શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૭૨. અંદર એવાં મળ્યાં...: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૭૨. અંદર એવાં મળ્યાં...|}} <poem> અંદર એવાં મળ્યાં, આપણે મધરું મધ...")
 
No edit summary
 
Line 24: Line 24:
{{Right|(ઊંડાણમાંથી આવે, ઊંચાણમાં લઈ જાય…, ૨૦૦૪, પૃ. ૮૦)}}
{{Right|(ઊંડાણમાંથી આવે, ઊંચાણમાં લઈ જાય…, ૨૦૦૪, પૃ. ૮૦)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૭૧. આ માટીમાં
|next = ૭૩. તું ઊંડાણમાંથી આવે
}}

Latest revision as of 09:16, 15 July 2022

૭૨. અંદર એવાં મળ્યાં...


અંદર એવાં મળ્યાં,
આપણે મધરું મધરું ગળ્યાં! –

ખીણ–ખડક ના કશુંય આડે,
ડુંગર તે સૌ દળ્યા!
આઘેનાં તે ઓરાં આવી
ભીતર મારે ભળ્યાં!
ઝરમર ઝરમર ઝમતા કેવા
જીવ મળ્યા – ઝળહળ્યા! –

રગે રગે શગ રચે આરતી,
આંખે યમુના છલ્યાં!
શ્વાસે શ્વાસે બજે બાંસુરી,
અંતરમાં વ્રજ વળ્યાં!
ઘટમાં ગોરસ એવાં ઊભર્યાં!
ફોડનારને ફળ્યાં!

(ઊંડાણમાંથી આવે, ઊંચાણમાં લઈ જાય…, ૨૦૦૪, પૃ. ૮૦)