોલો.
ત્રિભોવન: પણ થયું છે શું?
સવિતા: તમને અને મને ખબર નથી ને તમારી વહુને ખબર છે કે ગુરુવારે નીરવ આવવાનો છે.
ત્રિભોવન: હેં?…
સવિતા: હા અને આ ઓછું હોય તેમ વિઠ્ઠલભાઈ તમારે ત્યાંથી હું સીધી જમનાડોશીને ત્યાં ગઈ. તે ડોશીની વાત સાંભળીને હું તો સડક જ થઈ ગઈ!
વિઠ્ઠલ: પણ શું થયું?
સવિતા: આ રાંડ મને સત્તાવનનો ઘાટ બતાવશે.
ત્રિભોવન: આ ત્રિભોવન આચાર્યનું ઘર છે, શબ્દપ્રયોગમાં કાળજી રાખો.
સવિતા: શબ્દોની ક્યાં માંડીને બેઠા છો? ગામમાં તમારી આબરૂના ધજાગરા ઊડે છે.
ત્રિભોવન: શું થયું છે વિઠ્ઠલ?
વિઠ્ઠલ: આ જમનાડોશીએ કંઈ મમરો મૂક્યો હશે.
સવિતા: આજે જમની બોલી, કાલે ગામ બોલશે.
વિઠ્ઠલ: કંઈ ફોડ પાડશે કે બસ…
સવિતા: મારા દેવ જેવા દીકરાની વિધવા થઈ છે તે દેવી થઈને જીવતા નથી આવડતું? મારી મા પણ અઠ્ઠાવીસમે વર્ષે વિધવા થયેલી. પણ એણે તો કનકપુરમાં ડંકો વગાડેલો.
વિઠ્ઠલ: તે એમના પાળિયા મુકાયા હશે કનકપુરમાં! કોઈ નથી પૂજતું. અરે! પૂજવાની વાત તો બાજુએ રહી કોઈ પૂછતું સુધ્ધાં નથી કે બહેન, તને શું થાય છે? લોકોએ તો બસ ગંદવાડ ઓકવો છે, ગંદવાડ.
ત્રિભોવન: અમથો અમથો ગંદવાડ નથી ઓકતા વિઠ્ઠલ. મારા દાદાજી કહેતા જેને સમાજનો ડર ન હોય તેને ત્યાં દીકરી ન દેવાય. અક્ષુનાં બા શું સાંભળીને આવ્યાં કે જમનાબેને એમને શું કહ્યું એ તો હું જાણતો નથી, પરંતુ સંયમના શંખ વગાડીએ તો જ આ ભરેલા સમાજમાં જિવાય બાકી બીડી પરથી જેમ રાખને ખંખેરી નાખીએ એમ લોકો આપણને ખંખેરીને ફેંકી દેશે.
સવિતા: હં… સંયમના શંખ, જો જો ધીંગાણાના ઢોલ વાગશે અહીં, ધીંગાણાના ઢોલ.
વિઠ્ઠલ: પણ થયું છે શું?
સવિતા: પાણી ભરીને પાધરા નથી આવતાં મંજરી વહુ.
ત્રિભોવન: તો?
સવિતા: મંદિરના વાડામાં જાય છે.
ત્રિભોવન: શા માટે?
સવિતા: તે પૂછજો એને.

(ત્રિભોવનના રૂમમાં જાય છે.)

ત્રિભોવન: વિઠ્ઠલ, મારા વિચારોને અખબારોમાં જબરજસ્ત સમર્થન મળ્યું છે. એમાંથી કેટલાક વિચારો સાથે હું બાંધછોડ કરી શકું કદાચ. પરંતુ ઘર, સમાજ અને સિદ્ધાંતની મારી ઘરેડને હું ક્યારેય ન છોડી શકું. ત્રિભોવન આચાર્યના ઘરનું ચકલુંય મર્યાદા ન ચૂકે પછી માણસે તો પગલે પગલું વિચારીને જ મૂકવાનું હોય.

(મંજરીનો બેડા સાથે પ્રવેશ) બધું જ ચાલશે મને. પરંતુ આ ઘરમાં જો કોઈએ સ્વમાનભેર જીવવું હશે તો લક્ષ્મણરેખા જાળવવી પડશે, મુઠ્ઠીને બંધ રાખવી પડશે, સંયમના શંખ વગાડવા પડશે, હા સંયમના શંખ વગાડવા પડશે. વઉ દીકરા, ક્યાંક રોકાયાં હતાં?}}

મંજરી: ના બાપુ.
ત્રિભોવન: તો પછી મોડું કેમ થયું?
મંજરી: કામ હતું તે મંદિરના વાડામાં ગયેલી.

(રસોડામાં જાય છે. વિઠ્ઠલ, ત્રિભોવન એકમેક તરફ જોયા કરે છે અને અંધકાર થાય છે.) (બીજું દૃશ્ય સમાપ્ત)

દૃશ્ય ત્રીજું
રત્નો: માસ્તર અદા, અરે ઓ માસ્તર અદા.

(મંજરી રસોડાના ઉંબરે આવે છે)

પરસાદી લાયો સું ભાભુઝી.

(મંજરીનું મન મંજરીની બાજુમાંથી નીકળી પ્રસાદી લેવા જાય છે, લે છે. ત્રિભોવન એના રૂમમાંથી બહાર આવે છે.) અદા, સીમોડીયે પોલા રબારીને ત્યાં ભગતઝીના ભઝન મંડાણા, રે બાપુ, હું ભજનિકના રાગડા ને ભગતડાના રાહડા. બાપા બાપા બોલી ગ્યો મનખો… તે પરસાદી લાયો સું. બા નથ દેખાતાં ને કાંઈ?

ત્રિભોવન: એમની તબિયત જરા નરમ છે. વહુ બેટા, પ્રસાદ લઈ લ્યો.

(મંજરી વિચારમાં ઊભી છે.)

રત્નો: અદા, આપણી ડેલીએ એક દી ભઝનું ગોઠવવાં સે.
ત્રિભોવન: તે રત્ના, કેવાંક હોય તમારાં ભજન?
રત્નો: તે લ્યો, તમારા માયલાં ઝ તે.
મંજરીનું મન: એટલે કેવાં? સંભળાવો તો ખબર પડે ને.

(સવિતાનો પ્રવેશ)

રત્નો: બા હંભળાવું?
સવિતા: હા, હા હંભળાવને.

(નેપથ્યમાં ગવાય છે. રત્નો કડીવાળું પ્રસાદનું નાનું ડોલચું બાજુમાં મૂકી ગાવાનો અભિનય કરે છે. અથવા ડોલચું બાજુમાં મૂકી રત્નો દુહા ગાય છે.)

સુભાષ: કામણ કસુંબલ આંખ્યુની આળ
મને વાંસળીના વ્હેણમાં ઝબોળી
નંદઝીનો લાલ રે ઉરાડે ગુલાલ
મને વિરહના વાયરે પલાળી
પલાળી મને વિરહના વાયરે પલાળી.

(મંજરીનું મન રત્ના સાથે નૃત્ય કરતું ગાય છે.)

મંજરીનું મન: હે માધવ ન સુણે મનના વેણ.
મોરલિયા મારા, હૈયું અધીર નાચે નેણ,
મોરલિયા મારા, હૈયું અધીર નાચે નેણ,
રત્નો: મોહન પ્યારા, હૈયું અધીર નાચે નેણ.

(નૃત્ય કરતાં મંજરીનું મન ગોળ ફરતાં નીચે બેસી જાય છે.)

રત્નો: કેવું રહ્યું અદા?
મંજરીનું મન: પૂછો શું? અમીરસમાં ઓગળી ગઈ છું.
રત્નો: તમને કેવું લાગ્યું ભાભુઝી, હાસ્સુ કેઝો.
મંજરી: કહ્યું તો ખરું.
ત્રિભોવન: સારું ગાય છે રત્ના તું.
રત્નો: એક ફેરી ભગતઝીને હાંભરઝો અદા, ઠીક, બેહો તંયે હમી બાંખડાંને બાંધવાના બાકી સે.

(જાય છે.) (જતાં જતાં ગણગણે છે. ‘મોહન પ્યારા હૈયું અધીર’) (સવિતા ઉધરસ ખાય છે. મંજરી પ્રસાદનું કડીવાળું નાનું ડોલચું લઈને અંદર જાય છે.)

ત્રિભોવન: ગોળ સૂંઠની ગોળી લીધી?
સવિતા: હા. પણ બળ્યું કપાળમાં શું લખાયું છે, રામ જાણે.

