રાણો પ્રતાપ/બીજો પ્રવેશ3: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|બીજો પ્રવેશ|'''અંક ચોથો'''}} {{Space}}સ્થળ : ખુશરોજ મેળાનું આભ્યંતરિક દૃશ્ય. સમય : સંધ્યા. {{Space}}{{Space}}{{Right|[માનસિંહજીની બહેન રેવા એકાકી, માળાના ગુચ્છ ધરી રાખીને ઊભી છે. રમણીઓ વિધવિધ વેશ ધરી...")
 
No edit summary
Line 93: Line 93:
|લ્યો આ દામ. હું બધી માળા ખરીદી લઉં છું.
|લ્યો આ દામ. હું બધી માળા ખરીદી લઉં છું.
}}
}}
[માળા લે છે. દામ આપે છે.]
{{Right|[માળા લે છે. દામ આપે છે.]}}
{{Ps
{{Ps
રેવા : આપ શહેનશાહ અકબર કે!
|રેવા :
અકબર : તમે સાચી અટકળ કરી.
|આપ શહેનશાહ અકબર કે!
[જાય છે.]
}}
દૃશ્યાન્તર
{{Ps
સ્થળ : ખુશરોજ મેળાનું અંદરનું આંગણું. સમય : રાત્રિ.
|અકબર :
[નૃત્યગીત : રાગ ભૈરવી]
|તમે સાચી અટકળ કરી.
ઓહો! દીપમાલા પ્હેરી મલકી મલકી આ મહાનગરી રાજે,  
}}
ઓહો! નિશીથ પવને ભવને ભવને બાંસુરીના સૂર ગાજે.  
{{Right|[જાય છે.]}}
આહા! કુસુમ-ગંધ ભભકે મંદ તોરણે સ્થંભે પ્રાંગણે,  
 
ઓહો, રૂપ-સમુદ્ર ઝરૂખે ઝરૂખે છલકી ઊઠ્યો છે આજે. — ઓહો.
 
ગાય ‘જય જય મોગલરાજ, ભારત ભૂપતિ જય!’  
 
દક્ષિણે નીલ ફેનિલ સિંધુ, ઉત્તરે હિમાલય.  
<center>દૃશ્યાન્તર</center>
આજ એનું ગૌરવ કરે ગર્જન નગરે નગરે ભુવને,  
{{Ps
આજ એને ગૌરવે સુમહોજ્જ્વલ ગગને ગ્રહો વિરાજે. — ઓહો.
|સ્થળ :  
|ખુશરોજ મેળાનું અંદરનું આંગણું. સમય : રાત્રિ.
}}
{{Right|[નૃત્યગીત : રાગ ભૈરવી]}}
 
 
:{{Space}}ઓહો! દીપમાલા પ્હેરી મલકી મલકી આ મહાનગરી રાજે,<br>
:{{Space}}ઓહો! નિશીથ પવને ભવને ભવને બાંસુરીના સૂર ગાજે. <br>
:{{Space}}આહા! કુસુમ-ગંધ ભભકે મંદ તોરણે સ્થંભે પ્રાંગણે, <br>
:{{Space}}ઓહો, રૂપ-સમુદ્ર ઝરૂખે ઝરૂખે છલકી ઊઠ્યો છે આજે. — ઓહો.
:{{Space}}ગાય ‘જય જય મોગલરાજ, ભારત ભૂપતિ જય!’  
:{{Space}}દક્ષિણે નીલ ફેનિલ સિંધુ, ઉત્તરે હિમાલય.  
:{{Space}}આજ એનું ગૌરવ કરે ગર્જન નગરે નગરે ભુવને,  
:{{Space}}આજ એને ગૌરવે સુમહોજ્જ્વલ ગગને ગ્રહો વિરાજે. — ઓહો.

Revision as of 05:50, 11 October 2022

બીજો પ્રવેશ

અંક ચોથો

         સ્થળ : ખુશરોજ મેળાનું આભ્યંતરિક દૃશ્ય. સમય : સંધ્યા.

