સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મો. ક. ગાંધી/પત્નીની દૃઢતા: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} કસ્તૂરબાઈઉપરત્રણઘાતોગઈઅનેત્રણેમાંથીતેકેવળઘરઘરાઉઉપચ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
કસ્તૂરબાઈ ઉપર ત્રણ ઘાતો ગઈ અને ત્રણેમાંથી તે કેવળ ઘરઘરાઉ ઉપચારોથી બચી ગઈ. તેમાંનો પહેલો પ્રસંગ બન્યો ત્યારે સત્યાગ્રહનું યુદ્ધ ચાલી રહ્યું હતું. તેને વારંવાર રક્તસ્રાવ (લોહીવા) થયા કરતો. એક દાક્તર મિત્રે શસ્ત્રક્રિયા કરવાની ભલામણ કરી હતી. કેટલીક આનાકાની બાદ પત્નીએ શસ્ત્રક્રિયા કરાવવા હા પાડી. શરીર તો ઘણું ક્ષીણ થઈ ગયું હતું. દાક્તરે ક્લોરોફોર્મ વિના શસ્ત્રક્રિયા કરી. ક્રિયા વખતે દરદ ખૂબ થતું હતું, પણ ક્રિયા નિર્વિઘ્ને પૂરી થઈ. જે ધીરજથી કસ્તૂરબાઈએ તે સહન કર્યું તેથી હું તો આશ્ચર્યચકિત થયો. દાક્તરે અને તેમનાં પત્નીએ કસ્તૂરબાઈની સરસ બરદાસ કરી. આ બનાવ ડરબનમાં બન્યો હતો. બે કે ત્રણ દિવસ પછી દાક્તરે મને નિશ્ચિંતપણે જોહાનિસબર્ગ જવાની રજા આપી.
કસ્તૂરબાઈઉપરત્રણઘાતોગઈઅનેત્રણેમાંથીતેકેવળઘરઘરાઉઉપચારોથીબચીગઈ. તેમાંનોપહેલોપ્રસંગબન્યોત્યારેસત્યાગ્રહનુંયુદ્ધચાલીરહ્યુંહતું. તેનેવારંવારરક્તસ્રાવ (લોહીવા) થયાકરતો. એકદાક્તરમિત્રેશસ્ત્રક્રિયાકરવાનીભલામણકરીહતી. કેટલીકઆનાકાનીબાદપત્નીએશસ્ત્રક્રિયાકરાવવાહાપાડી. શરીરતોઘણુંક્ષીણથઈગયુંહતું. દાક્તરેક્લોરોફોર્મવિનાશસ્ત્રક્રિયાકરી. ક્રિયાવખતેદરદખૂબથતુંહતું, પણક્રિયાનિર્વિઘ્નેપૂરીથઈ. જેધીરજથીકસ્તૂરબાઈએતેસહનકર્યુંતેથીહુંતોઆશ્ચર્યચકિતથયો. દાક્તરેઅનેતેમનાંપત્નીએકસ્તૂરબાઈનીસરસબરદાસકરી. આબનાવડરબનમાંબન્યોહતો. બેકેત્રણદિવસપછીદાક્તરેમનેનિશ્ચિંતપણેજોહાનિસબર્ગજવાનીરજાઆપી.
થોડા જ દિવસમાં ખબર મળ્યા કે, કસ્તૂરબાઈનું શરીર મુદ્દલ વળતું નથી, ને તે પથારીએથી ઊઠીબેસી શકતી નથી. એક વાર બેહોશ પણ થઈ ગઈ હતી. દાક્તર જાણતા હતા કે મને પૂછ્યા વગર કસ્તૂરબાઈને દારૂ અથવા માંસ દવામાં કે ખાવામાં ન અપાય. તેથી દાક્તરે મને જોહાનિસબર્ગ ફોન કરી કસ્તૂરબાઈને ‘બીફ ટી’ આપવાની રજા માગી. મેં જવાબ આપ્યો કે મારાથી એ રજા નહીં અપાય. પણ કસ્તૂરબાઈ સ્વતંત્ર છે. તેને પૂછવા જેવી સ્થિતિ હોય તો પૂછો અને તે લેવા માગે તો આપો. “દરદીને આવી બાબતો પૂછવાની હું ના પાડું છું. તમારે પોતે અહીં આવવાની જરૂર છે. જો મને ગમે તે ખવડાવવાની છૂટ ન આપો તો તમારી સ્ત્રીને સારુ હું જોખમદાર નથી.” દાક્તરે કહ્યું.