(મંજરીનો બેડા સાથે પ્રવેશ)

ત્રિભોવન: ખોટ્ટા વિચારો છોડી દો એટલે…
સવિતા: ખોટા વિચારો?
ત્રિભોવન: આ ડેલીની મુઠ્ઠીને બંધ રાખવાની જવાબદારી માત્ર મારી અને તમારી નથી.
મંજરી: મારી પણ છે.
ત્રિભોવન: તો પછી આ બધું શું કરો છો?
મંજરી: શું કર્યું મેં બાપુ?
ત્રિભોવન: નીરવ આવવાનો છે એ તમને કોણે કહ્યું?

(મંજરી ચૂપ થઈ જાય છે.)

સવિતા: નહીં એટલે (જોરથી) નહીં બોલે. ગુરુવાર, ગુરુવાર કહીને કેટકેટલા ગુરુવાર ગયા. એકને ખાઈ ગઈ ને બીજાને આટોપી લીધો.

(મંજરીનું મન રડે છે.) એના બાપને બોલાવીને સોંપી દો એને.

મંજરી: મારો કંઈ ગુનો નથી.
સવિતા: કેટકેટલા ગુના ગણાવું? પાદરેના પાનના ગલ્લેથી પાન કોણે મંગાવેલું? તારા બાપે? (મંજરીનું મન રડે છે.) ગામના સીમાડે આચાર્યની ડેલીને નિર્વસ્ત્ર કરી રહી છો અને ગુનો પૂછે છે?
મંજરીનું મન: મેં આપણા જ ઘરને ગામના પાદરે…
સવિતા: અરે આ તો એક દિવસ ઘરમાંય લાજશરમ મૂકી દેશે.
મંજરીનું મન: મારે તો લજવાવું હતું. શરમાવું હતું. બાપુનો મસ મોટો ઘૂમટો તાણીને સસરાજી, સસરાજી કહીને વહુની આરતને મારે ઓઢી લેવી હતી અને બા તમે આમ…
સવિતા: માળ ઉપરથી ધૂળેટીના ઊડતા ગુલાલને તેં મુઠ્ઠીમાં પકડી લીધો ને ગામ વચ્ચે તમાશો કર્યો.
મંજરીનું મન: મારા તનમનમાં ઊડતા ગુલાલને હું કેમ કરીને જકડી રહી છું એ તમને ક્યાંથી સમજાય?
સવિતા: કુંવારી છોકરીના હાથે મહેંદી મૂકતી વિધવાને તમે ક્યારેય જોઈ છે ખરી?
મંજરીનું મન: અરે એ મહેંદીમાં ખરડાયેલી સળી તો મારા હૈયા પર ફેરવાતી હતી.
સવિતા: તારા હોઠ કેમ સિવાઈ ગયા છીનાળ!

(નજીક જઈ લાત મારે છે.)

ત્રિભોવન: મર્યાદામાં બોલો અક્ષયનાં બા.
સવિતા: લપસી રહેલા તમારી વહુના પગને સાચવો અને પછી મને મર્યાદા શીખવો. ધર્મશાળામાં સીધુ આપવા જતાં વહુ તમારી ટપાલીને આંખ મીંચકારતી હોય પછી?
મંજરીનું મન: કહી દે (મંજરી ચૂપ છે.) કહી દે ને! (મંજરી હિમ્મત એકઠી કરે છે.) કહી દે કે આ ખોટું છે.
મંજરી: આ ખોટું છે.
ત્રિભોવન: મંદિરના વાડામાં જાવ છો એ પણ ખોટું છે?
મંજરી: ત્યાં જાઉં છું.
સવિતા: (તમાચો મારે છે.) બેશરમ, બોલતાં લજવાતી પણ નથી.
મંજરી: જમનાકાકીએ કહ્યું ને તમને બા કે હું મંદિરના વાડામાં જાઉં છું?
સવિતા: હા.
મંજરી: તે જમનાકાકીએ જ મને મોકલેલી મંદિરના વાડામાં.
સવિતા: કેમ?
મંજરી: ધૂણીની ભભૂત લેવા. ગગુબેનને પણ એમણે જ સલાહ આપેલી કે મનની શાંતિ માટે ધૂણીની ભભૂત સારી. અને એ બધાએ તમને આ બધું કહ્યું, જે શબ્દોના તાણાવાણા છુટ્ટા પાડીને તમે મારો અભ્યાસ કરી રહ્યાં છો. મારા ગુણ-અવગુણને તમારા ત્રાજવે તોળી રહ્યાં છો પરંતુ…
મંજરીનું મન: મારી અંદરના અંધકારમાં ડોકિયું કરીને જોવાનો તમે ક્યારેય પ્રયત્ન કર્યો છે ખરો? કેવું ઘમસાણ છે અંદર…
ત્રિભોવન: કેમ અટકી ગયાં વહુ-બેટા?
મંજરી: કાંઈ નહિ. (બેડું લે છે) બા હવે હું પાણી ભરવા જાઉં છું.