                  [માનસિંહજીની બહેન રેવા એકાકી, માળાના ગુચ્છ ધરી રાખીને ઊભી છે. રમણીઓ વિધવિધ વેશ ધરીને ત્યાંથી આવજા કરે છે. મેજ ઉપર ડાબા હાથની કોણી રાખીને ડાબી હથેળી પર લમણું ટેકવી રેવા એ દેખાવ જોઈ રહી છે. તેટલામાં બહુ કીમતી શણગાર સજેલી એક સ્ત્રી આવે છે.]

સ્ત્રી : આંહીં શું વેચાય છે?
રેવા : ફૂલોની માળા.
સ્ત્રી : જોઉં એક માળા; શાના ફૂલની છે?
રેવા : અપરાજિતા ફૂલ.
સ્ત્રી : નામ મોટું; પણ માળા નાની છે. આની કેટલી કિંમત?
રેવા : પાંચ સોનામહોર.
સ્ત્રી : લ્યો આ પાંચ મહોર; આપો એક માળા. શહેનશાહના ગળામાં પહેરાવી દઈશ.

[માળા લઈ જાય છે.]

રેવા : આ સમ્રાજ્ઞી લાગે છે; પણ શહેનશાહને તો ક્યાંય ન જોયા!

[બીજા વેશમાં બીજી સ્ત્રી આવે છે.]

બીજી સ્ત્રી : આંહીં ફૂલોની માળા મળે છે!
રેવા : હા.
બીજી સ્ત્રી : જોઉં! [જોવા લાગે છે.] આ માળા કયા ફૂલની?
રેવા : કદમ્બ ફૂલની.
બીજી સ્ત્રી : લ્યો આ પૈસા.

[માળા લઈને રવાના થાય છે.]

રેવા : કેવો અજબ મેળો! એવી એક પણ વસ્તુ નથી કે જે આંહીં ન વેચાતી હોય. કાશ્મીરી શાલ, જયપુરનાં સ્ફટિકનાં વાસણ, ચીનાઈ માટીનાં પૂતળાં, તુર્કસ્તાની જાજમો ને સિંહલદ્વીપના શંખ; બધી ચીજો મળે. આવો મેળો તો કદી નથી જોયો.

[ગળામાં માળા પહેરીને અકબર આવે છે.]

અકબર : આ માળા કોના હાથની ગૂંથેલી?
રેવા : મારા.
અકબર : તમે મહારાજા માનસિંહનાં બહેન કે?
રેવા : હા.
અકબર : [સ્વગત] સલીમ આની પાછળ પાગલ બન્યો છે એનું કારણ હવે સમજાયું. ભારતની આવી સામ્રાજ્ઞી બનવાને લાયક તો ખરી! [પ્રકટ] તમારી બીજી માળાઓ જોઉં! આ બધી માળાનું સામટું કેટલું મૂલ?
રેવા : એક હજાર મહોર.
અકબર : લ્યો આ દામ. હું બધી માળા ખરીદી લઉં છું.

[માળા લે છે. દામ આપે છે.]

રેવા : આપ શહેનશાહ અકબર કે!
અકબર : તમે સાચી અટકળ કરી.

[જાય છે.]


દૃશ્યાન્તર
સ્થળ : ખુશરોજ મેળાનું અંદરનું આંગણું. સમય : રાત્રિ.

[નૃત્યગીત : રાગ ભૈરવી]


         ઓહો! દીપમાલા પ્હેરી મલકી મલકી આ મહાનગરી રાજે,
         ઓહો! નિશીથ પવને ભવને ભવને બાંસુરીના સૂર ગાજે.
         આહા! કુસુમ-ગંધ ભભકે મંદ તોરણે સ્થંભે પ્રાંગણે,
         ઓહો, રૂપ-સમુદ્ર ઝરૂખે ઝરૂખે છલકી ઊઠ્યો છે આજે. — ઓહો.
         ગાય ‘જય જય મોગલરાજ, ભારત ભૂપતિ જય!’
         દક્ષિણે નીલ ફેનિલ સિંધુ, ઉત્તરે હિમાલય.
         આજ એનું ગૌરવ કરે ગર્જન નગરે નગરે ભુવને,
         આજ એને ગૌરવે સુમહોજ્જ્વલ ગગને ગ્રહો વિરાજે. — ઓહો.