ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયતસી-જયરંગ-૧-જેતસી: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જયતસી/જયરંગ - ૧/જેતસી'''</span> [ઈ.૧૭મી સદી મધ્યભાગ)...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = જયત | ||
|next = | |next = જયતિલકસૂરિ | ||
}} | }} |
Latest revision as of 06:34, 13 August 2022
જયતસી/જયરંગ - ૧/જેતસી [ઈ.૧૭મી સદી મધ્યભાગ) : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં પાઠકપુણ્યકલશના શિષ્ય. કવનકાળ ઈ.૧૬૪૪થી ઈ.૧૬૬૫. એમનો દુહા-દેશીબદ્ધ ૩૧ ઢાળનો ‘કયવન્નાશાહનો રાસ’ (ર.ઈ.૧૬૬૫; મુ.) પૂર્વભવમાં સુપાત્રે દાન કર્યાના પરિણામે આપત્તિઓમાંથી ઊગરી જતા કયવન્નાનું રસપ્રદ વૃત્તાંત વર્ણવે છે ને મનોભાવનિરૂપણ, અલંકારરચના, વાક્છટા ને ગેયતાથી ધ્યાન ખેંચે છે. કવિની અન્ય કૃતિઓમાં ૧૧ ઢાળની ‘દશવૈકાલિક-સર્વઅધ્યયન-ગીત/સઝાય’ (ર.ઈ.૧૬૫૧; મુ.), ૨૭૭ કડીની ‘અમરસેનવયરસેન-ચોપાઈ’ (ર.ઈ.૧૬૪૪/૧૬૬૧), ‘ચતુર્વિધસંઘનામમાલા’ (ર.ઈ.૧૬૪૪/સં. ૧૭૦૦, શ્રાવણ -), ૭૬ કડીની ‘દશવૈકાલિક ચૂલિકા-ગીત’, ૧૦૧ કડીની ‘પાર્શ્વનાથ-છંદ’, ‘દશશ્રાવક-ગીત’ તથા ૯ કડીની ‘વ્યસનની સઝાય’(મુ.)નો સમાવેશ થાય છે. ‘પાર્શ્વનાથ-છંદ’ ભૂલથી પુણ્યકલશને નામે નોંધાયેલ છે. કૃતિ : ૧. કયવન્ના શાહનો રાસ, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૯૨૦; ૨. જ્ઞાનાવલી; ૩. મોસસંગ્રહ; ૪. સજ્ઝાયસંગ્રહ, પ્ર. લક્ષ્મીચંદજી ક. બાફના, સં. ૧૯૮૨. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩(૨); મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ક.શે.]