થોડાજદિવસમાંખબરમળ્યાકે, કસ્તૂરબાઈનુંશરીરમુદ્દલવળતુંનથી, નેતેપથારીએથીઊઠીબેસીશકતીનથી. એકવારબેહોશપણથઈગઈહતી. દાક્તરજાણતાહતાકેમનેપૂછ્યાવગરકસ્તૂરબાઈનેદારૂઅથવામાંસદવામાંકેખાવામાંનઅપાય. તેથીદાક્તરેમનેજોહાનિસબર્ગફોનકરીકસ્તૂરબાઈને‘બીફટી’ આપવાનીરજામાગી. મેંજવાબઆપ્યોકેમારાથીએરજાનહીંઅપાય. પણકસ્તૂરબાઈસ્વતંત્રછે. તેનેપૂછવાજેવીસ્થિતિહોયતોપૂછોઅનેતેલેવામાગેતોઆપો. “દરદીનેઆવીબાબતોપૂછવાનીહુંનાપાડુંછું. તમારેપોતેઅહીંઆવવાનીજરૂરછે. જોમનેગમેતેખવડાવવાનીછૂટનઆપોતોતમારીસ્ત્રીનેસારુહુંજોખમદારનથી.” દાક્તરેકહ્યું.
મેં તે જ દહાડે ડરબનની ટ્રેન લીધી. દાક્તરને મળ્યો. દાક્તરે સમાચાર આપ્યા, “મેં તો સેરવો પાઈને તમને ટેલિફોન કર્યો હતો!”
મેંતેજદહાડેડરબનનીટ્રેનલીધી. દાક્તરનેમળ્યો. દાક્તરેસમાચારઆપ્યા, “મેંતોસેરવોપાઈનેતમનેટેલિફોનકર્યોહતો!”
“દાક્તર, આને હું દગો માનું છું.” મેં કહ્યું.
“દાક્તર, આનેહુંદગોમાનુંછું.” મેંકહ્યું.
“દવા કરતી વખતે દગોબગો હું સમજતો નથી. આવે સમયે દરદીને કે તેના સંબંધીઓને છેતરવામાં પુણ્ય માનીએ છીએ. અમારો ધર્મ તો ગમે તેમ કરીને દરદીને બચાવવાનો છે!” દાક્તરે દૃઢતાપૂર્વક જવાબ આપ્યો.
“દવાકરતીવખતેદગોબગોહુંસમજતોનથી. આવેસમયેદરદીનેકેતેનાસંબંધીઓનેછેતરવામાંપુણ્યમાનીએછીએ. અમારોધર્મતોગમેતેમકરીનેદરદીનેબચાવવાનોછે!” દાક્તરેદૃઢતાપૂર્વકજવાબઆપ્યો.
મને ખૂબ દુઃખ થયું, પણ હું શાંત રહ્યો. દાક્તર મિત્ર હતા, ભલા હતા. તેમનો અને તેમનાં પત્નીનો મારા ઉપર ઉપકાર હતો. પણ ઉપલી વર્તણૂક સહન કરવા હું તૈયાર નહોતો.
મનેખૂબદુઃખથયું, પણહુંશાંતરહ્યો. દાક્તરમિત્રહતા, ભલાહતા. તેમનોઅનેતેમનાંપત્નીનોમારાઉપરઉપકારહતો. પણઉપલીવર્તણૂકસહનકરવાહુંતૈયારનહોતો.
