કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૪૮.શી-ઈ-ઈ-ઈ-!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૮.શી-ઈ-ઈ-ઈ-!|}} <poem> શી-ઈ-ઈ-ઈ-! શીતલ પવનની પીઠ પરેથી લસરે છે લીંબુ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૪૮.શી-ઈ-ઈ-ઈ-!|}}
{{Heading|૪૮.શી-ઈ-ઈ-ઈ-!|લાભશંકર ઠાકર}}


<poem>
<poem>
Line 23: Line 23:
{{Right|(કૅમેરા ઑન છે, પૃ. 1૨૭)}}
{{Right|(કૅમેરા ઑન છે, પૃ. 1૨૭)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૪૭.ઘડું છું મને પણ હજી ઘડાયો નથી
|next = ૪૯.ઉપાદાનમાં આળોટીને...
}}

Latest revision as of 10:49, 17 June 2022


૪૮.શી-ઈ-ઈ-ઈ-!

લાભશંકર ઠાકર

શી-ઈ-ઈ-ઈ-!
શીતલ પવનની પીઠ પરેથી લસરે છે
લીંબુરંગનો તડકો
બોરસલીની ડાળ પર ચળકે છે પૂંછડી શ્યામ
શ્વેત રંગના સંયોજનમાં : શી-ઈ-ઈ-ઈ !
શુભ્ર તપાસા જેવું પેટ, દૈયડ
મેગપાઈ રોબિન, આવ –
તારા અવાજમાં ઘૂંટાયા છે, લીંબુરંગી સુખોષ્ણ તડકો,
શીતલ પવન ને કામ. આવ –
દૈયડ અતીતમાંથી આ ક્ષણમાં સામે.
હું તો બેઠો છું નિષ્કામ ને અનિચ્છ. આવ –
તારા અવાજથી ઊઘડી છે મારી આંખ
તાકવા તને, મારી એકલતાની ડાળે
સ્મૃતિ શ્રુતિના ફળિયામાં સકામ કૅમેરાનાં
આંખ-કાનની સામે મિડ શૉટમાં.
તારી પ્રતીક્ષામાં કૅમેરા ઑન છે. આવ –
શી-ઈ-ઈ-ઈ !
(કૅમેરા ઑન છે, પૃ. 1૨૭)