શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/દઈશ: Difference between revisions
Jump to navigation
Jump to search
*
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|દઈશ|}} <poem> ચકલી તે ચાંચ મહીં લાવી તણખલું, નીડ એને બાંધવા દઈશ;...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 26: | Line 26: | ||
<center>*</center> | <center>*</center> | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ખિસકોલીબ્હેન ઊઠ્યાં… | |||
|next = ઘોડે ચડીને આવું છું | |||
}} |
Latest revision as of 12:01, 15 July 2022
દઈશ
ચકલી તે ચાંચ મહીં લાવી તણખલું,
નીડ એને બાંધવા દઈશ;
કાગડોય લાવ્યો છે પૂરીનું બટકું,
નિરાંતે ખાવા હું દઈશ.
નાનકડી કૂંડી આ પાણી-ભરેલ છે,
કાબરને ન્હાવા હું દઈશ;
પેલી અટારીએ બેસે જો પોપટો,
મીઠું મીઠું બોલવાનું કહીશ.
ગાદલું પડ્યું છે આ પ્હોળા પલંગમાં,
બિલ્લીને પોઢવા હું દઈશ;
મારી સંગાથ પેલા ડાઘિયાને તેડીને,
બાગ મહીં ફરવાને જઈશ.
મારા જો આંગણામાં ગાવલડી આવશે,
દાદીની સુખડી હું દઈશ;
મારી અગાશીમાં વાનર જો આવશે,
દાદાની લાડુલી દઈશ.