વસુધા/ભરતીને: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ભરતીને|}} <poem> ભરતી હતી, ના તદા હતી લવ લેશે મન ઓટકલ્પના, અવ ઓસરતાં જલો બધાં અહ કંઠાર કશી જ કારમી! અહીં જ્યાં છલકંત છોળ કૈં છલી છાતીપુર શું છલાવતી! અધુના અહીં માત્ર કીચડ પ્રતિ પાદે...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 14: | Line 14: | ||
અહીં તીર સપુષ્ટ બે દિશે | અહીં તીર સપુષ્ટ બે દિશે | ||
પ્રિય-બાહૂ સમ શું પડ્યો હતો! | પ્રિય-બાહૂ સમ શું પડ્યો હતો! ૧૦ | ||
અવ | અવ બે ક્ષિતિજો ભરી પડ્યો | ||
અહ, શો લંબિત વિપ્રલંભ છે! | અહ, શો લંબિત વિપ્રલંભ છે! | ||
Revision as of 05:10, 8 October 2022
ભરતીને
ભરતી હતી, ના તદા હતી
લવ લેશે મન ઓટકલ્પના,
અવ ઓસરતાં જલો બધાં
અહ કંઠાર કશી જ કારમી!
અહીં જ્યાં છલકંત છોળ કૈં
છલી છાતીપુર શું છલાવતી!
અધુના અહીં માત્ર કીચડ
પ્રતિ પાદે દિલને દમે દમે!
અહીં તીર સપુષ્ટ બે દિશે
પ્રિય-બાહૂ સમ શું પડ્યો હતો! ૧૦
અવ બે ક્ષિતિજો ભરી પડ્યો
અહ, શો લંબિત વિપ્રલંભ છે!
યદિ ઓસરવાની વાત 'તી,
ભરતી! કાં ઉર તું ભરી ગઈ?
મુજ શુષ્ક તટોની ખુશ્કી જે
કરીને કીચડ તે ય લૈ ગઈ!
અહ ના! અહ ના! હવે કદી
નહિ મોજું પણ એક ઠેલજે,
સહી જ શકતા જ પંક ત્યાં
જઈ તારું મનમાન્યું રેલજે.