કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૫૦. જાગો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૫૦. જાગો|પ્રહ્લાદ પારેખ}} <poem> જાગો, જાગો જન ! જુઓ ગઈ રાત વહી; ::::...")
 
No edit summary
 
Line 26: Line 26:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = આખરી ગાન
|previous = ૪૯. દવ રે લાગ્યો
|next = સમશેર તારી ભોંઠી પડી રે
|next = ૫૧. ગાનને મારગ
}}
}}

Latest revision as of 05:18, 25 June 2022


૫૦. જાગો

પ્રહ્લાદ પારેખ

જાગો, જાગો જન ! જુઓ ગઈ રાત વહી;
રાત ગઈ ને ભોર થઈ.          – જાગો૦

હિમડુંગરોનાં શિખરો ઝળક્યાં,
મરક મરક વનરાઈ થઈ;
સાગર જાગ્યો ભૈરવ રાગે,
ઝરણ-જલે નવઝલક ધરી.          – જાગો૦

દૂરે દૂરે ઝાલર વાગે,
ક્યાંક બજી શરણાઈ રહી;
વન-ઉપવનમાં ફૂલડાં જાગે,
પવન ફરે પમરાટ લઈ.          – જાગો૦

શ્યામલ-વરણી પલટી ધરણી
તેજ તણા શણગાર કરી;
જાગે છે નવ જોમ ગગનમાં
લાલ રંગ સહુ અંગ ધરી.          – જાગો૦
(સરવાણી, પૃ. ૫૫)