શાહજહાં/સાતમો પ્રવેશ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 77: Line 77:
}}
}}
{{Ps
{{Ps
મહમ્મદ : કારણ?
|મહમ્મદ :
જહાનઆરા : તું મારો કેદી છે. પહેરેગીરો, એનાં હથિયાર ઝૂંટવી લ્યો.
|કારણ?
મહમ્મદ : ઓહો! ત્યારે તો મારે પણ મારા રક્ષકોને બોલાવવા પડશે.
}}
[બંસી બજાવે છે. દસ અંગરક્ષક દાખલ થાય છે.]
{{Ps
મહમ્મદ : મારા હજાર સિપાહીઓને સાદ કરો.
|જહાનઆરા :  
જહાનઆરા : હજાર સિપાહી! કોણે એને કિલ્લામાં દાખલ થવા દીધા?
|તું મારો કેદી છે. પહેરેગીરો, એનાં હથિયાર ઝૂંટવી લ્યો.
શાહજહાં : મેં દીધા, જહાનઆરા. બધી કસૂર મારી જ થઈ. પ્યારને વશ બનીને મેં તો ઔરંગજેબે કાગળમાં જે જે માંગેલું તે તમામ આપી દીધું. ઓહ! મહમ્મદ, મેં સ્વપ્ને પણ આવું નહોતું ધાર્યું.
}}
મહમ્મદ : દાદાજી!
{{Ps
શાહજહાં : ત્યારે શું મારે સમજી લેવું કે હું તારા હાથમાં ગિરફતાર છું!
|મહમ્મદ :
મહમ્મદ : નહિ, દાદાજી, પણ આપને ફક્ત બહાર જવાની છૂટ નથી.
|ઓહો! ત્યારે તો મારે પણ મારા રક્ષકોને બોલાવવા પડશે.
શાહજહાં : હજુ બરાબર ગમ નથી પડતી. આ શું સાચું છે કે સ્વપ્ન? હું કોણ? હું સુલતાન શાહજહાં! અને તું મારો પૌત્ર મારી સામે તલવાર ખેંચીને ઊભેલો! આ શું? એક દિવસમાં જ શું દુનિયાના દસ્તૂર પલટી ગયા? એક દિવસ જેની લાલ આંખ દેખીને ઔરંગજેબ ઊભો ઊભો અરધો ધરતીમાં સમાઈ જતો, એ જ સુલતાન શાહજહાં શું આજ એ જ ઔરંગજેબના હાથમાં બંદીવાન? જહાનઆરા! કેમ રે! અરે, આ શું, બેટા! તારા હોઠ કાંપે છે કેમ? મોંમાંથી સખૂન કાં નીકળતો નથી? આંખોમાંથી કોઈ એક નિસ્તેજ, સ્થિર ને શૂન્ય નજર કાં મંડાઈ રહી છે? ગાલ બન્ને ખાક જેવા ફિક્કા કેમ પડી ગયા? તને શું કાંઈ થયું છે, બેટી?
}}
જહાનઆરા : ના બાબા. પણ હું તો એ જ વિચારી રહું છું કે તમે આ બધું સમજી શક્યા શી રીતે?
{{Right|[બંસી બજાવે છે. દસ અંગરક્ષક દાખલ થાય છે.]}}
શાહજહાં : મહમ્મદ, તું શું એમ માને છે કે આ બદમાશી અને આ અત્યાચાર હું આંહીં આવી રીતે બેઠો બેઠો લાઇલાજીથી સહન કરી લઈશ? તું શું એમ સમજે છે કે આ શેર બુઢ્ઢો બન્યો એટલે તમે બધા મળીને એને લાતો લગાવતા ચાલ્યા જશો? હું બુઢ્ઢો શાહજહાં ખરો, પણ હું શાહજહાં છું, હો! કોણ છે ત્યાં? લાવો મારું બખ્તર અને મારી શમશેર. કેમ, કોઈ સાંભળતા નથી? કોઈ ન મળે? અરે ઓ!
{{Ps
મહમ્મદ : દાદાજી, આપના અંગરક્ષકોને તો કિલ્લાની બહાર કાઢી મૂક્યા છે.
|મહમ્મદ :
શાહજહાં : કોણે?
|મારા હજાર સિપાહીઓને સાદ કરો.
મહમ્મદ : મેં.
}}
શાહજહાં : કોના હુકમથી?
{{Ps
મહમ્મદ : મારા બાબાના હુકમથી. હવે તો મારા એ હજાર લડવૈયા જ આપ નામદારનું રક્ષણ કરવાના.
|જહાનઆરા :  
શાહજહાં : મહમ્મદ! વિશ્વાસઘાત!
|હજાર સિપાહી! કોણે એને કિલ્લામાં દાખલ થવા દીધા?
મહમ્મદ : હું તો ફક્ત મારા બાપુનો હુકમ જ ઉઠાવી રહ્યો છું.
}}
