શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/ઓ ખિસકોલી! ખિસકોલી!!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ઓ ખિસકોલી! ખિસકોલી!!|}} <poem> ઓ ખિસકોલી! ખિસકોલી!! તું ચટકમટક લટ...")
 
No edit summary
 
Line 28: Line 28:
<center>*</center>
<center>*</center>
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = સમજણ તે આપણા બેની
|next = જો —
}}

Latest revision as of 12:06, 15 July 2022

ઓ ખિસકોલી! ખિસકોલી!!


ઓ ખિસકોલી! ખિસકોલી!!

તું ચટકમટક લટકાળી!
તું રમત કરે રઢિયાળી!
સૌને જોતાં ગમી જાય તું, સૌને લાગે વ્હાલી!
ઓ ખિસકોલી! ખિસકોલી!!

તું મીઠા માણે મેવા,
તું સૌની પામે સેવા,
છોટામોટા સૌયે ખેલે તારી સાથે કેવા!
ઓ ખિસકોલી! ખિસકોલી!!

તું દ્હાડો આખો ફરતી,
તું ગેલ ઘણીયે કરતી,
સૌને કેવી મજા કરાવે ડાળ ડાળ પર સરતી!
ઓ ખિસકોલી! ખિસકોલી!!

તું ચટાપટાળી ચમકે,
તું રેશમ સરખી સરકે,
હેત રામજીનું તારે ડીલ કેવું કોમળ થરકે!
ઓ ખિસકોલી! ખિસકોલી!!

*