ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/‘નેમિરાજિમતી-બારમાસા’: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''‘નેમિરાજિમતી-બારમાસા’'''</span> [ર.ઈ.૧૬૮૬/સં.૧૭૪૨, વૈશાખ સુદ ૩, રવિવાર] : તપગચ્છના સાધુ માણિક્યવિજયકૃત ૧૦૭ પંક્તિઓમાં રાજિમતીની વિરહવ્યથાને વિસ્તારપૂર્વક નિરૂપતુ...")
 
No edit summary
 
Line 8: Line 8:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ‘નેમિરંગરત્નાકર-છંદ-રંગરત્નાકર નેમિનાથ-પ્રબંધ’
|next =  
|next = નેમિસાગર_નેમીસાર
}}
}}

Latest revision as of 13:12, 27 August 2022


‘નેમિરાજિમતી-બારમાસા’ [ર.ઈ.૧૬૮૬/સં.૧૭૪૨, વૈશાખ સુદ ૩, રવિવાર] : તપગચ્છના સાધુ માણિક્યવિજયકૃત ૧૦૭ પંક્તિઓમાં રાજિમતીની વિરહવ્યથાને વિસ્તારપૂર્વક નિરૂપતું બારમાસી કાવ્ય (મુ.). પરંપરાનુસાર નાયક-નાયિકાના વ્યવહારજીવન પર પડતા પ્રકૃતિનાં વિશિષ્ટ લક્ષણોના પ્રભાવને વણી લેતી આ કાવ્યકૃતિનો પદબંધ દુહા અને ઝૂલણાની ૧૭ માત્રાના ઉત્તરાર્ધની દેશીની (જેને અહીં ‘ઢાલ’ તરીકે ઓળખાવવામાં આવી છે) છે. મનોહર અલંકાર વડે ઊપસતાં સુંદર ભાવચિત્રો, દુહામાં કરેલી આંતરયમકની યોજના તેમ જ શબ્દલાલિત્ય કૃતિના આસ્વાદ્ય અંશો છે. [ર.ર.દ.]