કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૮. ઝીણા ઝીણા મેહ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૮. ઝીણા ઝીણા મેહ|}} <poem> ઝીણા ઝરમર વરસે મેહ, {{Space}} ભીંજે મ્હારી ચ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 29: | Line 29: | ||
{{Right|'''(ન્હાના ન્હાના રાસ, ભાગ-૧, પૃ. ૨૨)'''|}} | {{Right|'''(ન્હાના ન્હાના રાસ, ભાગ-૧, પૃ. ૨૨)'''|}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૭. અહાલેક | |||
|next = ૯. એ રત | |||
}} |
Revision as of 10:52, 13 June 2022
૮. ઝીણા ઝીણા મેહ
ઝીણા ઝરમર વરસે મેહ,
ભીંજે મ્હારી ચૂંદડલી:
એવો નીતરે કૌમારનો નેહ,
ભીંજે મ્હારી ચૂંદડલી. ધ્રુવ.
આજે ઝમે ને ઝરે ચન્દ્રીની ચન્દ્રિકા,
ભીંજે રસિક કોઈ બાલા રે:
ભીંજે સખી, ભીંજે શરદ અલબેલડી,
ભીંજે મ્હારા હૈયાની માલા:
હો ! ભીંજે મ્હારી ચૂંદડલી.
વનમાં પપૈયો પેલો પિયુ પિયુ બોલે,
ટહુકે મયૂર કેરી વેણાં રે:
ટમ ટમ ટમ ટમ વાદળી ટમકે,
ટમકે મ્હારા નાથનાં નેણાં:
હો ! ભીંજે મ્હારી ચૂંદડલી.
આનન્દકન્દ ડોલે સુન્દરીનાં વૃન્દ ને
મીઠા મૃદંગ પડછન્દા રે:
મન્દ મન્દ હેરે મીટડી મયંકની,
હેરો મ્હારા મધુરસચન્દા !
હો ! ભીંજે મ્હારી ચૂંદડલી.
(ન્હાના ન્હાના રાસ, ભાગ-૧, પૃ. ૨૨)