શાહજહાં : ઓ ઔરંગજેબ! ના, આજ ક્યાં એ, ને ક્યાં હું! છતાં, જહાનઆરા, જો એક જ વાર કિલ્લાની બહાર જઈને હું મારી ફોજ સામે ખડો થઈ શક્યો હોત તો હજુયે બુઢ્ઢા શાહજહાંના જયજયકારથી ઔરંગજેબ ધૂળ ચાટતો થાત. ઓ! એકવાર બહાર જઈ શકું! મહમ્મદ! મને એક વાર છોડી દે! એક વાર! બસ એક જ વાર!
{{Ps
મહમ્મદ : દાદાજી, મને દોષ દેશો નહિ. હું તો પિતાની ચિઠ્ઠીનો ચાકર છું.
|શાહજહાં :
શાહજહાં : અને હું શું તારા પિતાનો યે પિતા નથી? અને જો તારો પિતા પોતાના જ ખુદ પિતા સામે આવો અત્યાચાર ચલાવે, તો તું શા માટે એના હુકમનો ઉઠાવનાર રહે છે? મહમ્મદ, આવ બચ્ચા, કિલ્લાનાં બાર ખોલી દે મને.
|મેં દીધા, જહાનઆરા. બધી કસૂર મારી જ થઈ. પ્યારને વશ બનીને મેં તો ઔરંગજેબે કાગળમાં જે જે માંગેલું તે તમામ આપી દીધું. ઓહ! મહમ્મદ, મેં સ્વપ્ને પણ આવું નહોતું ધાર્યું.
મહમ્મદ : માફ કરજો, દાદાજી, હું પિતાના હુકમનો અનાદર નહિ કરી શકું.
}}
શાહજહાં : એમ! નહિ જવા દે! જો ભાઈ, હું તારો બુઢ્ઢો દાદો બીમાર, જૈફ અને કમજોર છું. મારે બીજું કાંઈ ન જોઈએ. ફક્ત એક જ વાર આ કિલ્લાની બહાર જવા દે. કસમ ખાઉં છું કે હું પાછો આવીશ. તોયે શું નહિ જવા દે? બસ, નહિ જ જવા દે?
{{Ps
મહમ્મદ : ગુસ્તાખી માફ, દાદાજી. મારાથી એ નહિ બને.
|મહમ્મદ :
[મહમ્મદ જવા તૈયાર થાય છે.]
|દાદાજી!
શાહજહાં : ઊભો રે’જે, મહમ્મદ. [કાંઈક વિચાર કરી, જઈને પોતાનો તાજ લાવી અને પથારી પરથી કુરાન ઉઠાવી] જો, મહમ્મદ! આ મારો તાજ અને આ મારું કુરાન. આ કુરાન ઉપાડીને હું કસમ ખાઉં છું કે બાહેર જઈ, પ્રજાની ખુદની સમક્ષ હું આ તાજ તારા જ સર પર પહેરાવી દઈશ. કોઈની મગદૂર નથી કે ઇનકાર કરે. હું આજ બુઢ્ઢો બન્યો છું. તે ભલે, પણ સુલતાન શાહજહાં આ ભારતવર્ષ પર આટલા દિવસોથી એવી રીતે રાજ કરતો આવ્યો છે કે જો એક જ વાર એ પોતાની ફોજ સામે ખડો થઈ શકે, તો તેઓની એ સળગી ઊઠેલી મિલન-દૃષ્ટિમાં એક નહિ — એક સો ઔરંગજેબો પણ બળીને ખાખ થઈ જાય. મહમ્મદ! મને છોડ, તું હિન્દનો શહેનશાહ બનશે. હું કસમ ખાઉં છું, મહમ્મદ! કસમ ખાઉં છું. મારે એ દગલબાજ ઔરંગજેબને ફક્ત એક જ વાર જોઈ લેવો છે. મહમ્મદ, બેટા, મને છોડ એક જ વાર.
}}
મહમ્મદ : માફ કરો, દાદાજી.
{{Ps
શાહજહાં : દેખ! આ બચ્ચાંના ખેલ નથી. હું પોતે જ — હું સુલતાન શાહજહાં — કુરાન પકડીને કસમ ખાઉં છું. આ વાતોડિયાનો બકવાદ નથી — આ તો હું કસમ લઉં છું. જો, એક બાજુ તારા પિતાની તાબેદારી ને બીજી બાજુ સારા હિદુસ્તાનની શહેનશાહત : કરી લે પસંદગી.
|શાહજહાં :
મહમ્મદ : દાદાજી, હું પિતાના હુકમનો ભંગ નહિ કરી શકું.
|ત્યારે શું મારે સમજી લેવું કે હું તારા હાથમાં ગિરફતાર છું!
શાહજહાં : એક સલ્તનતને ખાતર પણ નહિ?
}}
મહમ્મદ : સારી દુનિયાને ખાતર પણ નહિ.
{{Ps
શાહજહાં : દેખ, મહમ્મદ! વિચાર કરી જો, બરાબર વિચાર કરી જો. તું ભરતખંડનો ભાગ્યવિધાતા —
|મહમ્મદ :
મહમ્મદ : હું હવે આંહીં ઊભો રહીને આ વાત નહિ સાંભળી શકું. દાદાજી, લાલચ બહુ મોટી છે ને મારું જિગર બહુ કમજોર છે. દાદાજી, મને માફ કરજો.
|નહિ, દાદાજી, પણ આપને ફક્ત બહાર જવાની છૂટ નથી.
[મહમ્મદ જાય છે.]
}}
