કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૧૮. એકલું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૮. એકલું|પ્રહ્લાદ પારેખ}} <poem> નભમાં ઊગે છે નવલખ તારલા, અગણિ...")
 
No edit summary
 
Line 24: Line 24:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = આખરી ગાન
|previous = ૧૭. ગામની વિદાય
|next = સમશેર તારી ભોંઠી પડી રે
|next = ૧૯. દીવાદાંડી
}}
}}

Latest revision as of 09:00, 24 June 2022


૧૮. એકલું

પ્રહ્લાદ પારેખ

નભમાં ઊગે છે નવલખ તારલા, અગણિત સિંધુ તરંગ;
ડાળે ડાળે વનમાં ફૂલડાં, માળે ગાયે વિહંગ;
શાને રે લાગે તોયે એકલું !

સ્મૃતિ રે અંતર મારે લાખ છે, આશા કેરો ન પાર,
પડે રે હૈયું જ્યારે એકલું ત્યારે સંગ દેનાર;
તોયે રે લાગે આજે એકલું !

ઊભી રે ધરણી મારી પાસમાં, ઉપર આભ અપાર;
વાયુ રે નિત્યે વીંટી રે’ મને, આખું વિશ્વ વિરાટ;
નાના રે હૈયાને લાગે એકલું !

કોઈ રે આવી કોઈ વહી ગયું, મારે અંતરને દ્વાર;
કોઈ રે ગાઈ મૂંગું રહી ગયું, છાયો ઉરમાં સૂનકાર :
એવું રે લાગે આજે એકલું !
(બારી બહાર, પૃ. ૯૫)