સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વજુભાઈ શાહ/લીધું તેથી અનેકગણું પાછું વાળનાર: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} ખુદઅંગ્રેજોનેપણમુગ્ધકરાવેએવુંઉત્તમઅંગ્રેજીલખી-બોલીજ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
ખુદઅંગ્રેજોનેપણમુગ્ધકરાવેએવુંઉત્તમઅંગ્રેજીલખી-બોલીજાણનારમહાદેવભાઈ [દેસાઈ]એગુજરાતીઉપરાંતસંસ્કૃત, મરાઠી, બંગાળી, હિંદીઅનેઉર્દૂભાષાઓપણસારીરીતેજાણીલીધીહતીઅનેતેતેભાષાનાસાહિત્યસરવરમાંતેઓરસપૂર્વકઅવગાહનકરીશકતાહતા.
સાહિત્યપ્રત્યેનીઆટલીઉત્કટઅભીરુચિછતાંયતેમણેસાહિત્યનેપોતાનાઈષ્ટદેવતાનેસ્થાનેબેસાડ્યુંનહોતું. સત્યની-સ્વરાજનીસાધનારૂપેજેનીજરૂરનહોયએવસ્તુગમેતેટલીઆકર્ષકહોયતોયેએમણેત્યાજ્યગણેલી.
મહાદેવભાઈનાસાહિત્યજીવનનુંએકલક્ષણઆપણાસાહિત્યપ્રેમીઓએધ્યાનમાંલેવાજેવુંછે. આપણેનવાજમાનાનામાણસોવાચનનાખૂબરસિયાગણાઈએછીએ. જેટલુંઆવ્યુંતેટલુંવાંચીનાખવું, એઆધુનિકસંસ્કારિતાનુંએકલક્ષણમનાયછે. પણઆપણામાંનામોટાભાગનાવાંચવાંચકરીનેભાગ્યેજવિશેષકાંઈકરીશકીએછીએ. પછીવાચનએકવ્યસનબનીજાયછે. વળીવિવેકદૃષ્ટિરાખીનેવાંચનારાઓનોમોટોભાગપણબહુઓછુંપાછુંઆપીશકેછે. આનેસાહિત્યરસનોવૈભવકેપરિગ્રહનકહેવાય? દેશવિદેશનાલેખકોનાઉત્તમગ્રંથોવિદેશીભાષામાંકોણવાંચે? ઉપરાંતઆપણાજઉપયોગીપણકઠિનગ્રંથોસૌક્યાંથીસમજે? આપણેજેટલુંવાંચીએતેપચાવીનેસમાજનેપાછુંકેમનઆપીએ?
મહાદેવભાઈતોજેકાંઈલેતાતેનુંઅનેકગણુંકરીનેપાછુંઆપતા. ઉપયોગવિનાનુંએમણેભાગ્યેજકાંઈવાંચ્યુંહશે, અનેજેવાંચ્યુંહશેતેનોસમાજહિતાર્થેઉપયોગકર્યાવિનાભાગ્યેજરહ્યાહશે. કોઈઉત્તમપુસ્તક, કાવ્યકેવિચારમહાદેવભાઈપાસેઆવ્યા, એટલેતેનારસઅનેઆનંદમાંબીજાઅનેકજણભાગીદારબનવાનાજ. કલા-સાહિત્યનોતેમણેજેટલોઉપભોગકર્યો, એનુંઅનેકગણુંકરીનેસમાજનેચરણેધરીદીધુંછે.
{{Right|[મહાદેવદેસાઈજન્મશતાબ્દીનાપ્રકાશન}}




{{Right|‘શુક્રતારકસમામહાદેવભાઈ’ :૧૯૯૧]}}
ખુદ અંગ્રેજોને પણ મુગ્ધ કરાવે એવું ઉત્તમ અંગ્રેજી લખી-બોલી જાણનાર મહાદેવભાઈ [દેસાઈ]એ ગુજરાતી ઉપરાંત સંસ્કૃત, મરાઠી, બંગાળી, હિંદી અને ઉર્દૂ ભાષાઓ પણ સારી રીતે જાણી લીધી હતી અને તે તે ભાષાના સાહિત્ય સરવરમાં તેઓ રસપૂર્વક અવગાહન કરી શકતા હતા.
સાહિત્ય પ્રત્યેની આટલી ઉત્કટ અભીરુચિ છતાંય તેમણે સાહિત્યને પોતાના ઈષ્ટદેવતાને સ્થાને બેસાડ્યું નહોતું. સત્યની-સ્વરાજની સાધનારૂપે જેની જરૂર ન હોય એ વસ્તુ ગમે તેટલી આકર્ષક હોય તોયે એમણે ત્યાજ્ય ગણેલી.
મહાદેવભાઈના સાહિત્યજીવનનું એક લક્ષણ આપણા સાહિત્યપ્રેમીઓએ ધ્યાનમાં લેવા જેવું છે. આપણે નવા જમાનાના માણસો વાચનના ખૂબ રસિયા ગણાઈએ છીએ. જેટલું આવ્યું તેટલું વાંચી નાખવું, એ આધુનિક સંસ્કારિતાનું એક લક્ષણ મનાય છે. પણ આપણામાંના મોટા ભાગના વાંચવાંચ કરીને ભાગ્યે જ વિશેષ કાંઈ કરી શકીએ છીએ. પછી વાચન એક વ્યસન બની જાય છે. વળી વિવેકદૃષ્ટિ રાખીને વાંચનારાઓનો મોટો ભાગ પણ બહુ ઓછું પાછું આપી શકે છે. આને સાહિત્યરસનો વૈભવ કે પરિગ્રહ ન કહેવાય? દેશવિદેશના લેખકોના ઉત્તમ ગ્રંથો વિદેશી ભાષામાં કોણ વાંચે? ઉપરાંત આપણા જ ઉપયોગી પણ કઠિન ગ્રંથો સૌ ક્યાંથી સમજે? આપણે જેટલું વાંચીએ તે પચાવીને સમાજને પાછું કેમ ન આપીએ?
મહાદેવભાઈ તો જે કાંઈ લેતા તેનું અનેકગણું કરીને પાછું આપતા. ઉપયોગ વિનાનું એમણે ભાગ્યે જ કાંઈ વાંચ્યું હશે, અને જે વાંચ્યું હશે તેનો સમાજહિતાર્થે ઉપયોગ કર્યા વિના ભાગ્યે જ રહ્યા હશે. કોઈ ઉત્તમ પુસ્તક, કાવ્ય કે વિચાર મહાદેવભાઈ પાસે આવ્યા, એટલે તેના રસ અને આનંદમાં બીજા અનેક જણ ભાગીદાર બનવાના જ. કલા-સાહિત્યનો તેમણે જેટલો ઉપભોગ કર્યો, એનું અનેકગણું કરીને સમાજને ચરણે ધરી દીધું છે.
{{Right|[મહાદેવ દેસાઈ જન્મશતાબ્દીના પ્રકાશન}}
<br>
{{Right|‘શુક્રતારક સમા મહાદેવભાઈ’ : ૧૯૯૧]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits