ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અમીવિજય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''અમીવિજય'''</span> [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છન...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ‘અમીયકુંવર’
|next =  
|next = અમૉલક_સૂરિ શિષ્ય
}}
}}

Latest revision as of 10:37, 30 July 2022


અમીવિજય [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. રૂપવિજયના શિષ્ય. ૮૬ કડીના ‘નેમરાજુલ-બારમાસ’ (ર. ઈ.૧૮૩૩; મુ.), ઈ.૧૮૩૭માં અમદાવાદના શેઠ હઠીસિંગે કાઢેલ કેસરિયાજીના યાત્રાસંઘનું વર્ણન કરતું ૮૦ કડીનું ‘શેઠ હઠીસિંગ-સંઘવર્ણન-સ્તવન’ (મુ.), ‘નેમ-રાસો’ (મુ.) અને ૧૮ કડીનું ‘મહાવીરસ્વામીનું પારણું’ (મુ.) એ કૃતિઓના કર્તા. કોઈક સંદર્ભોમાં ભૂલથી અભિવિજયને નામે ઉલ્લેખાયા છે તે આ જ કવિ છે. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧, ૨; ૨. પ્રામબાસંગ્રહ; ૩. બૃકાદોહન : ૨;  ૪. જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૭ - ‘શેઠ હઠીસિંગ સંઘવર્ણન-સ્તવન’, સં. શેઠ સુરેન્દ્રભાઈ સારાભાઈ. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસામધ્ય;  ૩. જૈગૂકવિઓ : ૩(૧). [વ.દ.]