કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૩૫.ધબકવા ન દે...: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૩૫.ધબકવા ન દે...|}} | {{Heading|૩૫.ધબકવા ન દે...|ચિનુ મોદી}} | ||
<poem> | <poem> |
Latest revision as of 11:39, 17 June 2022
૩૫.ધબકવા ન દે...
ચિનુ મોદી
ધબકવા ન દે, શાંત પડવા ન દે,
ઉઘાડે કમાડો, નીકળવા ન દે.
હલેસાં લગાવે નિરંતર અને,
તસુભર મને એ સરકવા ન દે.
ઘણી વાર વરસાદ એવો પડે,
ચિતા પર ચઢો ને સળગવા ન દે.
જરા જેટલા સુખનું તોફાન જો,
ગઝલ નામનું ગામ વસવા ન દે.
વિવશ, ખિન્ન છે મોગરાની કળી,
ઊઘડવા ન દે, કોઈ ખરવા ન દે.
પછી શ્વાસ મરજી મુજબ ચાલશે,
હૃદયમાં તું ઇચ્છાને બચવા ન દે.
ગમે તે ક્ષણે આવતું આ મરણ,
મને સરખેસરખું એ સજવા ન દે.
(ઇનાયત, ૧૯૯૬, પૃ.૯)