ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લબ્ધિચંદ્ર સૂરિ-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''લબ્ધિચંદ્ર(સૂરિ)-૨'''</span> [જ.ઈ.૧૭૭૯/સં.૧૮૩૫, શ્રાવણ વદ-અવ. ઈ.૧૮૨૭/સં.૧૮૮૩, કારતક વદ ૧૦] : તપગચ્છની પાર્શ્વચંદ્ર શાખાના જૈન સાધુ. વિવેકચંદ્રના શિષ્ય. જન્મ બીકાનેરમાં. ઓ...")
 
No edit summary
 
Line 11: Line 11:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = લબ્ધિચંદ્ર_સૂરિ-૧
|next =  
|next = લબ્ધિમંદિર_ગણિ
}}
}}

Latest revision as of 11:52, 10 September 2022


લબ્ધિચંદ્ર(સૂરિ)-૨ [જ.ઈ.૧૭૭૯/સં.૧૮૩૫, શ્રાવણ વદ-અવ. ઈ.૧૮૨૭/સં.૧૮૮૩, કારતક વદ ૧૦] : તપગચ્છની પાર્શ્વચંદ્ર શાખાના જૈન સાધુ. વિવેકચંદ્રના શિષ્ય. જન્મ બીકાનેરમાં. ઓસવાલ છાજંડ ગોત્ર. પિતા ગિરધર શાહ. માતા ગોરમદે. ખંભાતમાં ઈ.૧૭૯૩/સં.૧૮૪૯, વૈશાખ સુદ ૩ના રોજ દીક્ષા. ઉજ્જૈનમાં ઈ.૧૭૯૮/સં.૧૮૫૪, માગશર વદ ૫ના દિવસે ભટ્ટારક પદ અને ઈ.૧૭૯૮/સં.૧૮૫૪, શ્રાવણ વદ ૯ના દિવસે આચાર્યપદ. બીકાનેરમાં અવસાન. રાજસ્થાનીહિન્દીની છાંટવાળી ભાષામાં ૬ કડીના ‘ફલોધિપાર્શ્વનાથજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૯૯/સં.૧૮૫૫, માગશર વદ ૩; મુ.), ૩ કડીના ‘ઋષભ-સ્તવન’ તથા ૭ કડીના ‘સિદ્ધાચલ-સ્તવન’ (મુ.)ના કર્તા. આ ઉપરાંત એમણે ‘જ્યોતિષજાતક’ તથા ‘સિદ્ધાચલરત્નિકાવ્યાકરણ’ નામના ગ્રંથો પણ રચ્યા છે, જે કઈ ભાષામાં છે તે સ્પષ્ટ નથી. કૃતિ : ૧. પ્રાસ્તસંગ્રહ; ૨. શ્રી શત્રુંજ્ય તીર્થાદિ સ્તવનસંગ્રહ, સં. સાગરચંદ્ર, ઈ.૧૯૨૮. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨. [ર.ર.દ.]