“દાક્તર, હવે ચોખવટ કરો. શું કરવા માગો છો? મારી પત્નીને હું કદી તેની ઇચ્છા વિના માંસ દેવા નહીં દઉં. તે ન લેતાં તેનું મૃત્યુ થવાનું હોય તો તે સહન કરવા તૈયાર છું.”
“દાક્તર, હવેચોખવટકરો. શુંકરવામાગોછો? મારીપત્નીનેહુંકદીતેનીઇચ્છાવિનામાંસદેવાનહીંદઉં. તેનલેતાંતેનુંમૃત્યુથવાનુંહોયતોતેસહનકરવાતૈયારછું.”
દાક્તર બોલ્યા, “તમારી ફિલસૂફી મારે ઘેર તો નહીં જ ચાલે. હું તમને કહું છું કે તમારી પત્નીને મારે ઘેર રહેવા દેશો ત્યાં લગી હું તેને જરૂર માંસ અથવા જે કંઈ આપવું ઘટશે તે આપીશ. જો એમ ન કરવું હોય તો તમે તમારી પત્નીને લઈ જાઓ. મારા જ ઘરમાં હાથે કરીને હું તેનું મરણ થવા નહીં દઉં.”
દાક્તરબોલ્યા, “તમારીફિલસૂફીમારેઘેરતોનહીંજચાલે. હુંતમનેકહુંછુંકેતમારીપત્નીનેમારેઘેરરહેવાદેશોત્યાંલગીહુંતેનેજરૂરમાંસઅથવાજેકંઈઆપવુંઘટશેતેઆપીશ. જોએમનકરવુંહોયતોતમેતમારીપત્નીનેલઈજાઓ. મારાજઘરમાંહાથેકરીનેહુંતેનુંમરણથવાનહીંદઉં.”
“ત્યારે શું તમે એમ કહો છો કે મારે મારી પત્નીને હમણાં જ લઈ જવી?”
“ત્યારેશુંતમેએમકહોછોકેમારેમારીપત્નીનેહમણાંજલઈજવી?”
“હું ક્યાં કહું છું કે લઈ જાઓ? હું તો કહું છું કે મારા ઉપર કશા પ્રકારના અંકુશ ન મૂકો. તો અમે બંને તેની જેટલી થઈ શકે એટલી બરદાસ કરશું ને તમે સુખેથી જાઓ. જો આવી સીધી વાત તમે ન સમજી શકો તો મારે લાચારીથી કહેવું જોઈએ કે તમારી પત્નીને મારા ઘરમાંથી લઈ જાઓ.”
“હુંક્યાંકહુંછુંકેલઈજાઓ? હુંતોકહુંછુંકેમારાઉપરકશાપ્રકારનાઅંકુશનમૂકો. તોઅમેબંનેતેનીજેટલીથઈશકેએટલીબરદાસકરશુંનેતમેસુખેથીજાઓ. જોઆવીસીધીવાતતમેનસમજીશકોતોમારેલાચારીથીકહેવુંજોઈએકેતમારીપત્નીનેમારાઘરમાંથીલઈજાઓ.”
હું ધારું છું કે તે વેળા મારો દીકરો મારી સાથે હતો. તેણે કહ્યું કે, તમે કહો છો એ મને કબૂલ છે; બાને માંસ તો ન જ અપાય. પછી હું કસ્તૂરબાઈ પાસે ગયો. તે બહુ અશક્ત હતી. તેને કંઈ પણ પૂછવું મને દુઃખદેણ હતું. પણ ધર્મ સમજી મેં તેને ટૂંકામાં ઉપરની વાત કહી સંભળાવી. તેણે દૃઢતાપૂર્વક જવાબ આપ્યો : “મારે માંસનો સેરવો નથી લેવો. મનખા દેહ વારે વારે નથી આવતો. ભલે તમારા ખોળામાં હું મરી જાઉં, પણ મારાથી આ દેહ વટલાવાશે નહીં.”