શાહજહાં : ગયો! જહાનઆરા, બોલતી કાં નથી, બચ્ચા!
{{Ps
જહાનઆરા : ઔરંગજેબ! આ તારો બેટો! જે પોતાના પિતાનો હુકમ ઉઠાવવા ખાતર એક સલ્તનતને નિસાર કરી શકે. અને તું? તેં તારા પિતાની આટલી મહોબ્બતના બદલામાં એને દગાથી કેદ કરી લીધા.
|શાહજહાં :
શાહજહાં : સાચું બોલી, બેટા! દુનિયાના ઓ પિતાઓ, હવેથી તમે પોતે ભૂખ્યા રહીને દીકરાને ખવરાવશો મા; છાતી ઉપર રાખીને એને ઊંઘાડશો મા, એને હસાવવા માટે હેતનાં હાસ્ય તમે કરજો મા. એ બધા તો કૃતઘ્નતાના કૉંટા છે, એ બધા શયતાનના બચ્ચાઓ છે. એને અધભૂખ્યા રાખીને મોટા કરજો. એને સવારસાંજ ફટકા લગાવજો. સારી જિંદગી તેઓના ઉપર લાલઘૂમ આંખે કાબૂ રાખજો. એમ કરશો તો કદાચ તેઓ આ મહમ્મદની માફક આજ્ઞાંકિત અને પિતૃભક્ત બનશે. તેઓને એવી સજા કરતાં જો તમારી છાતીમાં આંચકા વાગે તો છાતી ભાંગી નાખજો, આંખમાં આંસુ આવી જાય તો ડોળા ઉખાડી ફેંકી દેજો. આર્તનાદ કરવાની લાગણી થાય તો ગળું પીસી નાખજો. ઓહ —
|હજુ બરાબર ગમ નથી પડતી. આ શું સાચું છે કે સ્વપ્ન? હું કોણ? હું સુલતાન શાહજહાં! અને તું મારો પૌત્ર મારી સામે તલવાર ખેંચીને ઊભેલો! આ શું? એક દિવસમાં જ શું દુનિયાના દસ્તૂર પલટી ગયા? એક દિવસ જેની લાલ આંખ દેખીને ઔરંગજેબ ઊભો ઊભો અરધો ધરતીમાં સમાઈ જતો, એ જ સુલતાન શાહજહાં શું આજ એ જ ઔરંગજેબના હાથમાં બંદીવાન? જહાનઆરા! કેમ રે! અરે, આ શું, બેટા! તારા હોઠ કાંપે છે કેમ? મોંમાંથી સખૂન કાં નીકળતો નથી? આંખોમાંથી કોઈ એક નિસ્તેજ, સ્થિર ને શૂન્ય નજર કાં મંડાઈ રહી છે? ગાલ બન્ને ખાક જેવા ફિક્કા કેમ પડી ગયા? તને શું કાંઈ થયું છે, બેટી?
જહાનઆરા : બાબા, આ કેદખાનાને ખૂણે બેસીને લાઇલાજ બાળકની માફક પોકાર કરવાથી કશુંયે થવાનું નથી; લાતો ખાતા અપંગની પેઠે બેસી દાંત પીસી શાપ દેવાથીયે કંઈ વળવાનું નથી : છેલ્લાં ડચકાં ખાતા પાપીની માફક આખરી વેળા એક જ વાર ઈશ્વરને ‘ઓ દયાળુ’ કહીને બોલાવવામાં કશો સાર નથી. માટે ઊઠો, દબાયલા ફણીધરની માફક ફેણ ચડાવીને ઊઠો; બચ્ચાથી વિછોડાયલી વાઘણની માફક ઘોર ત્રાડ દઈને ઊઠો. અત્યાચારમાં દળાતી માનવ-જાતિની માફક જાગી ઊઠો. વિધાતાની માફક કઠોર બનો; હિંસાની માફક અંધ બનો; શયતાનની માફક ક્રૂર બનો. તો જ એની સામે ટકી શકાશે.
}}
શાહજહાં : બરાબર! એમ જ કરું. આવ, બેટા, તુંયે મને મદદ દેજે. હું અગ્નિની માફક ભભૂકી ઊઠું, ને તું પવનની માફક સૂસવતી આવ! હું ધરતીકંપની માફક આ સલ્તનતને ભાંગી ભુક્કા કરી નાખું, ને તું સમુદ્રના તોફાન સમી બનીને એનો કોળિયો કરી જા. હું કતલને તેડી લાવીશ, ને તું લઈ આવજે મહામારીને. આવ બેટા, એક વાર તો આ સલ્તનતને ઉથલાવી નાખી ચાલ્યાં જઈએ. ક્યાં જઈશું! ગમે ત્યાં! તેની પરવા નહિ. તોપના ગોળાની માફક એક પ્રચંડ ભડકામાંથી આકાશે ચડીને પછી કોઈ વિરાટ હાહાકાર સાથે શૂન્યમાં વેરાઈ પડશું.
{{Ps
|જહાનઆરા :  
|ના બાબા. પણ હું તો એ જ વિચારી રહું છું કે તમે આ બધું સમજી શક્યા શી રીતે?
}}
{{Ps
|શાહજહાં :
