શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/મારું બૅન્ડ: Difference between revisions
Jump to navigation
Jump to search
*
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મારું બૅન્ડ|}} <poem> આ મારું બૅન્ડ, આમાં ઘણા ફ્રૅન્ડ; પહેલા માર...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 35: | Line 35: | ||
<center>*</center> | <center>*</center> | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = એનઘેન દીવાઘેન | |||
|next = ગોળ ગોળ ગોળ | |||
}} |
Latest revision as of 12:09, 15 July 2022
મારું બૅન્ડ
આ મારું બૅન્ડ,
આમાં ઘણા ફ્રૅન્ડ;
પહેલા મારા હાથીભાઈ,
પડઘમ ગજાવતા;
બીજા મારા બકરાભાઈ,
બ્યૂગલ બજાવતા;
ત્રીજા મારા તેતરભાઈ,
ખંજરી ખણકાવતા;
ચોથા મારા ઊંટભાઈ,
પિપૂડી વગાડતા;
પાંચમા તે પાડાભાઈ,
ઢોલક ઢમકાવતા;
છઠ્ઠા મારા ઘોડાભાઈ,
તબડક તાલ પુરાવતા;
સાતમા તે સસ્સાભાઈ,
સરગમ સૂર ચડાવતા,
આઠમા તે ઉંદરભાઈ,
ચૂં ચૂં તાંત ચલાવતા;
નવમા મારા મોરભાઈ,
થે…ઈ થે…ઈ નચાવતા;
દસમા ચાલે દેડકભાઈ,
ત્રાંસાને ત્રમકાવતા.
એક ભાઈ અગિયારે આવે,
બીજો બારમે છેલ્લો;
આ ગીત મારું ગાય-સાંભળે
નામ એમનાં મેલો.
બાર ભાઈનું આવું બૅન્ડ,
જે બોલાવે તેનું ફ્રૅન્ડ!