શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૬૪. એક માછલી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૬૪. એક માછલી|}} <poem> એક માછલી નથી માનતી, જળમાં રહી સુકાતી; એક વા...")
 
No edit summary
 
Line 27: Line 27:
{{Right|(‘શગે એક ઝળહળીએ’, ૧૯૯૯, પૃ. ૨૨)}}
{{Right|(‘શગે એક ઝળહળીએ’, ૧૯૯૯, પૃ. ૨૨)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૬૩. ભલે કિનારા અલગ
|next = ૬૫. એને દીવો ધરીને શું કરીશું?
}}

Latest revision as of 08:49, 15 July 2022

૬૪. એક માછલી


એક માછલી નથી માનતી,
જળમાં રહી સુકાતી;
એક વાદળી નથી માનતી,
વ્યોમ ચડી વસૂકાતી!

આટઆટલા બગલા વચ્ચે
કેમ જિવાશે જળમાં?
મસમોટા જ્યાં મગરમચ્છ ત્યાં
કેમ ટકાશે તળમાં?
એક માછલી સતત ખડકની
છાયા તળે ભીંસાતી!
– એક માછલીo

આટઆટલા વંટોળો ત્યાં
કેમ ઠરાય ગગનમાં?
ક્યાંક ઝાંઝવે મળી જવાથી
સિદ્ધ થશે શું રણમાં?
એક વાદળી વીજ-નજરથી
ભીતર સતત ઘવાતી!
– એક વાદળીo

(‘શગે એક ઝળહળીએ’, ૧૯૯૯, પૃ. ૨૨)