કાવ્ય-આચમન શ્રેણી – રાવજી પટેલ/૧૬.શયનવેળાએ પ્રેયસી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૧૬.શયનવેળાએ પ્રેયસી|}}
{{Heading|૧૬.શયનવેળાએ પ્રેયસી|રાવજી પટેલ}}


<poem>
<poem>

Latest revision as of 11:58, 17 June 2022


૧૬.શયનવેળાએ પ્રેયસી

રાવજી પટેલ

ચડ્યાં’તાં વાતોએ શયનગૃહમાં, દ્વાર ખખડ્યાં.
કવેળાએ આવી ! કશુંય સમજી કો’ નવ શક્યાં.
કશા કૈં સંકોચે ઘડીક અટકી ને મરકતી
હળુ ઊભી; પાસે ગૃહિણી મુજ આ સુંદર બની !
જરા ત્રાંસું ભાળી મુજ તરફ; ને બાલક ભણી
વળી ગૈ. ઓચિંતાં શત શત સર્યાં ચુંબન અને
ભરાયું આખુંયે શયનગૃહ થોડીક પળમાં.

થઈ આડીતેડી કસ વિગતની વાત ઘરની.
પછીથી પુત્રીની શિરીષ ફૂલ શી કેડ ફરતો
લઈ બાંધ્યો દોરો, હૃદય મુજબ ગાંઠ્યું; ઘડીકમાં.
ગૃહિણીનેે ગાલે સહજ ટપલી દૈ; વળી વળી
ફરીથી પુત્રીને ઘન ગરજતાં ચુંબન કરી
પથારીમાં છોડી અવશ મુજને, ને વહી ગઈ.
(અંગત, પૃ. ૨૪)