શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૬૮. તે ક્યાં છે?: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 21: Line 21:
{{(Right|ઊંડાણમાંથી આવે, ઊંચાણમાં લઈ જાય…, ૨૦૦૪, પૃ. ૪)}}
{{(Right|ઊંડાણમાંથી આવે, ઊંચાણમાં લઈ જાય…, ૨૦૦૪, પૃ. ૪)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૬૭. કેમ ઊઘડે શબ્દ?
|next = ૬૯. એને કેમ વખોડું?
}}

Revision as of 09:11, 15 July 2022

૬૮. તે ક્યાં છે?


અંદર જેનો પડઘો, એનો શબદ મૂળ તે ક્યાં છે?
અંદર જેની છાયા, એની અસલી કાયા ક્યાં છે?

પગલી જેની, એનાં મારે
ચરણ જોઈએ ચરણ;
જેની અડતી નજર, થવું છે
એ આંખોનું સ્વપન!
જળમાં જેનાં વમળો એનાં કમળો ક્યાં છે? ક્યાં છે?

જેને સુમિરણ ચિત્ત ચમકતું
એને પૂરા પરશવું;
ચિદાકાશમાં છવાય, તેની
ચંદની થઈ વરસવું!
જેણે દીધી પાંખ, ઊડતું અંબર એનું ક્યાં છે?

Template:(Right