કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૪૪.પ્રશ્ન: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૪.પ્રશ્ન|}} <poem> સર, આપે પૂછ્યું કે હું લંગડાઉં છું કેમ ? તે તો...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 32: | Line 32: | ||
પૂછતો રહ્યો છું હું. | પૂછતો રહ્યો છું હું. | ||
જેના ભૂતલમાં અંદર | જેના ભૂતલમાં અંદર | ||
:::: સદીઓથી ઊંઘતા | |||
પાપોને જગાડીને મેં પૂછ્યું છે | પાપોને જગાડીને મેં પૂછ્યું છે | ||
ને અજવાળાની નીકોમાં વહેતા | ને અજવાળાની નીકોમાં વહેતા | ||
Line 64: | Line 64: | ||
ક્રૂર નથી હું. | ક્રૂર નથી હું. | ||
છું તો છું મજબૂર. | છું તો છું મજબૂર. | ||
:::: શૂર નથી | |||
ધડથી છૂટા પડ્યા પછીયે તાક્યા કરતી આંખોવાળો તે | ધડથી છૂટા પડ્યા પછીયે તાક્યા કરતી આંખોવાળો તે | ||
જે આયાનમાં ઊભો છે | જે આયાનમાં ઊભો છે | ||
Line 83: | Line 83: | ||
હા, સર તટ ઉત્તરનો આવે તો ના નૌકાનું કામ. | હા, સર તટ ઉત્તરનો આવે તો ના નૌકાનું કામ. | ||
ના નદિઓના | ના નદિઓના | ||
:::: સદીઓના હિસાબનું | |||
કંઈ કામ. | કંઈ કામ. | ||
ના સર, હું મનરંજનવિદ્ધ નથી. | ના સર, હું મનરંજનવિદ્ધ નથી. | ||
Line 90: | Line 90: | ||
ચાલ્યાં કર્યું છે એમ નથી. | ચાલ્યાં કર્યું છે એમ નથી. | ||
યથાસમય અટકી ગયો છું | યથાસમય અટકી ગયો છું | ||
:::: સ્વયં | |||
સ્વેચ્છાથી પરંપરાથી | સ્વેચ્છાથી પરંપરાથી | ||
:::: બટકી ગયો છું. | |||
અને જખમી થયેલો વાઘ ધસતી વખતે | અને જખમી થયેલો વાઘ ધસતી વખતે | ||
::::: શિકારીના | |||
ભાલાને | ભાલાને | ||
Line 105: | Line 105: | ||
મેં | મેં | ||
સતત મને ઉન્મૂલ કરી | સતત મને ઉન્મૂલ કરી | ||
:::: ખોદ્યો છે | |||
ધખનામાં ઉત્કટ | ધખનામાં ઉત્કટ | ||
જવાબની. | જવાબની. | ||
મારા જ લોહીમાં | મારા જ લોહીમાં | ||
:::: ભમી ભમીને ઘોંઘાટોમાં | |||
કાન | કાન | ||
મારા બહેરા થઈ ગયા છે. | મારા બહેરા થઈ ગયા છે. | ||
મેં કર્મ માત્રને બાળ્યાં છે | મેં કર્મ માત્રને બાળ્યાં છે | ||
:::: નિર્લિપ્ત થવા | |||
મરી દૃષ્ટિસૃષ્ટિના | મરી દૃષ્ટિસૃષ્ટિના | ||
:::: વિસ્તારોમાં | |||
::::: રઝળી. | |||
દેશકાળને પરાધીન કરી મેં | દેશકાળને પરાધીન કરી મેં | ||
સ્વાધીન | સ્વાધીન | ||
::: સૂતેલી | |||
શ્રદ્ધાના આશયને અતલ | શ્રદ્ધાના આશયને અતલ | ||
:::: ઉલેચી નાખ્યો છે. | |||
કહ્યાગરી ભાષા આખી પર | કહ્યાગરી ભાષા આખી પર | ||
:::: ત્રાસ ત્રાસ | |||
વરતાવ્યો છે. | વરતાવ્યો છે. | ||
ધોરી માર્ગ ઉજ્જડ કરી નાખ્યા છે. | ધોરી માર્ગ ઉજ્જડ કરી નાખ્યા છે. | ||
