અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/અરદેશર ફ. ખબરદાર/ગુણવંતી ગુજરાત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 23: Line 23:
એક સ્વરે સહુ ગગન ગજવતો કરીએ જયજયકાર
એક સ્વરે સહુ ગગન ગજવતો કરીએ જયજયકાર
{{space}}અમારી ગુણવંતી ગુજરાત!<br>
{{space}}અમારી ગુણવંતી ગુજરાત!<br>
નમીએ નમીએ માત! અમારી ગુણવંતી ગુજરાત!
નમીએ નમીએ માત! અમારી ગુણવંતી ગુજરાત!<br>
{{Right|(રાસચંદ્રિકા, ૧૯૪૧, પૃ. ૧૮-૧૯)}}
{{Right|(રાસચંદ્રિકા, ૧૯૪૧, પૃ. ૧૮-૧૯)}}
</poem>
</poem>

Revision as of 18:01, 21 June 2021

ગુણવંતી ગુજરાત! અમારી ગુણવંતી ગુજરાત!
નમીએ નમીએ માત! અમારી ગુણવંતી ગુજરાત!
મોંઘેરા તુજ મણિમંડપમાં ઝૂકી રહ્યાં અમ શીશ  :
માત મીઠી! તુજ ચરણ પડીને માગીએ શુભ આશિષ!
         અમારી ગુણવંતી ગુજરાત!

મીઠી મનોહર વાડી આ તારી નંદનવન-શી અમોલ!
રસફૂલડાં વીણતાં વીણતાં ત્યાં કરીએ નિત્ય કલ્લોલ!
         અમારી ગુણવંતી ગુજરાત!

સંત મહંત અનંત વીરોની વહાલી અમારી માત!
જય જય કરવા તારી જગતમાં અર્પણ કરીએ જાત!
         અમારી ગુણવંતી ગુજરાત!

ઊંડા ઘોર અરણ્ય વિશે કે સુંદર ઉપવનમાંય;
દેશ વિદેશ અહોનિશ અંતર એક જ તારી છાંય,
         અમારી ગુણવંતી ગુજરાત!

સર સરિતા રસભર અમીઝરણાં રત્નાકર ભરપૂર;
પુણ્યભૂમિ ફળફૂલ ઝઝૂમી, માત! રમે અમ ઉર!
         અમારી ગુણવંતી ગુજરાત!

હિન્દુ, મુસલમિન, પારસી, સર્વે માત! અમે તુજ બાળ;
અંગ ઉમંગ ભરી નવરંગે કરીએ સેવા સહુ કાળ!
         અમારી ગુણવંતી ગુજરાત!

ઉર પ્રભાત સમાં અજવાળી ટાળી દે અંધાર!
એક સ્વરે સહુ ગગન ગજવતો કરીએ જયજયકાર
         અમારી ગુણવંતી ગુજરાત!

નમીએ નમીએ માત! અમારી ગુણવંતી ગુજરાત!

(રાસચંદ્રિકા, ૧૯૪૧, પૃ. ૧૮-૧૯)