ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નારાયણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નારાયણ'''</span> : આ નામે નણંદભાભીના સંવાદ રૂપ કુલ ૧૧ કડીનાં ૨ પદ (મુ.), ત્રણથી ૬ કડીનાં ૨ પદ(મુ.), રાજસ્થાની ભાષાની અસરવાળું ૪ કડીનું ૧ પદ(મુ.), ‘મહાદેવજીનો ગરબો’ અને અન્ય...")
 
No edit summary
 
Line 11: Line 11:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = નારદ_મુનિ
|next =  
|next = નારાયણ-૧
}}
}}

Latest revision as of 12:32, 27 August 2022


નારાયણ : આ નામે નણંદભાભીના સંવાદ રૂપ કુલ ૧૧ કડીનાં ૨ પદ (મુ.), ત્રણથી ૬ કડીનાં ૨ પદ(મુ.), રાજસ્થાની ભાષાની અસરવાળું ૪ કડીનું ૧ પદ(મુ.), ‘મહાદેવજીનો ગરબો’ અને અન્ય કેટલાંક પદો એ જૈનેતર કૃતિઓ મળે છે. ‘પુરુષને શિખામણ-સઝાય’ નારાયણ મુનિને નામે તથા ૩૨ કડીનો ‘ક્ષેત્રપાલ-છંદ’ નારાયણને નામે મળે છે. પણ તેના કર્તા કયા નારાયણ છે તે વિશે સ્પષ્ટ કહી શકાય તેમ નથી. “મોહન-મુનિ નારાયણ ભાવ સું રે જિનગુણ ગાવી સાર રે” એવી અંતિમ પંક્તિને કારણે કર્તાનામની અસ્પષ્ટતા ઊભી કરતા ને ભૂલથી નાનજી સાધુને નામે મુકાયેલા ૫ કડીના ‘ઋષભજિન-સ્તવન’ના કર્તા પણ કોઈ નારાયણ જણાય છે. કૃતિ : ૧. પ્રાકાસુધા : ૨; ૨. બૃકાદોહન : ૮; ૩. ભજનસાગર ૧; ૪. ભસાસિંધુ. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨;  ૨. ગૂહાયાદી; ૩. ડિકેટલૉગભાવિ; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ચ.શે. , કી.જો.]