શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૬૮. તે ક્યાં છે?: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 3: Line 3:




<poem>
<Poem>
અંદર જેનો પડઘો, એનો શબદ મૂળ તે ક્યાં છે?
અંદર જેનો પડઘો, એનો શબદ મૂળ તે ક્યાં છે?
અંદર જેની છાયા, એની અસલી કાયા ક્યાં છે?
અંદર જેની છાયા, એની અસલી કાયા ક્યાં છે?
Line 19: Line 19:
જેણે દીધી પાંખ, ઊડતું અંબર એનું ક્યાં છે?
જેણે દીધી પાંખ, ઊડતું અંબર એનું ક્યાં છે?


{{(Right|ઊંડાણમાંથી આવે, ઊંચાણમાં લઈ જાય…, ૨૦૦૪, પૃ. ૪}}
{{Right|ઊંડાણમાંથી આવે, ઊંચાણમાં લઈ જાય…, ૨૦૦૪, પૃ. ૪}}
</poem>
</Poem>





Latest revision as of 09:13, 15 July 2022

૬૮. તે ક્યાં છે?


અંદર જેનો પડઘો, એનો શબદ મૂળ તે ક્યાં છે?
અંદર જેની છાયા, એની અસલી કાયા ક્યાં છે?

પગલી જેની, એનાં મારે
ચરણ જોઈએ ચરણ;
જેની અડતી નજર, થવું છે
એ આંખોનું સ્વપન!
જળમાં જેનાં વમળો એનાં કમળો ક્યાં છે? ક્યાં છે?

જેને સુમિરણ ચિત્ત ચમકતું
એને પૂરા પરશવું;
ચિદાકાશમાં છવાય, તેની
ચંદની થઈ વરસવું!
જેણે દીધી પાંખ, ઊડતું અંબર એનું ક્યાં છે?

ઊંડાણમાંથી આવે, ઊંચાણમાં લઈ જાય…, ૨૦૦૪, પૃ. ૪