(સામેથી છોકરો દોડતો આવે છે.)

છોકરો: સવિતાબા, નીરવકાકા આવી ગયા.
સવિતા: (આનંદ સાથે, આશ્ચર્યસહ) હેં…
ત્રિભોવન: ક્યાં છે?
છોકરો: વિઠ્ઠલકાકાને ત્યાં!
ત્રિભોવન: વિઠ્ઠલને ત્યાં?
છોકરો: (ઊંચો થઈ બહારની બાજુ જોઈને) એ આવે ગગુફોઈની સાથે.

(વિઠ્ઠલનો પ્રવેશ)

વિઠ્ઠલ: હું કંઈ નથી જાણતો. આપણી દોસ્તીના સમ ત્રિભોવન. હું નિર્દોષ છું.

(નીરવ-ગગુબેન પ્રવેશ, ગગુના સેંથામાં સિંદૂર છે, પાનેતર પહેર્યું છે.)

નીરવ: હા તમે નિર્દોષ છો, વિઠ્ઠલકાકા! જે પણ કાંઈ કર્યું છે એ માટે માત્ર હું જ જવાબદાર છું.
વિઠ્ઠલ: હું કંઈ નથી જાણતો.
મંજરી: પણ હું બધું જ જાણતી હતી.
સવિતા: છતાં ચૂપ રહી?
મંજરી: પત્રમાં નીરવભાઈએ તમારા સોગંદ આપેલા એટલે ચૂપ હતી.
વિઠ્ઠલ: ત્રિભોવન, હું દોષી નથી.
ત્રિભોવન: દોષ તો મારા તકદીરનો છે ભાઈ! તારો શું દોષ કાઢું? મારે ત્યાં આવો કપૂત પાક્યો.
નીરવ: બા, આશીર્વાદ લેવા આવ્યો છું.

(સવિતાને પગે લાગે છે.)

ત્રિભોવન: તારું મોં કાળું કર નાલાયક.
નીરવ: ચાલ્યો જવા જ આવ્યો છું. ગગુ જો પત્રથી માની ગઈ હોત તો અહીં આવત પણ નહીં.
વિધવાને પરણવાના શપથ મને ગગુની હૈયાવરાળે જ લેવડાવેલા. ભાભીનો હાથ પકડું તો તમારી પ્રતિષ્ઠા ઝાંખી પડે. પણ વિધવાને જ પરણવાના મારા શપથ આજે પૂરા થાય છે.
ભાભી, અંતરમાં ઊઠતા શરણાઈના સૂરે એક વિધવાને સૌભાગ્યનાં કંકણ પહેરાવવા નીકળ્યો છું ત્યારે જાવ, મંદિરના કૂવેથી ભરેલ બેડે સામા આવો. મારે મન તમથી વધીને બીજું કોઈ શુકનવંતું નથી.

(શરણાઈના સૂર અને અંધકાર)

દૃશ્ય ૪

(મંજરી મધ્યમાં ઊભી છે. મંજરીના હાથમાં દવાની વાડકી અને પાણીનો પ્યાલો છે. રત્નો પ્રવેશે છે.)

રત્નો: એ ભાભુઝી, હાહુમાની ચાકરી હરખી કરઝો હાં.

(મંજરી સવિતા પાસે જાય છે.)

સવિતા: એ બિચારી તો ઘરનું કામેય કરે છે અને મારી સેવાય કરે છે.

(મંજરી દવા આપે છે.)

રત્નો: કેમનું સે હવે બા?
સવિતા: પિત્તનો કોઠો તે જીવ ગભરાયા કરે.
રત્નો: ભાભુઝી, ઘરઇલાઝ કરતાં દાગદર હારા.
મંજરી: તે બાપુ વિઠ્ઠલકાકાને બોલાવવા જ ગયા છે.
રત્નો: કેમ? ઘોડાગાડીયે જોતરાવી સે કાંઈ?
મંજરી: વિઠ્ઠલકાકા બાને દવાખાને લઈને જવાના છે શહેરમાં.
રત્નો: ને માસ્તર અદા?
મંજરી: બાપુને મળવા તો શહેરથી છાપાવાળા આવવાના છે ને!
રત્નો: તે લેઈખું લખવાના હશે અદા કાં?
મંજરી: હા.