|મહમ્મદ, તું શું એમ માને છે કે આ બદમાશી અને આ અત્યાચાર હું આંહીં આવી રીતે બેઠો બેઠો લાઇલાજીથી સહન કરી લઈશ? તું શું એમ સમજે છે કે આ શેર બુઢ્ઢો બન્યો એટલે તમે બધા મળીને એને લાતો લગાવતા ચાલ્યા જશો? હું બુઢ્ઢો શાહજહાં ખરો, પણ હું શાહજહાં છું, હો! કોણ છે ત્યાં? લાવો મારું બખ્તર અને મારી શમશેર. કેમ, કોઈ સાંભળતા નથી? કોઈ ન મળે? અરે ઓ!
}}
{{Ps
|મહમ્મદ :
|દાદાજી, આપના અંગરક્ષકોને તો કિલ્લાની બહાર કાઢી મૂક્યા છે.
}}
{{Ps
|શાહજહાં :
|કોણે?
}}
{{Ps
|મહમ્મદ :
|મેં.
}}
{{Ps
|શાહજહાં :
|કોના હુકમથી?
}}
{{Ps
|મહમ્મદ :
|મારા બાબાના હુકમથી. હવે તો મારા એ હજાર લડવૈયા જ આપ નામદારનું રક્ષણ કરવાના.
}}
{{Ps
|શાહજહાં :
|મહમ્મદ! વિશ્વાસઘાત!
}}
{{Ps
|મહમ્મદ :
|હું તો ફક્ત મારા બાપુનો હુકમ જ ઉઠાવી રહ્યો છું.
}}
{{Ps
|શાહજહાં :
|ઓ ઔરંગજેબ! ના, આજ ક્યાં એ, ને ક્યાં હું! છતાં, જહાનઆરા, જો એક જ વાર કિલ્લાની બહાર જઈને હું મારી ફોજ સામે ખડો થઈ શક્યો હોત તો હજુયે બુઢ્ઢા શાહજહાંના જયજયકારથી ઔરંગજેબ ધૂળ ચાટતો થાત. ઓ! એકવાર બહાર જઈ શકું! મહમ્મદ! મને એક વાર છોડી દે! એક વાર! બસ એક જ વાર!
}}
{{Ps
|મહમ્મદ :
|દાદાજી, મને દોષ દેશો નહિ. હું તો પિતાની ચિઠ્ઠીનો ચાકર છું.
}}
{{Ps
|શાહજહાં :
|અને હું શું તારા પિતાનો યે પિતા નથી? અને જો તારો પિતા પોતાના જ ખુદ પિતા સામે આવો અત્યાચાર ચલાવે, તો તું શા માટે એના હુકમનો ઉઠાવનાર રહે છે? મહમ્મદ, આવ બચ્ચા, કિલ્લાનાં બાર ખોલી દે મને.
}}
{{Ps
|મહમ્મદ :
|માફ કરજો, દાદાજી, હું પિતાના હુકમનો અનાદર નહિ કરી શકું.
}}
{{Ps
|શાહજહાં :
|એમ! નહિ જવા દે! જો ભાઈ, હું તારો બુઢ્ઢો દાદો બીમાર, જૈફ અને કમજોર છું. મારે બીજું કાંઈ ન જોઈએ. ફક્ત એક જ વાર આ કિલ્લાની બહાર જવા દે. કસમ ખાઉં છું કે હું પાછો આવીશ. તોયે શું નહિ જવા દે? બસ, નહિ જ જવા દે?
}}
{{Ps
|મહમ્મદ :
|ગુસ્તાખી માફ, દાદાજી. મારાથી એ નહિ બને.
}}
{{Right|[મહમ્મદ જવા તૈયાર થાય છે.]}}
{{Ps
|શાહજહાં :
|ઊભો રે’જે, મહમ્મદ. [કાંઈક વિચાર કરી, જઈને પોતાનો તાજ લાવી અને પથારી પરથી કુરાન ઉઠાવી] જો, મહમ્મદ! આ મારો તાજ અને આ મારું કુરાન. આ કુરાન ઉપાડીને હું કસમ ખાઉં છું કે બાહેર જઈ, પ્રજાની ખુદની સમક્ષ હું આ તાજ તારા જ સર પર પહેરાવી દઈશ. કોઈની મગદૂર નથી કે ઇનકાર કરે. હું આજ બુઢ્ઢો બન્યો છું. તે ભલે, પણ સુલતાન શાહજહાં આ ભારતવર્ષ પર આટલા દિવસોથી એવી રીતે રાજ કરતો આવ્યો છે કે જો એક જ વાર એ પોતાની ફોજ સામે ખડો થઈ શકે, તો તેઓની એ સળગી ઊઠેલી મિલન-દૃષ્ટિમાં એક નહિ — એક સો ઔરંગજેબો પણ બળીને ખાખ થઈ જાય. મહમ્મદ! મને છોડ, તું હિન્દનો શહેનશાહ બનશે. હું કસમ ખાઉં છું, મહમ્મદ! કસમ ખાઉં છું. મારે એ દગલબાજ ઔરંગજેબને ફક્ત એક જ વાર જોઈ લેવો છે. મહમ્મદ, બેટા, મને છોડ એક જ વાર.
}}
{{Ps
|મહમ્મદ :
|માફ કરો, દાદાજી.
}}
{{Ps
|શાહજહાં :