:::::: કડાકા સાથે | |||
સિસૃક્ષાના ઘનઘોર | સિસૃક્ષાના ઘનઘોર | ||
:::: તૂટી પડ્યો છું – | |||
કાગળની હોડીમાં બેસી નીકળેલા | કાગળની હોડીમાં બેસી નીકળેલા | ||
અંતઃસ્રોતાનાં આભાાસી જળમાં – | અંતઃસ્રોતાનાં આભાાસી જળમાં – | ||
સદીઓથી સરતા | સદીઓથી સરતા | ||
:::: મંગળ જેવા | |||
વિશેષણોના પડઘાઓ પર. | વિશેષણોના પડઘાઓ પર. | ||
સંબંધોના સ્નેહસ્પર્શની | સંબંધોના સ્નેહસ્પર્શની | ||
:::::: માયાની મમતાની | |||
ઘટાટોપ મનઃસ્થલીઓ | ઘટાટોપ મનઃસ્થલીઓ | ||
:::::: મેં બાળી છે | |||
મારામાં ભડભડ | મારામાં ભડભડ | ||
:::: પામવા ઉત્તરને | |||
જિજ્ઞાસાથી ઝૂમ કરીને દૃષ્ટિને. | જિજ્ઞાસાથી ઝૂમ કરીને દૃષ્ટિને. | ||
પાપીનું વહાણ પણ સમુદ્ર તરી જાય છે. | પાપીનું વહાણ પણ સમુદ્ર તરી જાય છે. | ||
મેં તો પુણ્યના સમુદ્રને | મેં તો પુણ્યના સમુદ્રને | ||
:::::: આકંઠ | |||
પીધો છે અને | પીધો છે અને | ||
:::: મૂતરતાં | |||
::::: મૂતરતાં મારી તૃષિત તલપતી | |||
જિજ્ઞાસાને | જિજ્ઞાસાને | ||
તન્મય કરી છે | તન્મય કરી છે | ||
:::: અર્થોત્કટ | |||
એકાદશ ચાંપોને ચપચપ | એકાદશ ચાંપોને ચપચપ | ||
:::::: દબાવતાં – | |||
મારી ઘનઘોર બિનંગત એકલતાની | મારી ઘનઘોર બિનંગત એકલતાની | ||
:::::: લૅબમાં. | |||
યસ સર, અસ્તવ્યસ્તના ઍટમ્સને | યસ સર, અસ્તવ્યસ્તના ઍટમ્સને | ||
:::::: એના સબપાર્ટિકલ્સને | |||
નિશ્ચયના ચીપિયાથી પકડ્યા છે | નિશ્ચયના ચીપિયાથી પકડ્યા છે | ||
:::::: ઉત્તરને | |||
હસ્તામલક કરીને તાકવા. | હસ્તામલક કરીને તાકવા. | ||
અને સમજાવું છે : | અને સમજાવું છે : | ||
::::: ના ના, આ તો અટકચાળાં છે | |||
પલાયન છે | પલાયન છે | ||
પ્રશ્નથી દૂર જવાનાં, એને ભૂલી જવાનાં. | પ્રશ્નથી દૂર જવાનાં, એને ભૂલી જવાનાં. | ||
બૂરાઈ | બૂરાઈ | ||
કોઈ પણ બૂરાઈ | કોઈ પણ બૂરાઈ | ||
:::: નિત્ય રહેતી નથી તે સાચું. | |||
પણ અગેઇન તે તો આડવાત છે. | પણ અગેઇન તે તો આડવાત છે. | ||
પ્રશ્નનો ઉત્તર બૂરાઈમાં છુપાયો નથી | પ્રશ્નનો ઉત્તર બૂરાઈમાં છુપાયો નથી | ||
કે નથી છુપાયો ભલાઈમાં | કે નથી છુપાયો ભલાઈમાં | ||
સર, આ સ્વાનુભવની એરણના | સર, આ સ્વાનુભવની એરણના | ||
:::::: રણકારા છે. | |||
લાલસા છે, તૃષ્ણા છે | લાલસા છે, તૃષ્ણા છે | ||
::::: આમ અંદર છે | |||
તેથી તે બહાર છે. | તેથી તે બહાર છે. | ||
તેને અવળસવળ ઉથલાવી છે | તેને અવળસવળ ઉથલાવી છે | ||
:::::: અંદર | |||
પ્રતપ્ત ભડભડતા ભંડકિયામાં | પ્રતપ્ત ભડભડતા ભંડકિયામાં | ||
લાલચોળ | લાલચોળ | ||
જિજ્ઞાસાથી | જિજ્ઞાસાથી | ||
:::: અંતે તો ઠરી જવા. | |||
:::::: છતાં | |||