હુંધારુંછુંકેતેવેળામારોદીકરોમારીસાથેહતો. તેણેકહ્યુંકે, તમેકહોછોએમનેકબૂલછે; બાનેમાંસતોનજઅપાય. પછીહુંકસ્તૂરબાઈપાસેગયો. તેબહુઅશક્તહતી. તેનેકંઈપણપૂછવુંમનેદુઃખદેણહતું. પણધર્મસમજીમેંતેનેટૂંકામાંઉપરનીવાતકહીસંભળાવી. તેણેદૃઢતાપૂર્વકજવાબઆપ્યો : “મારેમાંસનોસેરવોનથીલેવો. મનખાદેહવારેવારેનથીઆવતો. ભલેતમારાખોળામાંહુંમરીજાઉં, પણમારાથીઆદેહવટલાવાશેનહીં.”
મેં સમજાવાય તેટલું સમજાવ્યું ને કહ્યું કે, તું મારા વિચારોને અનુસરવા બંધાયેલી નથી. અમારી જાણના કેટલાક હિંદુઓ દવાને અર્થે માંસ અને મધ લેતા તે પણ કહી સંભળાવ્યું. પણ તે એક ટળી બે ન થઈ અને બોલી : “મને અહીંથી લઈ જાઓ.”
મેંસમજાવાયતેટલુંસમજાવ્યુંનેકહ્યુંકે, તુંમારાવિચારોનેઅનુસરવાબંધાયેલીનથી. અમારીજાણનાકેટલાકહિંદુઓદવાનેઅર્થેમાંસઅનેમધલેતાતેપણકહીસંભળાવ્યું. પણતેએકટળીબેનથઈઅનેબોલી : “મનેઅહીંથીલઈજાઓ.”
હું બહુ રાજી થયો. લઈ જતાં ગભરાટ થયો. દાક્તરને પત્નીનો નિશ્ચય સંભળાવ્યો. દાક્તર ગુસ્સે થઈ બોલ્યા : “તમે તો ઘાતકી પતિ દેખાઓ છો. આવી માંદગીમાં તેને બિચારીને આવી વાત કરતાં તમને શરમ પણ ન થઈ? હું તમને કહું છું કે તમારી સ્ત્રી અહીંથી લઈ જવા લાયક નથી. જરા પણ હડદોલો સહન કરે એવું તેનું શરીર નથી. તેનો પ્રાણ રસ્તામાં જ જાય તો મને આશ્ચર્ય નહીં થાય. છતાં તમે હઠથી નહીં માનો તો તમે તમારા મુખી છો. મારાથી તેને સેરવો ન અપાય તો મારા ઘરમાં એક રાત રાખવાનું પણ જોખમ હું નહીં લઉં.”
હુંબહુરાજીથયો. લઈજતાંગભરાટથયો. દાક્તરનેપત્નીનોનિશ્ચયસંભળાવ્યો. દાક્તરગુસ્સેથઈબોલ્યા : “તમેતોઘાતકીપતિદેખાઓછો. આવીમાંદગીમાંતેનેબિચારીનેઆવીવાતકરતાંતમનેશરમપણનથઈ? હુંતમનેકહુંછુંકેતમારીસ્ત્રીઅહીંથીલઈજવાલાયકનથી. જરાપણહડદોલોસહનકરેએવુંતેનુંશરીરનથી. તેનોપ્રાણરસ્તામાંજજાયતોમનેઆશ્ચર્યનહીંથાય. છતાંતમેહઠથીનહીંમાનોતોતમેતમારામુખીછો. મારાથીતેનેસેરવોનઅપાયતોમારાઘરમાંએકરાતરાખવાનુંપણજોખમહુંનહીંલઉં.”