|દેખ! આ બચ્ચાંના ખેલ નથી. હું પોતે જ — હું સુલતાન શાહજહાં — કુરાન પકડીને કસમ ખાઉં છું. આ વાતોડિયાનો બકવાદ નથી — આ તો હું કસમ લઉં છું. જો, એક બાજુ તારા પિતાની તાબેદારી ને બીજી બાજુ સારા હિદુસ્તાનની શહેનશાહત : કરી લે પસંદગી.
}}
{{Ps
|મહમ્મદ :
|દાદાજી, હું પિતાના હુકમનો ભંગ નહિ કરી શકું.
}}
{{Ps
|શાહજહાં :
|એક સલ્તનતને ખાતર પણ નહિ?
}}
{{Ps
|મહમ્મદ :
|સારી દુનિયાને ખાતર પણ નહિ.
}}
{{Ps
|શાહજહાં :
|દેખ, મહમ્મદ! વિચાર કરી જો, બરાબર વિચાર કરી જો. તું ભરતખંડનો ભાગ્યવિધાતા —
}}
{{Ps
|મહમ્મદ :
|હું હવે આંહીં ઊભો રહીને આ વાત નહિ સાંભળી શકું. દાદાજી, લાલચ બહુ મોટી છે ને મારું જિગર બહુ કમજોર છે. દાદાજી, મને માફ કરજો.
}}
{{Right|[મહમ્મદ જાય છે.]}}
{{Ps
|શાહજહાં :
|ગયો! જહાનઆરા, બોલતી કાં નથી, બચ્ચા!
}}
{{Ps
|જહાનઆરા :  
|ઔરંગજેબ! આ તારો બેટો! જે પોતાના પિતાનો હુકમ ઉઠાવવા ખાતર એક સલ્તનતને નિસાર કરી શકે. અને તું? તેં તારા પિતાની આટલી મહોબ્બતના બદલામાં એને દગાથી કેદ કરી લીધા.
}}
{{Ps
|શાહજહાં :
|સાચું બોલી, બેટા! દુનિયાના ઓ પિતાઓ, હવેથી તમે પોતે ભૂખ્યા રહીને દીકરાને ખવરાવશો મા; છાતી ઉપર રાખીને એને ઊંઘાડશો મા, એને હસાવવા માટે હેતનાં હાસ્ય તમે કરજો મા. એ બધા તો કૃતઘ્નતાના કૉંટા છે, એ બધા શયતાનના બચ્ચાઓ છે. એને અધભૂખ્યા રાખીને મોટા કરજો. એને સવારસાંજ ફટકા લગાવજો. સારી જિંદગી તેઓના ઉપર લાલઘૂમ આંખે કાબૂ રાખજો. એમ કરશો તો કદાચ તેઓ આ મહમ્મદની માફક આજ્ઞાંકિત અને પિતૃભક્ત બનશે. તેઓને એવી સજા કરતાં જો તમારી છાતીમાં આંચકા વાગે તો છાતી ભાંગી નાખજો, આંખમાં આંસુ આવી જાય તો ડોળા ઉખાડી ફેંકી દેજો. આર્તનાદ કરવાની લાગણી થાય તો ગળું પીસી નાખજો. ઓહ —
}}
{{Ps
|જહાનઆરા :
|બાબા, આ કેદખાનાને ખૂણે બેસીને લાઇલાજ બાળકની માફક પોકાર કરવાથી કશુંયે થવાનું નથી; લાતો ખાતા અપંગની પેઠે બેસી દાંત પીસી શાપ દેવાથીયે કંઈ વળવાનું
}}
{{Ps
|નથી :  
|છેલ્લાં ડચકાં ખાતા પાપીની માફક આખરી વેળા એક જ વાર ઈશ્વરને ‘ઓ દયાળુ’ કહીને બોલાવવામાં કશો સાર નથી. માટે ઊઠો, દબાયલા ફણીધરની માફક ફેણ ચડાવીને ઊઠો; બચ્ચાથી વિછોડાયલી વાઘણની માફક ઘોર ત્રાડ દઈને ઊઠો. અત્યાચારમાં દળાતી માનવ-જાતિની માફક જાગી ઊઠો. વિધાતાની માફક કઠોર બનો; હિંસાની માફક અંધ બનો; શયતાનની માફક ક્રૂર બનો. તો જ એની સામે ટકી શકાશે.
}}
{{Ps
|શાહજહાં :
|બરાબર! એમ જ કરું. આવ, બેટા, તુંયે મને મદદ દેજે. હું અગ્નિની માફક ભભૂકી ઊઠું, ને તું પવનની માફક સૂસવતી આવ! હું ધરતીકંપની માફક આ સલ્તનતને ભાંગી ભુક્કા કરી નાખું, ને તું સમુદ્રના તોફાન સમી બનીને એનો કોળિયો કરી જા. હું કતલને તેડી લાવીશ, ને તું લઈ આવજે મહામારીને. આવ બેટા, એક વાર તો આ સલ્તનતને ઉથલાવી નાખી ચાલ્યાં જઈએ. ક્યાં જઈશું! ગમે ત્યાં! તેની પરવા નહિ. તોપના ગોળાની માફક એક પ્રચંડ ભડકામાંથી આકાશે ચડીને પછી કોઈ વિરાટ હાહાકાર સાથે શૂન્યમાં વેરાઈ પડશું.
}}