ઠરી ઠામ ક્યાં થઈ છે | ઠરી ઠામ ક્યાં થઈ છે | ||
::::: મારામાં | |||
સતત વીંઝતી પાંખોવાળી | સતત વીંઝતી પાંખોવાળી | ||
નિત્ય ઉજાગર આંખોવાળી | નિત્ય ઉજાગર આંખોવાળી | ||
:::::: ઝાંખોવાળી | |||
કાળી ધોળી કાબર ચીતરી | કાળી ધોળી કાબર ચીતરી | ||
:::::: આભાસોની | |||
સપાાટીઓને ચીખી ચીખીને | સપાાટીઓને ચીખી ચીખીને | ||
:::::: પીંખવાવાળી | |||
ઉત્કટ છતાં અનુત્કટ | ઉત્કટ છતાં અનુત્કટ | ||
::::: આમ | |||
અંગત છતાં બિનંગત મારી જિજ્ઞાસા. | અંગત છતાં બિનંગત મારી જિજ્ઞાસા. | ||
હા એ જાણે છે સમજે છે. | હા એ જાણે છે સમજે છે. | ||
લૉંગ શૉટથી ખસતા ખસતા | લૉંગ શૉટથી ખસતા ખસતા | ||
:::::: મિડ શૉટમાં | |||
તાકે છે | તાકે છે | ||
બ્રહ્મના અંડને ફૂટતું | બ્રહ્મના અંડને ફૂટતું | ||
ઉત્તરપંખીને પાંચ ખોલતું તાકે છે | ઉત્તરપંખીને પાંચ ખોલતું તાકે છે | ||
:::::: તરત | |||
ઝૂમ કરીને કલોઝઅપમાં | ઝૂમ કરીને કલોઝઅપમાં | ||
::::: ને | |||
કટ. | કટ. | ||
કલ્પનોત્તરો ઊડે છે નીલ નીલ નભમાં | કલ્પનોત્તરો ઊડે છે નીલ નીલ નભમાં | ||
:::::: ને નીચે | |||
મૌનમાં | મૌનમાં | ||
::: વાણીમાં | |||
સ્થલકાલસહિત વહેતી | સ્થલકાલસહિત વહેતી | ||
::: નદીઓનાં | |||
:::: સ્થળકાલરહિત | |||
વહેતાં ને કહેતાં | વહેતાં ને કહેતાં | ||
:::: વહેણમાં | |||
:::: માણસનાં. | |||
ને નિર્વિશેષ શેષને | ને નિર્વિશેષ શેષને | ||
:::: તાકે છે | |||
::::: કણ કણમાં | |||
કણ કણને | કણ કણને | ||
એક્સ્ટ્રીમ ક્લૉઝઅપમાં – | એક્સ્ટ્રીમ ક્લૉઝઅપમાં – | ||
:::: થરક્યા વગર. | |||
ચરકની કણીઓ છે | ચરકની કણીઓ છે | ||
:::: પંખીલોકની | |||
:::::: ધારેલા ઉત્ પછીના | |||
ઉત્તરની | ઉત્તરની | ||
ઉત્તમની | ઉત્તમની | ||
પાંખ વગર પણ ઊડતી | પાંખ વગર પણ ઊડતી | ||
::::: છાપાની ભાષામાં | |||
ને | ને | ||
કવિવરની આશામાાં | કવિવરની આશામાાં | ||
::::: જ્યાં | |||
અંડ થયું છે છિન્ન | અંડ થયું છે છિન્ન | ||
:::: ને ભિન્ન થયું છે પંડ | |||
સજીવ ધબકતા ઉત્તરપંખીનું | સજીવ ધબકતા ઉત્તરપંખીનું | ||
:::::: જે | |||
ચાંચ ખોલતું ચરકે છે | ચાંચ ખોલતું ચરકે છે | ||
ખળ ખળ વહી જતી અંતઃશ્રોતામાં. | ખળ ખળ વહી જતી અંતઃશ્રોતામાં. | ||
હા કવિઓ આજ સુધી | હા કવિઓ આજ સુધી | ||
:::::: આમ | |||
સતત ચરક્યા છે | સતત ચરક્યા છે | ||
:::::: ને ચરકે છે | |||
તે પાંખ વગર પણ ઉત્તરપંખી થઈ | તે પાંખ વગર પણ ઉત્તરપંખી થઈ | ||
:::::: ઊડવા માટે; | |||
જેથી ચરકી શકાય. | જેથી ચરકી શકાય. | ||
ઉત્સર્ગોના | ઉત્સર્ગોના | ||
::::: સર્ગોના સર્ગો રચી શકાય | |||
દુર્નિવાર અનુત્તરા | દુર્નિવાર અનુત્તરા | ||
