શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/એનઘેન દીવાઘેન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
એનઘેન દીવાઘેન


એનઘેન દીવાઘેન,
આંખો મીંચો, કોનું ક્‌હેણ?
ક્‌હેણ મારી માતનું:
ખૂબ ખૂબ ભણ,
સૌનો સાથી બન.

એનઘેન દીવાઘેન,
આંખો મીંચો, કોનું ક્‌હેણ?
ક્‌હેણ મારા તાતનું:
ખૂબ કામ કર.
સૌનું દુઃખ હર.

*