સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/લોકગીત/હાં...હાં હાલાં: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
...હાલ્ય વાલ્ય ને હુવા, | ...હાલ્ય વાલ્ય ને હુવા, | ||
લાડવા લાવે રે ભાઈના ફુવા; | લાડવા લાવે રે ભાઈના ફુવા; |
Latest revision as of 09:23, 28 September 2022
...હાલ્ય વાલ્ય ને હુવા,
લાડવા લાવે રે ભાઈના ફુવા;
ફુવાના શા છે ફોક,
લાડવા લાવશે ગામનાં લોક;
લોકની શી પેર,
લાડવા કરશું આપણે ઘેર;
ઘરમાં નથી ઘી ને ગોળ,
લાડવા કરશું રે પોર;
પોરનાં ટાણાં વયાં જાય —
ત્યાં તો ભાઈ રે મોટો થાય!...
ભાઈને ઘેરે ગાડી ને ઘોડાં,
ઘોડાંની પડઘી વાગે,
ભાઈ મારો નીંદરમાંથી જાગે;
ઘોડાં ખાશે રે ગોળ,
ભાઈને ઘેર હાથીની રે જોડ!...
ભાઈ ભાઈ હું રે કરું,
ભાઈ વાંસે ભૂલી ફરું;
ભાઈને કોઈએ દીઠો,
ફૂલની વાડમાં જઈ પેઠો;
ફૂલની વાડી વેડાવો,
ભાઈને ઘેરે રે તેડાવો!...
લોકસાહિત્ય (સં. ઝવેરચંદ મેઘાણી)