:::::: જિજ્ઞાસાને | |||
ભૂલી જવા | ભૂલી જવા | ||
:::::: ભૂલી શકાય તો. | |||
ભૂલી જવાના અડાબીડ ઇતિહાસો છે, | ભૂલી જવાના અડાબીડ ઇતિહાસો છે, | ||
::::::: સર. | |||
પરના છે, પરાત્પરના છે. | પરના છે, પરાત્પરના છે. | ||
નરના છે, નારાયણના છે. | નરના છે, નારાયણના છે. | ||
:::::: તરતમનાં | |||
કીડિયારાં છે | કીડિયારાં છે | ||
:::::: ક્રમણભ્રમણ કરતાં | |||
લાઇનસર. | લાઇનસર. | ||
એકમાત્ર ગોપીજનવલ્લભને વરનારા છે | એકમાત્ર ગોપીજનવલ્લભને વરનારા છે | ||
ને વગર તરાપે ભવસાગર તરનારા છે. | ને વગર તરાપે ભવસાગર તરનારા છે. | ||
અન્યથા ભાંડ છે ભવાયા છે | અન્યથા ભાંડ છે ભવાયા છે | ||
:::::: ભૂલોકથી | |||
સ્વર્લોકમાં | સ્વર્લોકમાં | ||
:::: મલકારાથી | |||
:::::: પલકારામાં | |||
લઈ જનારા. | લઈ જનારા. | ||
કે વેદના વારાથી છે મારી | કે વેદના વારાથી છે મારી | ||
:::::: કરોળિયાની | |||
:::::::: તંતુજાળ | |||
જિજ્ઞાસાને જિવાડનારી | જિજ્ઞાસાને જિવાડનારી | ||
જે | જે | ||
જીવવા માટે હું ગળી જાઉં છું નિત્ય | જીવવા માટે હું ગળી જાઉં છું નિત્ય | ||
:::::: અને | |||
કાઢું છું બહાર પાછી | કાઢું છું બહાર પાછી | ||
:::::: જીવવા માટે | |||
::::::: નિત્ય. | |||
અનિત્યનાં અડાબીડ અહંજાળામાં | અનિત્યનાં અડાબીડ અહંજાળામાં | ||
આ ભક્ષ્યરહિત ભક્ષક એવી | આ ભક્ષ્યરહિત ભક્ષક એવી | ||
Line 279: | Line 279: | ||
છે | છે | ||
પ્રશ્નની મજૂસને તાળું મારી | પ્રશ્નની મજૂસને તાળું મારી | ||
:::::: ચાવી ખોઈ નાખનારા | |||
મારા પડછાયા | મારા પડછાયા | ||
કરતાલસહિત અથડાતા | કરતાલસહિત અથડાતા | ||
:::::: મારા અનેકાન્તની | |||
અવઢવની ગલીઓમાં મને જ. | અવઢવની ગલીઓમાં મને જ. | ||
:::::: વળી કોઈ | |||
છે | છે | ||
કાનતંત્રથી રહિત કાનમાં | કાનતંત્રથી રહિત કાનમાં | ||
:::::: વગાડનારા | |||
મંત્રની ટોકરીઓ | મંત્રની ટોકરીઓ | ||
ડોકરીઓ છે શતસહસ્રજીવી ચાવતી સપનાંઓ | ડોકરીઓ છે શતસહસ્રજીવી ચાવતી સપનાંઓ | ||
ડાબલીઓ બોખીમાં | ડાબલીઓ બોખીમાં | ||
:::::: નિત્ય વૃદ્ધ | |||
ને | ને | ||
રુદ્ધ. | રુદ્ધ. | ||
અને છે અમૃત સમજીને | અને છે અમૃત સમજીને | ||
:::::: પાન કરનારાઓ | |||
નિજની અમરતકૂંપીમાંથી | નિજની અમરતકૂંપીમાંથી | ||
ધારોષ્ણ | ધારોષ્ણ | ||
Line 305: | Line 305: | ||
સુપથ્યની ભાષામાં કથ કથ કરી કરીને | સુપથ્યની ભાષામાં કથ કથ કરી કરીને | ||
શોધું છું હું પથ. | શોધું છું હું પથ. | ||
:::::: અથથી ખસ્યો નથી આ | |||
તસુએ મારો રથ. | તસુએ મારો રથ. | ||
:::::: મનોરથ જોડીને | |||
સદીઓથી હણહણવું મારું મારામાં | સદીઓથી હણહણવું મારું મારામાં | ||
