ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/‘અવસ્થાનિરૂપણ’: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''‘અવસ્થાનિરૂપણ’''' :</span> પારિભાષિક નિરૂપણવાળી...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ‘અલૌકિકનાયિકાલક્ષણગ્રંથ’ | ||
|next = | |next = અવિચલ | ||
}} | }} |
Latest revision as of 05:33, 1 August 2022
‘અવસ્થાનિરૂપણ’ : પારિભાષિક નિરૂપણવાળી અખાની આ કૃતિ(મુ.) જીવાત્માની ૪ ભૂમિકાઓને ચાર-ચારણી ચોપાઈની ૧૦-૧૦ કડીના શરીરાવસ્થા, અજ્ઞાનવસ્થા, જીવઈશ્વરજ્ઞાન અને કૈવલ્યજ્ઞાન - એ ૪ ખંડોમાં વર્ણવે છે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુરીય એ શરીરાવસ્થાઓને મિશ્રવર્તી તરીકે વર્ણવી (જેમ કે - તુરીયમાં અન્ય ૩ અવસ્થાઓના પણ અંશો છે એમ બતાવી) જીવાત્માની અજ્ઞાન દશામાં આ ચારે શરીરાવસ્થાઓ કઈ રીતે પ્રવર્તે છે તે અહીં સમજાવ્યું છે અને તુરીયાતીત કૈવલ્યજ્ઞાનની ભૂમિકાએ પહોંચવાનો માર્ગ બતાવ્યો છે. ગૌડપાદાચાર્યની ‘માંડુક્યકારિકા’માંનું વિશ્લેષણ આ કૃતિમાં બીજ રૂપે રહેલું જણાય છે. [જ.કો.]