ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સોમવિમલ સૂરિ-૧: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સોમવિમલ(સૂરિ)-૧'''</span> [જ. ઈ.૧૫૧૪-અવ.ઈ.૧૫૮૧/સં.૧૬૩૭, માગશર-] : તપગચ્છના જૈન સાધુ. હેમવિમલસૂરિની પરંપરામાં સૌભાગ્યહર્ષના શિષ્ય. ખંભાત પાસેના કંસારી ગામે જન્મ. પિતાનું...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = સોમવિમલ_સૂરિ | ||
|next = | |next = સોમવિમલ_સૂરિ_શિષ્ય | ||
}} | }} |
Latest revision as of 12:48, 22 September 2022
સોમવિમલ(સૂરિ)-૧ [જ. ઈ.૧૫૧૪-અવ.ઈ.૧૫૮૧/સં.૧૬૩૭, માગશર-] : તપગચ્છના જૈન સાધુ. હેમવિમલસૂરિની પરંપરામાં સૌભાગ્યહર્ષના શિષ્ય. ખંભાત પાસેના કંસારી ગામે જન્મ. પિતાનું નામ રૂપવંત, માતા અમરાદે. મૂળનામ જસવંત. ઈ.૧૫૧૮માં માત્ર ચાર વર્ષની વયે હેમવિમલસૂરિ પાસે દીક્ષા. દીક્ષાનામ સોમવિમલ. તેમની પાસેથી ઘણી રાસકૃતિઓ મળી છે : ૨૯૦૫ કડીનો ‘અભયકુમાર શ્રેણિક-રાસ/સમ્યકત્વ-રાસ/(ર.ઈ.૧૫૭૪/સં.૧૬૩૦ ભાદરવા સુદ ૧; મુ.), ૨૯૨ કડીનો ‘ધમ્મિલ-રાસ’ (ર.ઈ.૧૫૩૫/સં.૧૫૯૧, પોષ સુદ ૧, રવિવાર), ૫૧૭ કડીનો ‘ચંપકશ્રેષ્ઠી-રાસ’ (ર.ઈ.૧૫૬૬/સં.૧૬૨૨, શ્રાવણ સુદ ૭, શુક્રવાર), ૪૨૫ કડીનો ‘ક્ષુલ્લકકુમાર-રાસ’ (ર.ઈ.૧૫૭૭/સં.૧૬૩૩, ભાદરવા વદ ૮). આ ઉપરાંત તેમની પાસેથી ૫૧ કડીની ‘તપગચ્છ-પટ્ટાવલી-સઝાય/ગચ્છનાયકપટ્ટાવલી-સઝાય’ (ર.ઈ.૧૫૪૬/સં.૧૬૦૨, જેઠ સુદ ૧૩; મુ.), યમક અલંકારનો ઉપયોગ કરી ‘ચસિમા, શબ્દના સો અર્થો કરી વ્યાવહારિક તેમ જ ધર્મ સંબંધી બોધનું નિરૂપણ કરતી, ગુજરાતી ભાષામાં વિરલ, ૪૭ કડીની ‘ચસિમા શબ્દ શતાર્થી-સઝાય’ (ર.ઈ.૧૫૭૬/સં.૧૬૩૨ શ્રાવણ સુદ ૭; મુ.), ૭/૯ કડીની ‘નેમિનાથ-ગીત/રાજિમતી-સઝાય’(મુ.), ૨૨ કડીની આનંદવિમલ-ભાસ’, ‘કુમરગિરિમંડન (શાંતિનાથ)-સ્તવન, ‘દસ દૃષ્ટાંતનાં ગીતો/મનુજભવદુર્લભતા’, ૨૫ કડીની ‘લગ્નમાન (જ્યોતિષ)’(મુ.), ભદ્રબાહુકૃત મૂળ પ્રાકૃતગ્રંથ ‘કલ્પસૂત્ર’ પરનો ‘કલ્પસૂત્ર અન્તર્વાચ્ય-બાલવબોધ’ (ર.ઈ.૧૫૬૯) તથા ‘દશવૈકાલિક-વિપાકસૂત્ર-ગૌતમપૃચ્છા-ત્રણ ભાસ્ય તંદુલ વેયાલીયના બાલાવબોધ’ વગેરે કૃતિઓ મળી છે. કૃતિ : ૧. ઐરાસંગ્રહ : ૧; ૨. ઐસમાલા : ૧; ૩. જૈઐકાસંચય (+સં.); ૪. પસમ્મુચય : ૨; ૫. પ્રાસપસંગ્રહ : ૧; ૬. શ્રેણિક મહારાજનો રાસ તથા અષ્ટ પ્રકારી પૂજાવિધિ સહિત, પ્ર. છોટાલાલ મ. શાહ, ઈ.-; ૭. જૈનસત્યપ્રકાશ. ડિસે-જાન્યુ. ૧૯૪૯-‘મુનિરાજ સોમવિમલકૃત લગ્નમાન (જ્યોતિષ), સં. શ્રી રમણિકવિજ્ય; ૮. બુદ્ધિપ્રકાશ, જુલાઈ-સપ્ટે. ૧૯૪૧-‘ચસિમા’ શબ્દ શતાર્થી સ્વાધ્યાય’, સં. ભોગીલાલ જ. સાંડેસરા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. દેસુરાસમાળા; ૫. પાંગુહસ્તલેખો; ૬. મરાસસાહિત્ય; ૭. આલિસ્ટઑઇ : ૨; ૮. જૈગૂકવિઓ : ૧, ૨, ૩(૧, ૨); ૯. જૈમગૂકરચનાએં : ૧; ૧૦. જૈહાપ્રોસ્ટા; ૧૧. મુપુગૂહસૂચી; ૧૨. લીંહસૂચી; ૧૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]