:::::: પદ પછાડતા | |||
ક્રિયા વગરનાં ક્રિયાપદોની જેમ. | ક્રિયા વગરનાં ક્રિયાપદોની જેમ. | ||
ઘાટ ઘડવાના યંત્ર | ઘાટ ઘડવાના યંત્ર | ||
:::::: તંત્ર | |||
:::::: ને મંત્ર | |||
પછીના અંતેના હેમના હેમ હોવાના | પછીના અંતેના હેમના હેમ હોવાના | ||
ને એને દૂરદર્શનથી જોવાના | ને એને દૂરદર્શનથી જોવાના | ||
:::::: ને | |||
નિજમાં નિમગ્ન નિજને | નિજમાં નિમગ્ન નિજને | ||
:::::: નિરંતર | |||
:::::::: ખોવાનાં | |||
પદ્માસનમાં | પદ્માસનમાં | ||
હજુ આ ક્ષણ સુધી હું નથી ગયો કચડાઈ. | હજુ આ ક્ષણ સુધી હું નથી ગયો કચડાઈ. | ||
રાઈનો દાણો છું | રાઈનો દાણો છું | ||
:::::: નગણ્ય | |||
:::::: સર્વથા તુચ્છ | |||
પણ પુચ્છ | પણ પુચ્છ | ||
::: પ્રશ્નની નાખે છે | |||
ડહોળી | ડહોળી | ||
મન્વંતરના મનમંથનજળ અંધકારમાં | મન્વંતરના મનમંથનજળ અંધકારમાં | ||
:::::::: મારા | |||
થંભ થયેલાં. | થંભ થયેલાં. | ||
સત્ પણ નથી અને અસત્ પણ નથી. | સત્ પણ નથી અને અસત્ પણ નથી. | ||
Line 337: | Line 337: | ||
નિત્ય પણ નથી અને અનિત્ય પણ નથી. | નિત્ય પણ નથી અને અનિત્ય પણ નથી. | ||
કોઈ દિશાએથી શુભ | કોઈ દિશાએથી શુભ | ||
:::::: કે અશુભ | |||
સુંદર કે અસુંદર | સુંદર કે અસુંદર | ||
:::::: અવાજ | |||
આવતો નથી. | આવતો નથી. | ||
આવતો હોય તો સંભળાતો નથી. | આવતો હોય તો સંભળાતો નથી. | ||
Line 347: | Line 347: | ||
છે જળ | છે જળ | ||
દુર્નિવાર બળથી પૂછીને | દુર્નિવાર બળથી પૂછીને | ||
:::::: પછડાતો બંબાકાર | |||
પળ પળ મારામાં માણસમાં. | પળ પળ મારામાં માણસમાં. | ||
મને અને આ તને | મને અને આ તને | ||
:::::: સતત | |||
તરડાયેલાં ખરડાયેલાં ખંડ ખંડ ખંડિત | તરડાયેલાં ખરડાયેલાં ખંડ ખંડ ખંડિત | ||
:::::: દર્પણમાં | |||
ભાષાના : શા માટે હા પૂછ્યા કરું છું હું ? | ભાષાના : શા માટે હા પૂછ્યા કરું છું હું ? | ||
મેં કમિટ કર્યું છે શું ? | મેં કમિટ કર્યું છે શું ? | ||
{{Right|(મેં કમિટ કર્યું છે શું?, ૨૦૦૪, પૃ. 1૦૪-11૬)}} | {{Right|(મેં કમિટ કર્યું છે શું?, ૨૦૦૪, પૃ. 1૦૪-11૬)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૪૩.ઘેટું છે | |||
|next = ૪૫.આંખની ઉઘાડ-વાસમાં | |||
}} |
Latest revision as of 10:44, 17 June 2022
સર, આપે પૂછ્યું કે હું લંગડાઉં છું કેમ ?
તે તો સર વા છે
વાર્ધક્યને કારણે
અને આમ સતત આવી ઉત્તરકાંઠાની
રઝળપાટને લીધે.
તે તો છે સર. હોય.
જી આપ કંઈ બોલ્યા ?
હં હં... હં...
અરે સાહેબ રઝળપાટમાં શૉપિંગ કરવાનો
સમય મને
ના મળ્યો કદી.
તેથી વસ્રરહિત છું.
ને ટેવાઈ ગયો છું.
