ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સોમચંદ્ર-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સોમચંદ્ર-૨'''</span> [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : નગેન્દ્રગચ્છના જૈન સાધુ. ગુણદેવસૂરિની પરંપરામાં ગુણરત્નસૂરિના શિષ્ય. પ્રાકૃત ભાષામાં પ્રથમ ૭ પદ્યો ધરાવતા ‘કામદેવકુ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = સોમચંદ્ર
|next =  
|next = સોમજય
}}
}}

Latest revision as of 12:43, 22 September 2022


સોમચંદ્ર-૨ [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : નગેન્દ્રગચ્છના જૈન સાધુ. ગુણદેવસૂરિની પરંપરામાં ગુણરત્નસૂરિના શિષ્ય. પ્રાકૃત ભાષામાં પ્રથમ ૭ પદ્યો ધરાવતા ‘કામદેવકુંવર-રાસ’ (ર.ઈ.૧૪૬૪ની આસપાસ)ના કર્તા. ‘જૈન ગુર્જર કવિઓ’ હસ્તપ્રતના અક્ષરની સમાનતાના આધારે ‘સુદર્શન-રાસ’ (ર.ઈ.૧૪૬૪ આસપાસ) નામની કૃતિ પણ આ કર્તાને નામે નોંધે છે. પણ એ માટે હજી વધુ નક્કર આધારની જરૂર છે. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો;  ૩. દેસુરાસમાળા; ૪. મરાસસાહિત્ય;  ૫. ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૭૧ અને જુલાઈ-સપ્ટે. ૧૯૭૨-‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસ સન્દોહ’, હીરાલાલ ર. કાપડિયા;  ૬. જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]