(મંજરી રસોડામાં જાય છે. સવિતા નિસાસો નાંખે છે.)

રત્નો: ઝટેરી નાઈખોને ઈ હુંધીય વાતો મગઝમાંથી.
સવિતા: કઈ વાતો?
રત્નો: આંઇખુ વગરનાય ભાળી હકે ઇવું સે – આઝ તત્તોણ મૈના થ્યા, નીરવભા ગ્યા ને ગ્યા તમે તબિયતે હરખાં રીયો સો?
સવિતા: એક જાતનો જણ્યો ગુમાવ્યો ને બીજો…

(ડૂસકું)

રત્નો: મેલો ને પૂળો બા. (મંજરી તપેલી લઈને આવે છે.) ભાભુઝી મારી કને બેસ્ટ ઇલાઝ સે આ બાને હાઝા કરવાનો.
મંજરી: તે દેખાડો ને.
રત્નો: મને એક વાર ભૈરે ભાણે ઝમાડી દ્યો, મારી માનતા માનો એટલે હાઉ.

(સવિતા ધીમું મલકે છે.)

સવિતા: જા રે મૂઆ, પાણીવાળા દૂધમાં શું રાંધીને તને નોતરું દઈએ?
રત્નો: તે લ્યો બાએ વાત માંડી. હાચ્ચું કેઝો ભાભુઝી! મારાં દૂધડાં કાંઈ ભૂવાળાં સે?
સવિતા: મને પૂછ ને, એ બિચારી શું કહેવાની?
રત્નો: તમે તો હદાના ઇવા…
સવિતા: એટલે કેવા?
રત્નો: અક્ષુબાબુ ઝેવા. અભડાવી મારો ઇવાં. પેલ્લી ફેરી મને જ્યારે અક્ષુબાબુ મળેલા…

(રત્નો સ્પૉટમાં અભિનય કરે છે. અક્ષયનો અવાજ નેપથ્યમાંથી આવે છે.)

અક્ષય: (નેપથ્યમાંથી) તું જ રત્નો કે?
રત્નો: હા અક્ષુબાબુ.
અક્ષય: (નેપથ્યમાંથી) જેવો બાએ ચીતર્યો’તો એવો જ છે તું. મળતાવડો, ગમી જાય એવો.
રત્નો: હું મઝાક કરો સો!
અક્ષય: (નેપથ્યમાં) આવવું છે તારે શહેરમાં?
રત્નો: ના રે બાપા, તમે ભણેલા અભડાવી મારો અમને વાથમાં ને વાથમાં.
અક્ષય: (નેપથ્યમાં) તું જ વાતમાં પરોવી મારે એવો છે તે.
મંજરીનું મન: અક્ષય સાચું કહેતા હતા.

(મંજરીના હાથમાંથી તપેલી પડી જાય છે. વિઠ્ઠલ-ત્રિભોવન ઝાંપેથી પ્રવેશે છે. સવિતા ખુરશીમાંથી ઊભી થાય છે. રત્નો દૂધ ભરે છે. મંજરી સવિતાને મૂકવા જાય છે. ઘોડાગાડી જવાનો અવાજ…) (અંધકાર)

દૃશ્ય ૫

(ત્રિભોવન સેટી ઉપર તકિયે અઢેલીને બેઠા છે. બાજુમાં ખુરશી ઉપર પત્રકાર છે જે લખે છે.)

ત્રિભોવન: અમારા માસ્તરના જીવનમાંથી શું ગરમાગરમ લખશો?
પત્રકાર: કેમ નહીં સર, તમારો દીકરો એક વિધવા સાથે લગ્ન કરે એ…
મંજરી: (મંજરી ચા લઈને આવે છે.) બાપુ, ચા.
ત્રિભોવન: અહીં મૂકો.

(મંજરી ચા મૂકીને જાય છે.)