ને ઢાંકવા જેવું પણ શું છે ?
આ નિત્ય નગ્નધાકોર જિજ્ઞાસાને ?
કોઈ ઉદ્દેશ વગર કે કોઈ તુલના વગર
લંગડાતો
લંગડાતો ઊંચકીને ફરું છું
પ્રશ્ન.
સામસામે રાખેલા અરીસામાં
પડતાં
endless પ્રતિબિમ્બોને
પૂછી પૂછીને
આવ્યો છું.
લૂછી લૂછીને અંતઃકરણના
અરીસાને
પૂછતો રહ્યો છું હું.
જેના ભૂતલમાં અંદર
સદીઓથી ઊંઘતા
પાપોને જગાડીને મેં પૂછ્યું છે
ને અજવાળાની નીકોમાં વહેતા
મારા પરંપરાના બધિર
બોબડા
પડછાયાને પૂછ્યું છે.
પુણ્યના ખોબામાં નિર્નિમેષ
તાકીને
પૂછ્યું છે લૂંટાઈ જવાના ભય વગર
અંધારી આલમમાં
રાત પછી અધરાતે
મધરાતે
રેડ લાઇટમાં વર્તમાનની ભીંતો પર
હલબલતા
વસનરહિત પડછાયાને
ઊંચકીને;
જે
પુણ્યના ખોબામાંથી ઢોળાઈ જતા
દશ ધારે.
તોળ્યા ના તોળાય કદી
તુલનામાં
કોઈ.
મરણોન્મુખ પિપાસાના ઉત્કંઠમાં મેં
માટી
નાખી છે ઉત્તરને ઉગાડવા.
ફૂટતાં ઊગતાં
મરણને ઊગશે ઊગશે
ઉત્તરફળ
તેવી પ્રતીક્ષામાં મેં
નિર્નિમેષ તાક્યું છે.
ક્રૂર નથી હું.
છું તો છું મજબૂર.
શૂર નથી
ધડથી છૂટા પડ્યા પછીયે તાક્યા કરતી આંખોવાળો તે
જે આયાનમાં ઊભો છે
ભગ્ન
ધડ વગર તાકતો
અંદર
અથવા બહાર
ઉત્તરની આશામાં
સદીઓની સદીઓથી
નદીઓની
નદીઓમાં નદીઓનો
હાલકડોલક હિસાબ છે –
શ્રીમદ્ ચઢાવતો વાદનનો
કાનડૂબ
રંજનનો
મન હરણ થઈ
વીંધાઈ ગયાનો.
હા, સર તટ ઉત્તરનો આવે તો ના નૌકાનું કામ.
ના નદિઓના
સદીઓના હિસાબનું
કંઈ કામ.
ના સર, હું મનરંજનવિદ્ધ નથી.
સિંહ જેવાએ મેં ઘેટું બનીને પરંપરાની
પાછળ પાછળ
ચાલ્યાં કર્યું છે એમ નથી.
યથાસમય અટકી ગયો છું
સ્વયં
સ્વેચ્છાથી પરંપરાથી
બટકી ગયો છું.
અને જખમી થયેલો વાઘ ધસતી વખતે
શિકારીના
ભાલાને
ગણકારતો નથી તેમ મેં
કોઈ પણ વિઘાતક પ્રતિકારને ગણકાર્યો નથી –
એ જાણવા
કે શું છે મારો જવાબ.
ઘાતકી થવું સહેલું છે, સર
પોતાનો ઘાત કરવો સહેલો નથી.
મેં
સતત મને ઉન્મૂલ કરી
ખોદ્યો છે
ધખનામાં ઉત્કટ
જવાબની.
મારા જ લોહીમાં
ભમી ભમીને ઘોંઘાટોમાં
કાન
મારા બહેરા થઈ ગયા છે.
મેં કર્મ માત્રને બાળ્યાં છે
નિર્લિપ્ત થવા
મરી દૃષ્ટિસૃષ્ટિના
વિસ્તારોમાં
રઝળી.
દેશકાળને પરાધીન કરી મેં
સ્વાધીન
સૂતેલી
શ્રદ્ધાના આશયને અતલ
ઉલેચી નાખ્યો છે.
કહ્યાગરી ભાષા આખી પર
ત્રાસ ત્રાસ
વરતાવ્યો છે.
ધોરી માર્ગ ઉજ્જડ કરી નાખ્યા છે.
