26,604
edits
(Created page with "{{Poem2Open}} {{space}} ખુદઅંગ્રેજોનેપણમુગ્ધકરાવેએવુંઉત્તમઅંગ્રેજીલખી-બોલીજ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
{{Right| | ખુદ અંગ્રેજોને પણ મુગ્ધ કરાવે એવું ઉત્તમ અંગ્રેજી લખી-બોલી જાણનાર મહાદેવભાઈ [દેસાઈ]એ ગુજરાતી ઉપરાંત સંસ્કૃત, મરાઠી, બંગાળી, હિંદી અને ઉર્દૂ ભાષાઓ પણ સારી રીતે જાણી લીધી હતી અને તે તે ભાષાના સાહિત્ય સરવરમાં તેઓ રસપૂર્વક અવગાહન કરી શકતા હતા. | ||
સાહિત્ય પ્રત્યેની આટલી ઉત્કટ અભીરુચિ છતાંય તેમણે સાહિત્યને પોતાના ઈષ્ટદેવતાને સ્થાને બેસાડ્યું નહોતું. સત્યની-સ્વરાજની સાધનારૂપે જેની જરૂર ન હોય એ વસ્તુ ગમે તેટલી આકર્ષક હોય તોયે એમણે ત્યાજ્ય ગણેલી. | |||
મહાદેવભાઈના સાહિત્યજીવનનું એક લક્ષણ આપણા સાહિત્યપ્રેમીઓએ ધ્યાનમાં લેવા જેવું છે. આપણે નવા જમાનાના માણસો વાચનના ખૂબ રસિયા ગણાઈએ છીએ. જેટલું આવ્યું તેટલું વાંચી નાખવું, એ આધુનિક સંસ્કારિતાનું એક લક્ષણ મનાય છે. પણ આપણામાંના મોટા ભાગના વાંચવાંચ કરીને ભાગ્યે જ વિશેષ કાંઈ કરી શકીએ છીએ. પછી વાચન એક વ્યસન બની જાય છે. વળી વિવેકદૃષ્ટિ રાખીને વાંચનારાઓનો મોટો ભાગ પણ બહુ ઓછું પાછું આપી શકે છે. આને સાહિત્યરસનો વૈભવ કે પરિગ્રહ ન કહેવાય? દેશવિદેશના લેખકોના ઉત્તમ ગ્રંથો વિદેશી ભાષામાં કોણ વાંચે? ઉપરાંત આપણા જ ઉપયોગી પણ કઠિન ગ્રંથો સૌ ક્યાંથી સમજે? આપણે જેટલું વાંચીએ તે પચાવીને સમાજને પાછું કેમ ન આપીએ? | |||
મહાદેવભાઈ તો જે કાંઈ લેતા તેનું અનેકગણું કરીને પાછું આપતા. ઉપયોગ વિનાનું એમણે ભાગ્યે જ કાંઈ વાંચ્યું હશે, અને જે વાંચ્યું હશે તેનો સમાજહિતાર્થે ઉપયોગ કર્યા વિના ભાગ્યે જ રહ્યા હશે. કોઈ ઉત્તમ પુસ્તક, કાવ્ય કે વિચાર મહાદેવભાઈ પાસે આવ્યા, એટલે તેના રસ અને આનંદમાં બીજા અનેક જણ ભાગીદાર બનવાના જ. કલા-સાહિત્યનો તેમણે જેટલો ઉપભોગ કર્યો, એનું અનેકગણું કરીને સમાજને ચરણે ધરી દીધું છે. | |||
{{Right|[મહાદેવ દેસાઈ જન્મશતાબ્દીના પ્રકાશન}} | |||
<br> | |||
{{Right|‘શુક્રતારક સમા મહાદેવભાઈ’ : ૧૯૯૧]}} | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits