કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૧૫. વસંત લ્યો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૧૫. વસંત લ્યો|<br>(ઢાળ : મીઠડું ગોરસ લ્યો, ગોરસ લ્યો)}}
{{Heading|૧૫. વસંત લ્યો|ન્હાનાલાલ<br>(ઢાળ : મીઠડું ગોરસ લ્યો, ગોરસ લ્યો)}}





Latest revision as of 05:13, 20 June 2022

૧૫. વસંત લ્યો

ન્હાનાલાલ
(ઢાળ : મીઠડું ગોરસ લ્યો, ગોરસ લ્યો)


રાજ ! કોઈ વસન્ત લ્યો, વસન્ત લ્યો;
હાં રે મ્હારી ક્યારીમાં મ્હેકમ્હેક મ્હેકી :
          હો રાજ ! કોઈ વસન્ત લ્યો, વસન્ત લ્યો.

રાજ ! વીણી કળીઓ મ્હેં નેત્રમાં ઉઘાડી;
હાં રે મ્હારે હઇડે-લલાટે વધાવી :
          હો રાજ ! કોઈ વસન્ત લ્યો, વસન્ત લ્યો.

રાજ ! દેવ દેવી સોહાગ લેવા આવે;
હાં રે મીઠી સ્નેહની બંસરી બજાવે :
          હો રાજ ! કોઈ વસન્ત લ્યો, વસન્ત લ્યો.

(કવિ ન્હાનાલાલ ગ્રંથાવલિ : ૧, ખંડ-૧, પૃ. ૨૮૧)