કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૧૪. જૂઈ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 6: Line 6:
સાગરની ચાદર ઓઢીને સૂરજ જ્યારે પોઢી જાય,
સાગરની ચાદર ઓઢીને સૂરજ જ્યારે પોઢી જાય,
ભટૂરિયાં શા તારલિયા લઈ ચંદા આભે રમવા જાય,
ભટૂરિયાં શા તારલિયા લઈ ચંદા આભે રમવા જાય,
ખીલે છે જૂઈ ત્યારે :
:::::ખીલે છે જૂઈ ત્યારે :
તેને ગમતું અંધારે.
:::::તેને ગમતું અંધારે.

માનવ આ દુનિયાને છોડી સ્વપ્નોને સંસારે જાય,
માનવ આ દુનિયાને છોડી સ્વપ્નોને સંસારે જાય,
સમીર કેરી લ્હેરે જ્યારે ફૂલો ધીમાં ઝોલાં ખાય,
સમીર કેરી લ્હેરે જ્યારે ફૂલો ધીમાં ઝોલાં ખાય,
જૂઈ જતી રમવા ત્યારે :
:::::જૂઈ જતી રમવા ત્યારે :
તેને ગમતું અંધારે.
:::::તેને ગમતું અંધારે.

પવન તણી સંગાથે રમતી કોઈ વેળ સંતાકૂકડી;
પવન તણી સંગાથે રમતી કોઈ વેળ સંતાકૂકડી;
સંતાતી એ, ને આવીને વાયુ લે પળમાં પકડી.
સંતાતી એ, ને આવીને વાયુ લે પળમાં પકડી.
ઘડીક તેની સાથે જાય,
:::::ઘડીક તેની સાથે જાય,
મળતાં લાગ ફરી સંતાય.
:::::મળતાં લાગ ફરી સંતાય.

તારા જો આભે હસતા તો ધરણી પર જૂઈ મલકાય :
તારા જો આભે હસતા તો ધરણી પર જૂઈ મલકાય :
શાને હસતાં ? એવી તે શી બન્ને વચ્ચે થાય ?
શાને હસતાં ? એવી તે શી બન્ને વચ્ચે થાય ?
પ્રભાત સાથે શું નવ વ્હાલ ?
:::::પ્રભાત સાથે શું નવ વ્હાલ ?
ઘેર જતી રે’ કાં, – શરમાળ ?
:::::ઘેર જતી રે’ કાં, – શરમાળ ?
{{Right|(બારી બહાર, પૃ. ૮૪)}}
{{Right|(બારી બહાર, પૃ. ૮૪)}}
</poem>
</poem>

Latest revision as of 08:53, 24 June 2022

૧૪. જૂઈ

પ્રહ્લાદ પારેખ

સાગરની ચાદર ઓઢીને સૂરજ જ્યારે પોઢી જાય,
ભટૂરિયાં શા તારલિયા લઈ ચંદા આભે રમવા જાય,
ખીલે છે જૂઈ ત્યારે :
તેને ગમતું અંધારે.

માનવ આ દુનિયાને છોડી સ્વપ્નોને સંસારે જાય,
સમીર કેરી લ્હેરે જ્યારે ફૂલો ધીમાં ઝોલાં ખાય,
જૂઈ જતી રમવા ત્યારે :
તેને ગમતું અંધારે.

પવન તણી સંગાથે રમતી કોઈ વેળ સંતાકૂકડી;
સંતાતી એ, ને આવીને વાયુ લે પળમાં પકડી.
ઘડીક તેની સાથે જાય,
મળતાં લાગ ફરી સંતાય.

તારા જો આભે હસતા તો ધરણી પર જૂઈ મલકાય :
શાને હસતાં ? એવી તે શી બન્ને વચ્ચે થાય ?
પ્રભાત સાથે શું નવ વ્હાલ ?
ઘેર જતી રે’ કાં, – શરમાળ ?
(બારી બહાર, પૃ. ૮૪)