ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉદયધર્મ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઉદયધર્મ ઉદયધર્મ[ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : આગમગચ્છના જૈન સાધુ. મુનિસિંહસૂરિની પરંપરામાં મુનિસાગર/મતિસાગરના શિષ્ય. ૪. ખંડ અને ૧૧૯૫ કડીના ‘મલયસુંદરી-રાસ’ (૨. ઈ.૧૪૮૭/સં. ૧૫૪૩, આસો સુદ ૩, ગુરુવાર) તથા ‘કથા-બત્રીસી’ (૨. ઈ.૧૪૯૪/સં. ૧૫૫૦, આસો વદ ૩૦)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [હ.યા.]