ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કેશરાજ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કેશરાજ'''</span> [ઈ.૧૬૨૭માં હયાત] : વિજયગચ્છના જૈન...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = કેવલવિજય
|next =  
|next = કેશવ
}}
}}

Latest revision as of 12:42, 3 August 2022


કેશરાજ [ઈ.૧૬૨૭માં હયાત] : વિજયગચ્છના જૈન સાધુ. વિજયઋષિની પરંપરામાં ગુણસાગરના શિષ્ય. એમનો ૪ અધિકાર અને ૬૨ ઢાળનો દુહા-દેશીબદ્ધ ‘રામયશોરસાયણ-રાસ’ (૨.ઈ.૧૬૨૭/સં.૧૬૮૩, આસો સુદ૧૩; મુ.) જૈન પરંપરા મુજબની રામકથા વર્ણવે છે, જેમાં અનેક સ્થાને પૂર્વજ-કથા પણ ગૂંથવામાં આવી છે. વીગતપ્રચુર કથાકથન કરતી આ કૃતિ હિંદી-રાજસ્થાની ભાષાનું નોંધપાત્ર મિશ્રણ ધરાવે છે ને ગેયતાને પોષતા દેશીઓ તથા ધ્રુવાઓના વૈવિધ્યથી, સાંકળીરચના જેવા ચાતુર્યથી, ઝડઝમકભર્યા છંદોના વિનિયોગથી તથા ઉદ્ધૃત તેમ સ્વતંત્ર સુભાષિત-વાણીથી ધ્યાનાર્હ બને છે. કૃતિ : ૧. રામરસનામાગ્રંથ, પ્ર. જગદીશ્વર છાપખાના, ઈ.૧૮૭૨; ૨. રામ-રાસ, સં. મોતીલાલ મ. શાહ, ઈ.૧૯૧૦ (+સં.);  ૩. આકામહોદધિ:૨ (+સં.). સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૧,૩(૧); ૨. જૈહાપ્રોસ્ટા. [ક.શે.]