કડાકા સાથે
સિસૃક્ષાના ઘનઘોર
તૂટી પડ્યો છું –
કાગળની હોડીમાં બેસી નીકળેલા
અંતઃસ્રોતાનાં આભાાસી જળમાં –
સદીઓથી સરતા
મંગળ જેવા
વિશેષણોના પડઘાઓ પર.
સંબંધોના સ્નેહસ્પર્શની
માયાની મમતાની
ઘટાટોપ મનઃસ્થલીઓ
મેં બાળી છે
મારામાં ભડભડ
પામવા ઉત્તરને
જિજ્ઞાસાથી ઝૂમ કરીને દૃષ્ટિને.
પાપીનું વહાણ પણ સમુદ્ર તરી જાય છે.
મેં તો પુણ્યના સમુદ્રને
આકંઠ
પીધો છે અને
મૂતરતાં
મૂતરતાં મારી તૃષિત તલપતી
જિજ્ઞાસાને
તન્મય કરી છે
અર્થોત્કટ
એકાદશ ચાંપોને ચપચપ
દબાવતાં –
મારી ઘનઘોર બિનંગત એકલતાની
લૅબમાં.
યસ સર, અસ્તવ્યસ્તના ઍટમ્સને
એના સબપાર્ટિકલ્સને
નિશ્ચયના ચીપિયાથી પકડ્યા છે
ઉત્તરને
હસ્તામલક કરીને તાકવા.
અને સમજાવું છે :
ના ના, આ તો અટકચાળાં છે
પલાયન છે
પ્રશ્નથી દૂર જવાનાં, એને ભૂલી જવાનાં.
બૂરાઈ
કોઈ પણ બૂરાઈ
નિત્ય રહેતી નથી તે સાચું.
પણ અગેઇન તે તો આડવાત છે.
પ્રશ્નનો ઉત્તર બૂરાઈમાં છુપાયો નથી
કે નથી છુપાયો ભલાઈમાં
સર, આ સ્વાનુભવની એરણના
રણકારા છે.
લાલસા છે, તૃષ્ણા છે
આમ અંદર છે
તેથી તે બહાર છે.
તેને અવળસવળ ઉથલાવી છે
અંદર
પ્રતપ્ત ભડભડતા ભંડકિયામાં
લાલચોળ
જિજ્ઞાસાથી
અંતે તો ઠરી જવા.
છતાં
ઠરી ઠામ ક્યાં થઈ છે
મારામાં
સતત વીંઝતી પાંખોવાળી
નિત્ય ઉજાગર આંખોવાળી
ઝાંખોવાળી
કાળી ધોળી કાબર ચીતરી
આભાસોની
સપાાટીઓને ચીખી ચીખીને
પીંખવાવાળી
ઉત્કટ છતાં અનુત્કટ
આમ
અંગત છતાં બિનંગત મારી જિજ્ઞાસા.
હા એ જાણે છે સમજે છે.
લૉંગ શૉટથી ખસતા ખસતા
મિડ શૉટમાં
તાકે છે
બ્રહ્મના અંડને ફૂટતું
ઉત્તરપંખીને પાંચ ખોલતું તાકે છે
તરત
ઝૂમ કરીને કલોઝઅપમાં
ને
કટ.
કલ્પનોત્તરો ઊડે છે નીલ નીલ નભમાં
ને નીચે
મૌનમાં
વાણીમાં
સ્થલકાલસહિત વહેતી
નદીઓનાં
સ્થળકાલરહિત
વહેતાં ને કહેતાં
વહેણમાં
માણસનાં.
ને નિર્વિશેષ શેષને
તાકે છે
કણ કણમાં
કણ કણને
એક્સ્ટ્રીમ ક્લૉઝઅપમાં –
થરક્યા વગર.
ચરકની કણીઓ છે
પંખીલોકની
ધારેલા ઉત્ પછીના
ઉત્તરની
ઉત્તમની
પાંખ વગર પણ ઊડતી
છાપાની ભાષામાં
ને
કવિવરની આશામાાં
જ્યાં
અંડ થયું છે છિન્ન
ને ભિન્ન થયું છે પંડ
સજીવ ધબકતા ઉત્તરપંખીનું
જે
ચાંચ ખોલતું ચરકે છે
ખળ ખળ વહી જતી અંતઃશ્રોતામાં.
હા કવિઓ આજ સુધી
આમ
સતત ચરક્યા છે
ને ચરકે છે
તે પાંખ વગર પણ ઉત્તરપંખી થઈ
ઊડવા માટે;
જેથી ચરકી શકાય.
