ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કિંકરદાસ-કિંકરીદાસ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કિંકરદાસ/કિંકરીદાસ'''</span> [ઈ.૧૬મી સદી ઉત્તરાર્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = કિસન_મુનિ-૨ | ||
|next = | |next = કીકુ | ||
}} | }} |
Latest revision as of 07:55, 3 August 2022
કિંકરદાસ/કિંકરીદાસ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ ભક્તકવિ. કવિ ઈ.૧૫૫૪માં થયા હોવાનો ઉલ્લેખ મળે છે તે તેમની જન્મસાલ છે કે કેમ તે નિશ્ચિત થતું નથી. પહેલાં ગુસાંઈજી વિઠ્ઠલનાથ (અવ. ઈ.૧૬૮૬)ના અને પછી ગોકુલનાથના ભક્ત બન્યા. આ કવિએ રચેલાં કીર્તનોમાંથી ૨૫ કડીનું વલ્લભાચાર્યના જન્મનાં વધામણાં ગાતું પદ, હિંડોળાનાં ૨ પદ, ગોકુલવાસનાં મહિમાને વર્ણવતાં ૫ ધોળ તથા ૧ હિન્દી પદ મુદ્રિત મળે છે તેમાં કવિની ભાવાત્મક વર્ણનની શક્તિ દેખાય છે. કવિની પદરચના પર અષ્ટસખાની અસર હોવાનું પણ નોંધાયું છે. કૃતિ : ૧. શ્રી ગોકુલેશજીનાં ધોળ તથા પદસંગ્રહ, પ્ર. લલ્લુભાઈ છ. દેસાઈ, ઈ.૧૯૧૬; ૨. પુષ્ટિપ્રસાદી, પ્ર. ગોવર્ધન સત્સંગ મંડળ, સં. ૨૦૨૨ (બીજી આ.); ૩. અનુગ્રહ, જાન્યુ. ૧૯૬૦ - ‘કિંકરીદાસ વૈષ્ણવ’, ચિમનલાલ મ. વૈદ્ય. [શ્ર.ત્રિ.]