કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૩૬. પરમ ધન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 33: Line 33:
{{Right|'''(પ્રેમભક્તિ ભજનાવલિ, પૃ. ૨૫)'''|}}
{{Right|'''(પ્રેમભક્તિ ભજનાવલિ, પૃ. ૨૫)'''|}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૩૫. હરિ! આવો ને
|next = ૩૭. ધૂમકેતુનું ગીત
}}

Revision as of 12:12, 13 June 2022


૩૬. પરમ ધન


પરમ ધન પ્રભુનાં લેજો, લોક !
રૂપું ધન, ધન સોનું,
          હો અબધૂત ! હીરા મોતી ઝવેર,
          હો અબધૂત ! હીરા મોતી ઝવેર;
સત્તા ધન, ધન જોબન : ચળ સહુ;
          અચળ બ્રહ્મની લહેર;
                   પરમ ધન પ્રભુનાં લેજો,

લોક !

નહીં સૂરજ, નહીં ચંદ્ર,
          હો અબધૂત ! નહીં વીજળચમકાર,
          હો અબધૂત ! નહીં વીજળચમકાર;
અગમનિગમની યે પાર, અપાર એ
          બ્રહ્મ તણા ભંડાર;
                   પરમ ધન પ્રભુનાં લેજો,

લોક !

દૂર થકી પણ દૂર,
          હો અબધૂત ! પ્રાણ થકી પણ પાસ,
          હો અબધૂત ! પ્રાણ થકી પણ પાસ;
ઊગે તપે કે આથમતાં યે
          એ ધન છે અવિનાશ :
                   પરમ ધન પ્રભુનાં લેજો, લોક !

(પ્રેમભક્તિ ભજનાવલિ, પૃ. ૨૫)