ઉત્સર્ગોના
સર્ગોના સર્ગો રચી શકાય
દુર્નિવાર અનુત્તરા
જિજ્ઞાસાને
ભૂલી જવા
ભૂલી શકાય તો.
ભૂલી જવાના અડાબીડ ઇતિહાસો છે,
સર.
પરના છે, પરાત્પરના છે.
નરના છે, નારાયણના છે.
તરતમનાં
કીડિયારાં છે
ક્રમણભ્રમણ કરતાં
લાઇનસર.
એકમાત્ર ગોપીજનવલ્લભને વરનારા છે
ને વગર તરાપે ભવસાગર તરનારા છે.
અન્યથા ભાંડ છે ભવાયા છે
ભૂલોકથી
સ્વર્લોકમાં
મલકારાથી
પલકારામાં
લઈ જનારા.
કે વેદના વારાથી છે મારી
કરોળિયાની
તંતુજાળ
જિજ્ઞાસાને જિવાડનારી
જે
જીવવા માટે હું ગળી જાઉં છું નિત્ય
અને
કાઢું છું બહાર પાછી
જીવવા માટે
નિત્ય.
અનિત્યનાં અડાબીડ અહંજાળામાં
આ ભક્ષ્યરહિત ભક્ષક એવી
મારી એકલતાનો હિસાબ છે આ ક્ષણ સુધીનો.
છે
પ્રશ્નની મજૂસને તાળું મારી
ચાવી ખોઈ નાખનારા
મારા પડછાયા
કરતાલસહિત અથડાતા
મારા અનેકાન્તની
અવઢવની ગલીઓમાં મને જ.
વળી કોઈ
છે
કાનતંત્રથી રહિત કાનમાં
વગાડનારા
મંત્રની ટોકરીઓ
ડોકરીઓ છે શતસહસ્રજીવી ચાવતી સપનાંઓ
ડાબલીઓ બોખીમાં
નિત્ય વૃદ્ધ
ને
રુદ્ધ.
અને છે અમૃત સમજીને
પાન કરનારાઓ
નિજની અમરતકૂંપીમાંથી
ધારોષ્ણ
ઝીલતા યથાસમય
હા યથાર્થ જ સુપથ્ય તે –
સાચું હોય
હશે
કે છે.
સુપથ્યની ભાષામાં કથ કથ કરી કરીને
શોધું છું હું પથ.
અથથી ખસ્યો નથી આ
તસુએ મારો રથ.
મનોરથ જોડીને
સદીઓથી હણહણવું મારું મારામાં
પદ પછાડતા
ક્રિયા વગરનાં ક્રિયાપદોની જેમ.
ઘાટ ઘડવાના યંત્ર
તંત્ર
ને મંત્ર
પછીના અંતેના હેમના હેમ હોવાના
ને એને દૂરદર્શનથી જોવાના
ને
નિજમાં નિમગ્ન નિજને
નિરંતર
ખોવાનાં
પદ્માસનમાં
હજુ આ ક્ષણ સુધી હું નથી ગયો કચડાઈ.
રાઈનો દાણો છું
નગણ્ય
સર્વથા તુચ્છ
પણ પુચ્છ
પ્રશ્નની નાખે છે
ડહોળી
મન્વંતરના મનમંથનજળ અંધકારમાં
મારા
થંભ થયેલાં.
સત્ પણ નથી અને અસત્ પણ નથી.
ઊર્ધ્વ પણ નથી અને અધઃ પણ નથી
વામ પણ નથી અને દક્ષિણ પણ નથી.
મૃત પણ નથી અને અમૃત પણ નથી.
નિત્ય પણ નથી અને અનિત્ય પણ નથી.
કોઈ દિશાએથી શુભ
કે અશુભ
સુંદર કે અસુંદર
અવાજ
આવતો નથી.
આવતો હોય તો સંભળાતો નથી.
સંભળાતો હોય તો સમજાતો નથી.
તેમ છતાં છે અંધકાર મારામાં.
જ્યાં નથી કોઈ સર, જી હજૂર કે વર.
છે જળ
દુર્નિવાર બળથી પૂછીને
પછડાતો બંબાકાર
પળ પળ મારામાં માણસમાં.
મને અને આ તને
સતત
તરડાયેલાં ખરડાયેલાં ખંડ ખંડ ખંડિત
દર્પણમાં
ભાષાના : શા માટે હા પૂછ્યા કરું છું હું ?
મેં કમિટ કર્યું છે શું ?
(મેં કમિટ કર્યું છે શું?, ૨૦૦૪, પૃ. 1૦૪-11૬)