કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૨૦. ટેરવાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૦. ટેરવાં|}} <poem> ટેરવાં મૂંગાં ને એનો લાખેણો લલકાર કસબી! લા...")
 
No edit summary
 
Line 7: Line 7:
ટેરવાં મૂંગાં ને એનો લાખેણો લલકાર
ટેરવાં મૂંગાં ને એનો લાખેણો લલકાર
કસબી! લાખેણો લલકાર.
કસબી! લાખેણો લલકાર.
ટેરવાંથી નાચે મારા
ટેરવાંથી નાચે મારા
તંબૂરાના તાર ઝીણા,
તંબૂરાના તાર ઝીણા,
Line 12: Line 13:
ઝનન ઝન ઝંકાર–
ઝનન ઝન ઝંકાર–
:::: કસબી! ઝનન ઝન ઝંકાર. – ટેરવાંo
:::: કસબી! ઝનન ઝન ઝંકાર. – ટેરવાંo
છૂટે રે અંબોડે ધૂણે
છૂટે રે અંબોડે ધૂણે
જેવી કોઈ જોગણી રે,
જેવી કોઈ જોગણી રે,
Line 17: Line 19:
નાચે થૈથૈકાર–
નાચે થૈથૈકાર–
:::: કસબી! નાચે થૈથૈકાર. – ટેરવાંo
:::: કસબી! નાચે થૈથૈકાર. – ટેરવાંo
ટેરવાંની ટીચકીથી
ટેરવાંની ટીચકીથી
તબલાંનો તાલ નાચે,
તબલાંનો તાલ નાચે,
Line 22: Line 25:
ધીંગો રે થડકાર–
ધીંગો રે થડકાર–
:::: કસબી! ધીંગો રે થડકાર – ટેરવાંo
:::: કસબી! ધીંગો રે થડકાર – ટેરવાંo
ટેરવાંથી નાચે છૈયું,
ટેરવાંથી નાચે છૈયું,
હોઠ નાચે, નાચે હૈયું,
હોઠ નાચે, નાચે હૈયું,
Line 27: Line 31:
સંગનામાં સાર–
સંગનામાં સાર–
:::: કસબી! સંગનામાં સાર. – ટેરવાંo
:::: કસબી! સંગનામાં સાર. – ટેરવાંo
ટેરવાંથી નાચે મારા
ટેરવાંથી નાચે મારા
બેરખાના પારેપારા,
બેરખાના પારેપારા,
Line 32: Line 37:
સોહમ્ ને સંસાર –
સોહમ્ ને સંસાર –
:::: કસબી! સોહમ્ ને સંસાર – ટેરવાંo
:::: કસબી! સોહમ્ ને સંસાર – ટેરવાંo
ટેરવાં છે કામનાં ને
ટેરવાં છે કામનાં ને
ટેરવાં છે રામનાં રે,
ટેરવાં છે રામનાં રે,

Latest revision as of 09:47, 19 July 2022

૨૦. ટેરવાં


ટેરવાં મૂંગાં ને એનો લાખેણો લલકાર
કસબી! લાખેણો લલકાર.

ટેરવાંથી નાચે મારા
તંબૂરાના તાર ઝીણા,
નાચે રે વીણાના ઝનનન
ઝનન ઝન ઝંકાર–
કસબી! ઝનન ઝન ઝંકાર. – ટેરવાંo

છૂટે રે અંબોડે ધૂણે
જેવી કોઈ જોગણી રે,
ટેરવાંથી મંજીરાં એમ
નાચે થૈથૈકાર–
કસબી! નાચે થૈથૈકાર. – ટેરવાંo

ટેરવાંની ટીચકીથી
તબલાંનો તાલ નાચે,
તોડા ને મોડાથી થાપી,
ધીંગો રે થડકાર–
કસબી! ધીંગો રે થડકાર – ટેરવાંo

ટેરવાંથી નાચે છૈયું,
હોઠ નાચે, નાચે હૈયું,
ટેરવાંની મૂંગી મૂંગી
સંગનામાં સાર–
કસબી! સંગનામાં સાર. – ટેરવાંo

ટેરવાંથી નાચે મારા
બેરખાના પારેપારા,
ટેરવાં દેખાડે અનહદ
સોહમ્ ને સંસાર –
કસબી! સોહમ્ ને સંસાર – ટેરવાંo

ટેરવાં છે કામનાં ને
ટેરવાં છે રામનાં રે,
જેવી જેની તરસ એવો
છલકે પારાવાર—
કસબી! છલકે પારાવાર. – ટેરવાંo
(દીપ્તિ, ૧૯૫૬, પૃ. ૩૧-૩૨)