કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૧૪. જૂઈ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૪. જૂઈ|}} <poem> સાગરની ચાદર ઓઢીને સૂરજ જ્યારે પોઢી જાય, ભટૂરિય...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૧૪. જૂઈ|}} | {{Heading|૧૪. જૂઈ|પ્રહ્લાદ પારેખ}} | ||
<poem> | <poem> | ||
Line 28: | Line 28: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૧૩.ચાંદરણાં | ||
|next = | |next = ૧૫. અંધ | ||
}} | }} |
Revision as of 08:50, 24 June 2022
૧૪. જૂઈ
પ્રહ્લાદ પારેખ
સાગરની ચાદર ઓઢીને સૂરજ જ્યારે પોઢી જાય,
ભટૂરિયાં શા તારલિયા લઈ ચંદા આભે રમવા જાય,
ખીલે છે જૂઈ ત્યારે :
તેને ગમતું અંધારે.
માનવ આ દુનિયાને છોડી સ્વપ્નોને સંસારે જાય,
સમીર કેરી લ્હેરે જ્યારે ફૂલો ધીમાં ઝોલાં ખાય,
જૂઈ જતી રમવા ત્યારે :
તેને ગમતું અંધારે.
પવન તણી સંગાથે રમતી કોઈ વેળ સંતાકૂકડી;
સંતાતી એ, ને આવીને વાયુ લે પળમાં પકડી.
ઘડીક તેની સાથે જાય,
મળતાં લાગ ફરી સંતાય.
તારા જો આભે હસતા તો ધરણી પર જૂઈ મલકાય :
શાને હસતાં ? એવી તે શી બન્ને વચ્ચે થાય ?
પ્રભાત સાથે શું નવ વ્હાલ ?
ઘેર જતી રે’ કાં, – શરમાળ ?
(બારી બહાર, પૃ. ૮૪)