ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/‘સંજાણા-ભગરીઆના આંતરકલહનું-કાવ્ય’: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''‘સંજાણા-ભગરીઆના આંતરકલહનું કાવ્ય’'''</span> : પારસી કવિ એર્વદ રૂસ્તમનું ભગરીઆ અને સંજાણા મૉબેદો (ધર્મગુરુઓ) વચ્ચે સપ્ટેમ્બર, ૧૯૮૭ના દિવસે ધાર્મિક ક્રિયાકાંડો બા...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = સંજમ
|next =  
|next = સંત
}}
}}

Latest revision as of 12:05, 21 September 2022


‘સંજાણા-ભગરીઆના આંતરકલહનું કાવ્ય’ : પારસી કવિ એર્વદ રૂસ્તમનું ભગરીઆ અને સંજાણા મૉબેદો (ધર્મગુરુઓ) વચ્ચે સપ્ટેમ્બર, ૧૯૮૭ના દિવસે ધાર્મિક ક્રિયાકાંડો બાબત નવસારીની અંદર થયેલા ખૂનામરકીવાળા ઉગ્ર ઝઘડાની ઐતિહાસિક બિનાને આલેખતું કાવ્ય. સમગ્ર કલહ દરમ્યાન ૭ પારસી ધર્મગુરુઓના થયેલા ખૂન, ૧૨ ભગરીઆ મૉબેદોની કોર્ટ દ્વારા ધરપકડ અને તેમને થયેલી સજા એ સૌ વીગતોને ઝીણવટપૂર્વક કવિએ આલેખી છે. કાવ્યમાં પ્રસંગસંયોજન જેટલું સુગ્રથિત છે તેટલું કવિની અન્ય કૃતિઓની તુલનાએ ભાષાકર્મ બળવાન નથી. છંદોબંધ પણ ક્લિષ્ટ છે, તેમ છતાં તે સમયના પારસી કોમમાં બનેલા એક ઐતિહાસિક પ્રસંગને વિષય કરતું હોવાથી કાવ્ય એ દૃષ્ટિએ મૂલ્યવાન છે. કાવ્યને અંતે ધર્મજાગૃતિ વિશે અપાયેલો ઉપદેશ કાવ્યસર્જનનો પ્રેરક હોય એમ જણાય છે. [ર.ર.દ.]