Latest revision as of 07:09, 17 October 2022

સાતમો પ્રવેશ

અંક પહેલો

         સ્થળ : આગ્રાનો મહેલ. સમય : પ્રભાત

[શાહજહાં અને જહાનઆરા.]

શાહજહાં : જહાનઆરા, હું આતુર હૃદયે ઔરંગજેબની રાહ જોઉં છું. ગમે તેમ તોયે મારો દીકરો; ઉદ્ધત છતાં બહાદુર, મારી શરમ અને સાથોસાથ મારું ગૌરવ!
જહાનઆરા : એને તમે ગૌરવ કહો છો, બાબા? એટલો બદમાશ ને એટલો જૂઠાબોલો! બાબા, તે દિવસ જ્યારે હું એની છાવણીમાં ગઈ હતી ત્યારે એ કપટીએ આપના તરફ કેટલો પ્યાર બતાવેલો! એ બોલેલો કે ‘મેં મહાપાપ કર્યું.’ એટલું જ નહિ, આંખોમાંથી બે ટીપાં આંસુ પણ પાડેલાં. પછી? પછી મને ફોસલાવીને પૂછી લીધું કે ‘દારાના પક્ષના જોરાવર આદમી કોણ કોણ છે તેની જો મને જાણ થાય તો હું ઇતબાર રાખીને બાબાના હુકમ મુજબ મુરાદનો સાથ છોડી દારાની સાથે ભળું’ ને મેં બેવકૂફે એ દગલબાજ પર ઇતબાર રાખીને કમનસીબ દારાના મદદગારોનાં નામ દીધાં. તરત જ, બાબા, એણે એ તમામને કેદ કરી લીધા છે. મેં દારાને કાગળ લખ્યો, તે પણ દુષ્ટે રસ્તામાંથી હાથ કરી લીધો. આટલો બધો દગલબાજ! આટલો બધો ઠગારો!
શાહજહાં : ના, જહાનઆરા, ઔરંગજેબ મારો દીકરો એવું કદી કરે જ નહિ. ના. ના, ના, હું માનું જ નહિ.
જહાનઆરા : આ કિલ્લામાં એક વાર એ આવે તો ખરો! યુક્તિથી હું એને કેદ પકડીશ. એક સો હથિયારબંધ સિપાહીઓને મેં આ મકાનમાં છુપાવી રાખ્યા છે. આપની નજર સામે જ હું એને કેદ પકડીશ, જોજો બાબા!
શાહજહાં : અરર જહાનઆરા! એવું કરાય? એ કોણ? મારો દીકરો ને તારો ભાઈ. ના ના, જહાનઆરા, આવવા દે એને. હું એને પ્રેમથી વશ કરીશ. તેમ છતાંયે નહિ વશ થાય તો એની સામે હું, બાપ ઊઠીને એની સામે — ઘૂંટણ પર મારા પ્રાણની ભિક્ષા માગી લઈશ. એને કહીશ, કે અમારે બીજું કાંઈ નથી જોઈતું, અમને જીવતા જાવા દે, અમને એકબીજાંને પ્યારથી જીવવા દે.
જહાનઆરા : ના, બાબા, એ અપમાનમાંથી તો હું આપને ઉગારી લઈશ.
શાહજહાં : દીકરાની પાસે ભીખ માગવામાં અપમાન ન હોય, દીકરી!

[મહમ્મદ આવે છે.]

શાહજહાં : આ મહમ્મદ આવ્યો. તારા બાબા ક્યાં, મહમ્મદ?
મહમ્મદ : તે તો માલૂમ નથી, દાદાજી!
શાહજહાં : એમ કેમ! આંહીં આવવા માટે તો એ ઘોડે પણ ચડ્યો હતો ને?
મહમ્મદ : કોણે કહ્યું? એ તો ઘોડે ચડીને અકબરની દરગાહ પર નમાજ પઢવા ગયા છે. હું જાણું છું ત્યાં સધી તો એનો આંહીં આવવાનો કશો ઇરાદો જ ન હતો.
જહાનઆરા : તો પછી તું આંહીં શા માટે, મહમ્મદ!
મહમ્મદ : આ કિલ્લાને અને મહેલને કબજે કરવા.
શાહજહાં : વાહ! તું શું મશ્કરી કરે છે, બેટા?
મહમ્મદ : ના, દાદાજી, સાચી જ વાત.
જહાનઆરા : એ...મ! ત્યારે તો હું તને જ કેદ કરીશ.

[સીટી બજાવે છે. પાંચ હથિયારબંધ પહેરેગીર આવે છે.]

જહાનઆરા : હથિયાર છોડી દે, મહમ્મદ!
મહમ્મદ : કારણ?
જહાનઆરા : તું મારો કેદી છે. પહેરેગીરો, એનાં હથિયાર ઝૂંટવી લ્યો.
મહમ્મદ : ઓહો! ત્યારે તો મારે પણ મારા રક્ષકોને બોલાવવા પડશે.

[બંસી બજાવે છે. દસ અંગરક્ષક દાખલ થાય છે.]