આથી અમે તરત નીકળવાનું નક્કી કર્યું. ઝરમર ઝરમર મેહ વરસતો હતો. સ્ટેશન દૂર હતું. ડરબનથી ફિનિક્સ રેલરસ્તો ને ફિનિક્સથી અઢી માઈલ પગરસ્તો હતો. જોખમ સારી પેઠે હતું. પણ ઈશ્વર સહાય થશે એમ મેં માની લીધું. મેં એક માણસ ફિનિક્સ અગાઉથી મોકલ્યો. ફિનિક્સમાં આરી પાસે ‘હૅમક’ હતું. હૅમક તે જાળીવાળા કપડાની ઝોળી અથવા પારણું. એ હૅમક, એક બાટલી ગરમ દૂધની ને એક બાટલી ગરમ પાણીની તથા કસ્તૂરબાઈને હૅમકમાં ઊંચકી જવા માટે છ માણસો લઈને ફિનિક્સ સ્ટેશન ઉપર આવવા વેસ્ટને કહેવડાવ્યું. ટ્રેન ઊપડવાનો સમય થયો ત્યારે મેં રિક્ષા મંગાવી. ને તેમાં આ ભયંકર સ્થિતિમાં પત્નીને લઈ હું ચાલતો થયો.
આથીઅમેતરતનીકળવાનુંનક્કીકર્યું. ઝરમરઝરમરમેહવરસતોહતો. સ્ટેશનદૂરહતું. ડરબનથીફિનિક્સરેલરસ્તોનેફિનિક્સથીઅઢીમાઈલપગરસ્તોહતો. જોખમસારીપેઠેહતું. પણઈશ્વરસહાયથશેએમમેંમાનીલીધું. મેંએકમાણસફિનિક્સઅગાઉથીમોકલ્યો. ફિનિક્સમાંઆરીપાસે‘હૅમક’ હતું. હૅમકતેજાળીવાળાકપડાનીઝોળીઅથવાપારણું. એહૅમક, એકબાટલીગરમદૂધનીનેએકબાટલીગરમપાણીનીતથાકસ્તૂરબાઈનેહૅમકમાંઊંચકીજવામાટેછમાણસોલઈનેફિનિક્સસ્ટેશનઉપરઆવવાવેસ્ટનેકહેવડાવ્યું. ટ્રેનઊપડવાનોસમયથયોત્યારેમેંરિક્ષામંગાવી. નેતેમાંઆભયંકરસ્થિતિમાંપત્નીનેલઈહુંચાલતોથયો.
પત્નીને મારે હિંમત આપવાપણું નહોતું. ઊલટું તેણે મને હિંમત આપીને કહ્યું, “મને કંઈ નહીં થાય. તમે ચિંતા ન કરજો.”
પત્નીનેમારેહિંમતઆપવાપણુંનહોતું. ઊલટુંતેણેમનેહિંમતઆપીનેકહ્યું, “મનેકંઈનહીંથાય. તમેચિંતાનકરજો.”
આ હાડપિંજરમાં વજન તો રહ્યું જ નહોતું. ખોરાક કંઈ ખવાતો નહોતો. ટ્રેનમાં ડબ્બા સુધી પહોંચતાં સ્ટેશનના વિશાળ પ્લૅટફોર્મ ઉપર લાંબે સુધી ચાલીને જવાનું હતું. ત્યાં રિક્ષા જઈ શકે એમ નહોતું. હું તેને તેડીને ડબ્બા લગી લઈ ગયો. ફિનિક્સથી અમે દરદીને ઝોળીમાં લઈ ગયા. ત્યાં કેવળ પાણીના ઉપચારથી ધીમે ધીમે શરીર બંધાયું.
આહાડપિંજરમાંવજનતોરહ્યુંજનહોતું. ખોરાકકંઈખવાતોનહોતો. ટ્રેનમાંડબ્બાસુધીપહોંચતાંસ્ટેશનનાવિશાળપ્લૅટફોર્મઉપરલાંબેસુધીચાલીનેજવાનુંહતું. ત્યાંરિક્ષાજઈશકેએમનહોતું. હુંતેનેતેડીનેડબ્બાલગીલઈગયો. ફિનિક્સથીઅમેદરદીનેઝોળીમાંલઈગયા. ત્યાંકેવળપાણીનાઉપચારથીધીમેધીમેશરીરબંધાયું.
{{Right|[‘સંક્ષિપ્ત આત્મકથા’ની નવી આવૃત્તિ : ૨૦૦૬]}}
{{Right|[‘સંક્ષિપ્તઆત્મકથા’નીનવીઆવૃત્તિ :૨૦૦૬]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits