શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૭૦. કેમ ઊગરશે?: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 20: Line 20:
{{Right|(ઊંડાણમાંથી આવે, ઊંચાણમાં લઈ જાય…, ૨૦૦૪, પૃ. ૩૦)}}
{{Right|(ઊંડાણમાંથી આવે, ઊંચાણમાં લઈ જાય…, ૨૦૦૪, પૃ. ૩૦)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૬૯. એને કેમ વખોડું?
|next = ૭૧. આ માટીમાં
}}

Latest revision as of 09:15, 15 July 2022

૭૦. કેમ ઊગરશે?


જળને માને જાળ, માછલી કેમ ઊગરશે?
તરવું જેને તાણ, પાર તે કેમ ઊતરશે? –

જળના ઝીણે તેજ ન જેનાં લોચન ઝબકે,
જળને ઝીણે ગાન ન જેનું હૈયું ધબકે,
કાંઠા ભણી સુકાન,
માછલી તે શું કરશે? –

જળનાં ભર્યાં ઊંડાણ નહીં આકર્ષે જેને,
મોતી-રસ્યા ઉઘાડ, નથી ત્યાં વસવાં જેને,
વમળે જે વમળાય,
માછલી ક્યાં તે ઠરશે? –

(ઊંડાણમાંથી આવે, ઊંચાણમાં લઈ જાય…, ૨૦૦૪, પૃ. ૩૦)