મહમ્મદ : મારા હજાર સિપાહીઓને સાદ કરો.
જહાનઆરા : હજાર સિપાહી! કોણે એને કિલ્લામાં દાખલ થવા દીધા?
શાહજહાં : મેં દીધા, જહાનઆરા. બધી કસૂર મારી જ થઈ. પ્યારને વશ બનીને મેં તો ઔરંગજેબે કાગળમાં જે જે માંગેલું તે તમામ આપી દીધું. ઓહ! મહમ્મદ, મેં સ્વપ્ને પણ આવું નહોતું ધાર્યું.
મહમ્મદ : દાદાજી!
શાહજહાં : ત્યારે શું મારે સમજી લેવું કે હું તારા હાથમાં ગિરફતાર છું!
મહમ્મદ : નહિ, દાદાજી, પણ આપને ફક્ત બહાર જવાની છૂટ નથી.
શાહજહાં : હજુ બરાબર ગમ નથી પડતી. આ શું સાચું છે કે સ્વપ્ન? હું કોણ? હું સુલતાન શાહજહાં! અને તું મારો પૌત્ર મારી સામે તલવાર ખેંચીને ઊભેલો! આ શું? એક દિવસમાં જ શું દુનિયાના દસ્તૂર પલટી ગયા? એક દિવસ જેની લાલ આંખ દેખીને ઔરંગજેબ ઊભો ઊભો અરધો ધરતીમાં સમાઈ જતો, એ જ સુલતાન શાહજહાં શું આજ એ જ ઔરંગજેબના હાથમાં બંદીવાન? જહાનઆરા! કેમ રે! અરે, આ શું, બેટા! તારા હોઠ કાંપે છે કેમ? મોંમાંથી સખૂન કાં નીકળતો નથી? આંખોમાંથી કોઈ એક નિસ્તેજ, સ્થિર ને શૂન્ય નજર કાં મંડાઈ રહી છે? ગાલ બન્ને ખાક જેવા ફિક્કા કેમ પડી ગયા? તને શું કાંઈ થયું છે, બેટી?
જહાનઆરા : ના બાબા. પણ હું તો એ જ વિચારી રહું છું કે તમે આ બધું સમજી શક્યા શી રીતે?
શાહજહાં : મહમ્મદ, તું શું એમ માને છે કે આ બદમાશી અને આ અત્યાચાર હું આંહીં આવી રીતે બેઠો બેઠો લાઇલાજીથી સહન કરી લઈશ? તું શું એમ સમજે છે કે આ શેર બુઢ્ઢો બન્યો એટલે તમે બધા મળીને એને લાતો લગાવતા ચાલ્યા જશો? હું બુઢ્ઢો શાહજહાં ખરો, પણ હું શાહજહાં છું, હો! કોણ છે ત્યાં? લાવો મારું બખ્તર અને મારી શમશેર. કેમ, કોઈ સાંભળતા નથી? કોઈ ન મળે? અરે ઓ!
મહમ્મદ : દાદાજી, આપના અંગરક્ષકોને તો કિલ્લાની બહાર કાઢી મૂક્યા છે.
શાહજહાં : કોણે?
મહમ્મદ : મેં.
શાહજહાં : કોના હુકમથી?
મહમ્મદ : મારા બાબાના હુકમથી. હવે તો મારા એ હજાર લડવૈયા જ આપ નામદારનું રક્ષણ કરવાના.
શાહજહાં : મહમ્મદ! વિશ્વાસઘાત!
મહમ્મદ : હું તો ફક્ત મારા બાપુનો હુકમ જ ઉઠાવી રહ્યો છું.
શાહજહાં : ઓ ઔરંગજેબ! ના, આજ ક્યાં એ, ને ક્યાં હું! છતાં, જહાનઆરા, જો એક જ વાર કિલ્લાની બહાર જઈને હું મારી ફોજ સામે ખડો થઈ શક્યો હોત તો હજુયે બુઢ્ઢા શાહજહાંના જયજયકારથી ઔરંગજેબ ધૂળ ચાટતો થાત. ઓ! એકવાર બહાર જઈ શકું! મહમ્મદ! મને એક વાર છોડી દે! એક વાર! બસ એક જ વાર!
મહમ્મદ : દાદાજી, મને દોષ દેશો નહિ. હું તો પિતાની ચિઠ્ઠીનો ચાકર છું.
શાહજહાં : અને હું શું તારા પિતાનો યે પિતા નથી? અને જો તારો પિતા પોતાના જ ખુદ પિતા સામે આવો અત્યાચાર ચલાવે, તો તું શા માટે એના હુકમનો ઉઠાવનાર રહે છે? મહમ્મદ, આવ બચ્ચા, કિલ્લાનાં બાર ખોલી દે મને.
મહમ્મદ : માફ કરજો, દાદાજી, હું પિતાના હુકમનો અનાદર નહિ કરી શકું.
શાહજહાં : એમ! નહિ જવા દે! જો ભાઈ, હું તારો બુઢ્ઢો દાદો બીમાર, જૈફ અને કમજોર છું. મારે બીજું કાંઈ ન જોઈએ. ફક્ત એક જ વાર આ કિલ્લાની બહાર જવા દે. કસમ ખાઉં છું કે હું પાછો આવીશ. તોયે શું નહિ જવા દે? બસ, નહિ જ જવા દે?
મહમ્મદ : ગુસ્તાખી માફ, દાદાજી. મારાથી એ નહિ બને.

[મહમ્મદ જવા તૈયાર થાય છે.]

