ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સોરઠા અખાના: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સોરઠા(અખાના)'''</span> : પરિજ્યા કે હાલારી દુહા તરીકે ઓળખાવાયેલા ૩૫૦ જેટલા મુદ્રિત સોરઠા બ્રહ્મનું સ્વરૂપ, માયાનું કાર્ય, જીવદશાની ભ્રમણા, અન્ય સાધનોથી જ્ઞાનની શ્...")
 
No edit summary
 
Line 8: Line 8:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = સોમસુંદર_સૂરિ_શિષ્ય-૧
|next =  
|next = સોલણ-સોલણું
}}
}}

Latest revision as of 12:50, 22 September 2022


સોરઠા(અખાના) : પરિજ્યા કે હાલારી દુહા તરીકે ઓળખાવાયેલા ૩૫૦ જેટલા મુદ્રિત સોરઠા બ્રહ્મનું સ્વરૂપ, માયાનું કાર્ય, જીવદશાની ભ્રમણા, અન્ય સાધનોથી જ્ઞાનની શ્રેષ્ઠતા વગેરે વિષયોને મુક્તકશૈલીએ આલેખે છે. કોઈક હસ્તપ્રતો સોરઠામાં છપ્પા જેવું અંગવિભાજન બતાવતી હોવાનું નોંધાયું છે, પણ એ એવું જ શિથિલ અંગવિભાજન હોવાની શક્યતા છે. જો કે અપરોક્ષ રહેલા પરમેશ્વરને ન ઓળખતા જીવની મનોદશા સમજાવવા પ્રીતમનો હાથ પોતાને કંઠે હોય છતાં એનો આનંદ ન સમજતી, બાળકબુદ્ધિથી બહાર ફર્યા કરતી અબુધ અજ્ઞાન સ્ત્રીનું ચિત્ર પાંચસાત સોરઠાઓ સુધી આલેખાયેલું હોય એવા સળંગ વિચાર કે વર્ણનના ખંડો મળે છે ખરા. સોરઠાના વર્ણસગાઈયુક્ત પદવિન્યાસને પ્રત્યેક ચરણમાં નિરપવાદ રીતે યોજતા આ કૃતિ-સમૂહમાં અખાની લાક્ષણિક લાઘવયુક્ત કથનશૈલીને સહેજે જ અવકાશ મળ્યો છે.[જ.કો.]