શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૫૭. – તો આવ્યાં કને: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૫૭. – તો આવ્યાં કને|}} <poem> શોધતો હતો ફૂલ ને ફોરમ શોધતી હતી મને...")
 
No edit summary
 
Line 24: Line 24:
{{Right|(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૧૧૭)}}
{{Right|(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૧૧૭)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૫૬. અંદર જેની છલક છલક છે
|next = ૫૮. જલને જાણે…
}}

Latest revision as of 08:45, 15 July 2022

૫૭. – તો આવ્યાં કને


શોધતો હતો ફૂલ ને ફોરમ શોધતી હતી મને,
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને. –

ક્યાંક રે આંબો ટહુક્યો
એની વનમાં મ્હેકી વાત,
કમળ જેવો ખીલતો દિવસ,
પોયણા જેવી રાત.
શોધતો રહ્યો ચાંદ ને રહી ચાંદની શોધી મને,
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને. –

આંખ મીંચું ત્યાં
જૂઈનું ગાલે અડતું ઝાકળફૂલ,
મનમાં હળુક લ્હેરવા લાગે
વ્યોમની કિરણ-ઝૂલ.
શોધતો જેની પગલી એનો મારગ શોધે મને,
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને. –

(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૧૧૭)