કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૧૫. વસંત લ્યો
Jump to navigation
Jump to search
૧૫. વસંત લ્યો
ન્હાનાલાલ
(ઢાળ : મીઠડું ગોરસ લ્યો, ગોરસ લ્યો)
રાજ ! કોઈ વસન્ત લ્યો, વસન્ત લ્યો;
હાં રે મ્હારી ક્યારીમાં મ્હેકમ્હેક મ્હેકી :
હો રાજ ! કોઈ વસન્ત લ્યો, વસન્ત લ્યો.
રાજ ! વીણી કળીઓ મ્હેં નેત્રમાં ઉઘાડી;
હાં રે મ્હારે હઇડે-લલાટે વધાવી :
હો રાજ ! કોઈ વસન્ત લ્યો, વસન્ત લ્યો.
રાજ ! દેવ દેવી સોહાગ લેવા આવે;
હાં રે મીઠી સ્નેહની બંસરી બજાવે :
હો રાજ ! કોઈ વસન્ત લ્યો, વસન્ત લ્યો.
(કવિ ન્હાનાલાલ ગ્રંથાવલિ : ૧, ખંડ-૧, પૃ. ૨૮૧)