ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અંબદેવ સૂરી: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''અંબદેવ(સૂરી)'''</span> [ઈ.૧૩૧૫માં હયાત] : નિવૃત્તિગ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ‘અંબડવિદ્યાધર-રાસ’ | ||
|next = | |next = અંબાઈદાસ | ||
}} | }} |
Latest revision as of 05:38, 1 August 2022
અંબદેવ(સૂરી) [ઈ.૧૩૧૫માં હયાત] : નિવૃત્તિગચ્છના જૈન સાધુ. પાર્શ્વસૂરિના શિષ્ય. દોહા, રોળા વગેરે વિવિધ ગેય છંદોમાં ૧૩ ભાસમાં રચાયેલો એમનો ‘સમરા-રાસ ← સંઘપતિ-સમરસિંહ-રાસ’ (મુ.) શત્રુંજય તીર્થમાં મુસ્લિમોએ ખંડિત કરેલ મૂલનાયકના બિંબની પ્રતિષ્ઠાના પાટણના સમરસિંહને આવેલા વિચાર અને એને અંગે એમણે કરેલી કાર્યવાહીની વિસ્તૃત ભૂમિકા સાથે એમણે કાઢેલા સંઘની યાત્રાનું તથા પ્રતિષ્ઠામહોત્સવનું વર્ણન કરે છે. ઐતિહાસિક માહિતી તથા ભાષાવિકાસની દૃષ્ટિએ નોંધપાત્ર બનતા આ રાસમાં સંઘ ઈ.૧૩૧૫(સં. ૧૩૭૧, ચૈત્ર વદ ૭)ના રોજ પાટણ પાછો આવ્યાનું નોંધાયું છે. કાવ્યની રચના એ જ વર્ષમાં થઈ હોવાનું માનવામાં બાધ જણાતો નથી. કૃતિ : ૧ જૈઐકાસંચય; ૨. પ્રાગૂકાસંગ્રહ : ૧. સંદર્ભ : ૧ આકવિઓ : ૧; ૨. ગુસાઇતિહાસ : ૧; ૩. ગુસામધ્ય; ૪. જૈગૂકવિઓ : ૩(૧); ૫. જૈનયુગ, કારતક, પોષ, ફાગણ, વૈશાખ ૧૯૮૨- ‘શ્રી શત્રુંજયતીર્થનો ઉદ્ધારક સમરસિંહ’, લાલચંદ્ર ભ. ગાંધી. [વ.દ.]