શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/ગોળ ગોળ ગોળ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ગોળ ગોળ ગોળ|}} <poem> ‘ગોળો’ જેનું નામ, ગબડે ગોળ ગોળ ગોળ! દડી-દડા...")
 
No edit summary
 
Line 28: Line 28:
<center>*</center>
<center>*</center>
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = મારું બૅન્ડ
|next = આવે મજા!
}}

Latest revision as of 12:09, 15 July 2022

ગોળ ગોળ ગોળ



‘ગોળો’ જેનું નામ, ગબડે ગોળ ગોળ ગોળ!
દડી-દડા ઊછળતાં દોડે ગોળ ગોળ.

ભમ ભમ ભમે ભમરડો, ગોળ ગોળ ગોળ,
ચાકે ચડી ચકરડી ચાલે ગોળ ગોળ.

પવને ફરે ફરકડી: ગોળ ગોળ ગોળ,
પાટે વાટે દોડે પૈડું ગોળ ગોળ.

ઘુમાવે ચગડોળ, ગોળ ગોળ ગોળ
કૂવે રેંટ ચાલે, તે પણ ગોળ ગોળ.

સમય સરે ઘડિયાળે: ગોળ ગોળ ગોળ,
બળદ ખેંચતા ઘાણી ઘૂમે ગોળ ગોળ.

નવે ગ્રહોની માળા: ગોળ ગોળ ગોળ,
એમ જ રાસલીલા પણ રમાય ગોળ ગોળ.

મીંડા જેવો હુંયે લસરું ગોળ ગોળ ગોળ,
ફેરફુદરડી ફરતાં દેખું સઘળું ગોળ ગોળ.

*