શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/શુભ ભાવમાં ઠરીએ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|શુભ ભાવમાં ઠરીએ|}} <poem> ઉભડક ઉભડક કશું ન કરીએ, કરીએ કામ નિરાંત...")
 
No edit summary
 
Line 26: Line 26:
<center>*</center>
<center>*</center>
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = તબાક તૂંબડી
|next = દોડે – કૂદે – ઊડે
}}

Latest revision as of 11:58, 15 July 2022

શુભ ભાવમાં ઠરીએ


ઉભડક ઉભડક કશું ન કરીએ,
કરીએ કામ નિરાંતે;
ધરતીમાનો ખોળો મળિયો,
ખૂંદીએ એને ખાંતે. —

રોજ સવારે નમી સૂર્યને,
બેસી પદ્માસનમાં;
હેતે કરીએ યાદ હરિને,
સદ્ગુણ રહે સ્મરણમાં. —

રોજ સ્નાન કરીએ બેસીને,
પાવન તીર્થો સ્મરીએ;
ભોજન કરીએ બેસી પાટલે,
ચિત્તે શાંતિ ધરીએ. —

કથા-શ્રવણ ને વાચન-લેખન
ટટાર બેસી કરીએ,
સૂતાં પહેલાં ટટાર બેસી,
શુભ ભાવમાં ઠરીએ.

*