ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉદયચંદ-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ઉદયચંદ-૨'''</span> [ઈ.૧૬૫૮માં હયાત] : અંચલગચ્છના જૈ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ઉદયચંદ્ર-૧_ઉદો_ઋષિ
|next =  
|next = ઉદયધર્મ
}}
}}

Latest revision as of 06:18, 1 August 2022


ઉદયચંદ-૨ [ઈ.૧૬૫૮માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. કલ્યાણસાગરની પરંપરામાં વિજયચંદના શિષ્ય. ‘માણિકકુમારની ચોપાઈ’ (૨. ઈ.૧૬૫૮/સં. ૧૭૧૪, ફાગણ સુદ -, શનિવાર)ના કર્તા. આ કૃતિનો માળવા, લાટ, ઇડર, સોરઠ, સિંધ, બંગાળ, સિંહલ, ગૌડ, દક્ષિણ ગુજરાત વગેરે જુદા જુદા દેશની નારીઓનાં સ્વભાવ-લક્ષણ વર્ણવતો ૧ ખંડ મુદ્રિત થયો છે તેમાં દુહા, ચાલ તથા સંસ્કૃતમાં કાવ્યમ્ અને શ્લોકોવાળો પદ્યબંધ ધ્યાન ખેંચે છે. કૃતિ : જૈનાચાર્ય શ્રી આત્માનંદ જન્મશતાબ્દી સ્મારકગ્રંથ, સં. મોહનલાલ દ. દેસાઈ, ઈ.૧૯૩૬ - ‘દેશદેશની નારીઓનું પ્રાચીન વર્ણન’ (‘માણિકકુમાર ચોપાઈ’નો એક અંશ). સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [હ.યા.]