શાહજહાં : ઊભો રે’જે, મહમ્મદ. [કાંઈક વિચાર કરી, જઈને પોતાનો તાજ લાવી અને પથારી પરથી કુરાન ઉઠાવી] જો, મહમ્મદ! આ મારો તાજ અને આ મારું કુરાન. આ કુરાન ઉપાડીને હું કસમ ખાઉં છું કે બાહેર જઈ, પ્રજાની ખુદની સમક્ષ હું આ તાજ તારા જ સર પર પહેરાવી દઈશ. કોઈની મગદૂર નથી કે ઇનકાર કરે. હું આજ બુઢ્ઢો બન્યો છું. તે ભલે, પણ સુલતાન શાહજહાં આ ભારતવર્ષ પર આટલા દિવસોથી એવી રીતે રાજ કરતો આવ્યો છે કે જો એક જ વાર એ પોતાની ફોજ સામે ખડો થઈ શકે, તો તેઓની એ સળગી ઊઠેલી મિલન-દૃષ્ટિમાં એક નહિ — એક સો ઔરંગજેબો પણ બળીને ખાખ થઈ જાય. મહમ્મદ! મને છોડ, તું હિન્દનો શહેનશાહ બનશે. હું કસમ ખાઉં છું, મહમ્મદ! કસમ ખાઉં છું. મારે એ દગલબાજ ઔરંગજેબને ફક્ત એક જ વાર જોઈ લેવો છે. મહમ્મદ, બેટા, મને છોડ એક જ વાર.
મહમ્મદ : માફ કરો, દાદાજી.
શાહજહાં : દેખ! આ બચ્ચાંના ખેલ નથી. હું પોતે જ — હું સુલતાન શાહજહાં — કુરાન પકડીને કસમ ખાઉં છું. આ વાતોડિયાનો બકવાદ નથી — આ તો હું કસમ લઉં છું. જો, એક બાજુ તારા પિતાની તાબેદારી ને બીજી બાજુ સારા હિદુસ્તાનની શહેનશાહત : કરી લે પસંદગી.
મહમ્મદ : દાદાજી, હું પિતાના હુકમનો ભંગ નહિ કરી શકું.
શાહજહાં : એક સલ્તનતને ખાતર પણ નહિ?
મહમ્મદ : સારી દુનિયાને ખાતર પણ નહિ.
શાહજહાં : દેખ, મહમ્મદ! વિચાર કરી જો, બરાબર વિચાર કરી જો. તું ભરતખંડનો ભાગ્યવિધાતા —
મહમ્મદ : હું હવે આંહીં ઊભો રહીને આ વાત નહિ સાંભળી શકું. દાદાજી, લાલચ બહુ મોટી છે ને મારું જિગર બહુ કમજોર છે. દાદાજી, મને માફ કરજો.

[મહમ્મદ જાય છે.]

શાહજહાં : ગયો! જહાનઆરા, બોલતી કાં નથી, બચ્ચા!
જહાનઆરા : ઔરંગજેબ! આ તારો બેટો! જે પોતાના પિતાનો હુકમ ઉઠાવવા ખાતર એક સલ્તનતને નિસાર કરી શકે. અને તું? તેં તારા પિતાની આટલી મહોબ્બતના બદલામાં એને દગાથી કેદ કરી લીધા.
શાહજહાં : સાચું બોલી, બેટા! દુનિયાના ઓ પિતાઓ, હવેથી તમે પોતે ભૂખ્યા રહીને દીકરાને ખવરાવશો મા; છાતી ઉપર રાખીને એને ઊંઘાડશો મા, એને હસાવવા માટે હેતનાં હાસ્ય તમે કરજો મા. એ બધા તો કૃતઘ્નતાના કૉંટા છે, એ બધા શયતાનના બચ્ચાઓ છે. એને અધભૂખ્યા રાખીને મોટા કરજો. એને સવારસાંજ ફટકા લગાવજો. સારી જિંદગી તેઓના ઉપર લાલઘૂમ આંખે કાબૂ રાખજો. એમ કરશો તો કદાચ તેઓ આ મહમ્મદની માફક આજ્ઞાંકિત અને પિતૃભક્ત બનશે. તેઓને એવી સજા કરતાં જો તમારી છાતીમાં આંચકા વાગે તો છાતી ભાંગી નાખજો, આંખમાં આંસુ આવી જાય તો ડોળા ઉખાડી ફેંકી દેજો. આર્તનાદ કરવાની લાગણી થાય તો ગળું પીસી નાખજો. ઓહ —
જહાનઆરા : બાબા, આ કેદખાનાને ખૂણે બેસીને લાઇલાજ બાળકની માફક પોકાર કરવાથી કશુંયે થવાનું નથી; લાતો ખાતા અપંગની પેઠે બેસી દાંત પીસી શાપ દેવાથીયે કંઈ વળવાનું
નથી : છેલ્લાં ડચકાં ખાતા પાપીની માફક આખરી વેળા એક જ વાર ઈશ્વરને ‘ઓ દયાળુ’ કહીને બોલાવવામાં કશો સાર નથી. માટે ઊઠો, દબાયલા ફણીધરની માફક ફેણ ચડાવીને ઊઠો; બચ્ચાથી વિછોડાયલી વાઘણની માફક ઘોર ત્રાડ દઈને ઊઠો. અત્યાચારમાં દળાતી માનવ-જાતિની માફક જાગી ઊઠો. વિધાતાની માફક કઠોર બનો; હિંસાની માફક અંધ બનો; શયતાનની માફક ક્રૂર બનો. તો જ એની સામે ટકી શકાશે.