પત્રકાર: સર, આમનો પરિચય?
ત્રિભોવન: મારાં પુત્રવધૂ છે.
પત્રકાર: તમારે કેટલા દીકરા?
ત્રિભોવન: બે. મોટો અક્ષય કાર અકસ્માતમાં…
પત્રકાર: ઓહ સૉરી. આ એમનાં જ વિધવા?
ત્રિભોવન: હા. અને બીજો નાનો ડૉક્ટર થયો છે.
પત્રકાર: એમણે જ વિધવા સાથે લગ્ન કરેલાં?
ત્રિભોવન: તમને રિપૉર્ટરોને અમારી અંગત બાબત જાણવામાં શું મઝા આવે છે?
પત્રકાર: અંગત બાબત જાણવામાં નહીં…
ત્રિભોવન: તો?
પત્રકાર: તમારા વિચારોનું અને સિદ્ધાંતોનું અંગત જીવન સાથે કેટલું કૉમ્બિનેશન છે એ જાણવામાં.
ત્રિભોવન: હું જે વિચારું છું એનું જ આચરણ કરું છું.
પત્રકાર: દાખલા તરીકે?
ત્રિભોવન: કેટલા દાખલા આપું?
પત્રકાર: તમે સતીપ્રથામાં માનો ખરા?
ત્રિભોવન: એ તો બહુ જૂની વાત થઈ ગઈ.
પત્રકાર: અને વિધવાવિવાહમાં?
ત્રિભોવન: (અકળાઈને) કોઈ પણ બાબતને સ્વીકારવી કે વિરોધ કરવો એ પોતાની માન્યતા કે સિદ્ધાંત ઉપર આધાર રાખે છે. વિધવાએ એક ભવમાં બીજો ભવ શા માટે કરવો જોઈએ? આ તો બધા ભારતીય સંસ્કાર છે ભાઈ.
પત્રકાર: આ બાબતમાં તમારાં ધર્મપત્ની?
ત્રિભોવન: એમને જ પૂછજો ને!
પત્રકાર: એઓ ક્યાં છે?
ત્રિભોવન: શહેરમાં દવાખાને ગયાં છે. જરા તબિયત નરમ રહે છે એમની.
પત્રકાર: ઓહ! હવે છેલ્લો સવાલ.
ત્રિભોવન: ભલે પૂછો.
પત્રકાર: તમને એવો વિચાર ક્યારેય આવ્યો ખરો કે યુવાન વિધવાને કુદરતી કામના થતી હશે?
ત્રિભોવન: સંયમ, માણસે જીવનમાં સંયમના પાઠ શીખવા જોઈએ અને એ જ અમારો આદર્શ છે. પછી આવે સમાજ, બંધનો, નિયમો, સિદ્ધાંતો અને લાગણી અને આ બધાંમાં સુખની લાલસા તો નહિવત્ છે.
પત્રકાર: વાહ, વાહ ભાઈ વાહ.

(ઘોડાગાડી આવ્યાનો અવાજ. મંજરી રસોડેથી બહાર આવે છે.)

ત્રિભોવન: એ લોકો આવ્યાં.

(સવિતા–વિઠ્ઠલનો પ્રવેશ)

પત્રકાર: આભાર તમારો. ચાલો ત્યારે હું નીકળું.

(મંજરી સવિતાને ત્રિભોવનના રૂમમાં લઈ જાય છે.)

ત્રિભોવન: વિઠ્ઠલ, આ ભાઈ ખૂબ જ મોટા પત્રકાર છે. આ મારા મિત્ર વિઠ્ઠલભાઈ.
વિઠ્ઠલ: નમસ્તે.
પત્રકાર: નમસ્તે. ચાલો ત્યારે આવજો.

(જાય છે.)

ત્રિભોવન: બહુ મોડું થયું? કેમ છે અક્ષુનાં બાને?
વિઠ્ઠલ: ઠીક છે.

(વિઠ્ઠલ મંચ ઉપર આંટા મારે છે.)

ત્રિભોવન: શું કહ્યું ડૉક્ટરે? (વિઠ્ઠલ કંઈ બોલતો નથી.) વિઠ્ઠલ! તું ચૂપ કેમ છે? બોલ ને, ડૉક્ટરે શું કહ્યું?
વિઠ્ઠલ: સવિતાને ચોથો મહિનો જાય છે.

(ત્રિભોવન પોતાના સ્થાનેથી ઊભો થઈ જાય છે. મંજરી વિઠ્ઠલને પાણીનો લોટો આપીને જાય છે. ત્રિભોવન પ્રેક્ષકોને પીઠ બતાવે છે. નેપથ્યમાંથી ભૈરવી રાગમાં ગીત)

મારો સૂનો અંતર આવાસ, ખોલો નૈનન દુવાર
જેવી મત્સ્યા જળની બહાર, ખોલો નૈનન દુવાર.

(પંક્તિ પડદો પડે ત્યાં સુધી દોહરાય છે.)

(પડદો પડે છે.)

(રંગપૂજા)